‘મલિક’ નામના બરફના તોફાને યુરોપમાં મચાવી તબાહી, જર્મની અને ડેનમાર્ક સહિત અનેક દેશોમાં કહેર, ઓછામાં ઓછા 4 લોકોના થયા મોત

ઉત્તર યુરોપમાં આવેલા ભારે બરફના તોફાનના કારણે (Snow Storm Malik) ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા છે. વાવાઝોડાને કારણે અનેક મકાનો અને કારને નુકસાન થયું હતું.

'મલિક' નામના બરફના તોફાને યુરોપમાં મચાવી તબાહી, જર્મની અને ડેનમાર્ક સહિત અનેક દેશોમાં કહેર, ઓછામાં ઓછા 4 લોકોના થયા મોત
Snow storm hit Europe (Pic- PTI)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 31, 2022 | 6:02 PM

ઉત્તર યુરોપમાં આવેલા ભારે બરફના તોફાનના કારણે (Snow Storm Malik) ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા છે. વાવાઝોડાને કારણે અનેક મકાનો અને કારને નુકસાન થયું હતું. કેટલાક પુલ બંધ થઈ ગયા હતા અને હજારો ઘરોનો વીજ પુરવઠો પણ ખોરવાઈ (Europe Power Cut) ગયો હતો. બરફના તોફાનને ‘મલિક’ નામ આપવામાં આવ્યું છે અને રવિવારે તે નોર્ડિક ક્ષેત્ર તરફ આગળ વધ્યું હતું. જેના કારણે ડેનમાર્ક, ફિનલેન્ડ, નોર્વે અને સ્વીડનમાં ભારે પવન સાથે ભારે વરસાદ અને હિમવર્ષા થઈ હતી. હરિકેન મલિક બ્રિટનથી આવ્યા બાદ શનિવારે મોડી રાત્રે નોર્ડિક પ્રદેશ અને ઉત્તર જર્મની પહોંચ્યું હતું, જ્યાં તેણે મિલકત અને પરિવહનના સાધનોને વ્યાપક નુકસાન પહોંચાડ્યું હતું.

આ બરફના તોફાનના કારણે સ્કોટલેન્ડ ખરાબ રીતે પ્રભાવિત થયું છે. બ્રિટનના ઉત્તરીય ભાગમાં સ્થિત સ્ટેફોર્ડશાયરમાં વાવાઝોડાને કારણે એક વૃક્ષ પડી જવાથી નવ વર્ષના બાળક અને 60 વર્ષની એક મહિલાએ જીવ ગુમાવ્યો હતો. સ્કોટલેન્ડમાં ભારે પવનને કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો અને હજારો ઘરોમાં વીજળીનો પુરવઠો ખોરવાયો હતો.

ડેનમાર્કમાં ભારે વરસાદને કારણે બ્રિજ બંધ

વાવાઝોડાને કારણે ડેનમાર્કમાં ભારે વરસાદ થયો હતો અને શનિવારે ઘણા પુલને કામચલાઉ બંધ કરવાની ફરજ પડી હતી. અહીં ભારે પવનના કારણે 78 વર્ષની એક મહિલા પડી ગઈ અને ઘાયલ થઈ ગઈ અને તેનું મોત થઈ ગયું. જર્મનીમાં વાવાઝોડાને કારણે બિલબોર્ડ તૂટી પડતાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. આ પહેલીવાર નથી જ્યારે યુરોપમાં આ પ્રકારના તોફાનનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ આ પહેલા પણ આવી જ સ્થિતિ અહીં જોવા મળી ચૂકી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

અમેરિકામાં પણ બરફનું તોફાન આવ્યું

યુરોપ ઉપરાંત અમેરિકાના ઘણા ભાગોમાં પણ બરફનું તોફાન છે. જેના કારણે 7 કરોડથી વધુ લોકો પ્રભાવિત થયા છે. આ લોકો વીજળી વિના જીવવા મજબૂર છે. અહીં વાહન વ્યવહાર થંભી ગયો છે. હજારો ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી છે. ઘણા રાજ્યોમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. લોકોને શક્ય હોય તો રસ્તાઓથી દૂર રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે. ન્યૂયોર્ક અને બોસ્ટન જેવા શહેરો પણ બરફના તોફાનની ઝપેટમાં આવી ગયા છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષે મહાત્મા ગાંધીની હત્યાને ગણાવ્યો વધ, ભાજપે આક્રમકતા સાથે કહ્યું- તેમને મેન્ટલ હોસ્પિટલમાં ભર્તી કરો

આ પણ વાંચો: Maharashtra Cold Wave : મહારાષ્ટ્રમાં આગામી બે દિવસ પડશે કડકડતી ઠંડી, મુંબઈ હવામાન વિભાગની આવતા અઠવાડિયે વરસાદની આગાહી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">