‘Made In India’ વેક્સિનથી પાકિસ્તાન કોરોનાને હરાવશે, જાણો કેવી રીતે મળશે પાકને ફ્રીમાં વેક્સિન

મેડ ઇન ઇન્ડિયા વેક્સિનની ભારે માત્રા પાકિસ્તાનમાં જવાની છે. અહેવાલ અનુસાર જુન સુધીમાં વેક્સિનના 1.6 કરોડ ડોઝ જૂન સુધીમાં પાકિસ્તાન પહોંચે તેવી સંભાવના છે.

'Made In India' વેક્સિનથી પાકિસ્તાન કોરોનાને હરાવશે, જાણો કેવી રીતે મળશે પાકને ફ્રીમાં વેક્સિન
પાકિસ્તાનને મેડ ઇન ઇન્ડિયા કોરોના વેક્સિનના 1.6 કરોડ ડોઝ મળશે
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Mar 10, 2021 | 11:17 AM

પાકિસ્તાનને ટૂંક સમયમાં જ મેડ ઇન ઇન્ડિયા કોરોના વેક્સિનના 1.6 કરોડ ડોઝ મળશે. જણાવી દઈએ કે આ વેક્સિન નિ: શુલ્ક આપવામાં આવશે. કોરોના રસીનો પ્રથમ ડોઝ માર્ચના મધ્ય સુધીમાં પાકિસ્તાન પહોંચવાની સંભાવના છે. તે જ સમયે વેક્સિનના 1.6 કરોડ ડોઝ જૂન સુધીમાં પાકિસ્તાન પહોંચે તેવી સંભાવના છે.

કેવી રીતે મળશે આ વેક્સિન

પાકિસ્તાની અખબારના અહેવાલ મુજબ, પૂણેની સીરમ સંસ્થામાં ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા કોવિડ -19 વેક્સિન પાકિસ્તાનને ગ્લોબલ એલાયન્સ ફોર વેકસીન અને ઇમ્યુનાઇઝેશન (Gavi) દ્વારા ઉપલબ્ધ કરવામાં આવશે. જણાવી દઈએ કે આ સંસ્થા ગરીબ દેશોને કોરોના વેક્સિન આપવા માટે બનાવવામાં આવી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

65 દેશોમાં મેડ ઇન ઇન્ડિયા વેક્સિન

ભારત 65 દેશોને COVID-19 રસી પૂરી પાડી રહ્યું છે. જેમાં ઘણા દેશોને ગ્રાન્ટના આધારે વેક્સિન આપવામાં આવી રહી છે, જ્યારે અન્ય દેશો ભારત સરકાર દ્વારા નક્કી કરેલા ભાવ ચૂકવીને રસી લઈ રહ્યા છે. ભારતે શ્રીલંકા, ભૂટાન, માલદીવ, બાંગ્લાદેશ, નેપાળ, મ્યાનમાર અને સેશેલ્સ સહિતના દેશોમાં આશરે 56 લાખ કોરોના રસી ડોઝ ઉપલબ્ધ કરાવ્યા છે.

‘મેડ ઇન ઇન્ડિયા’ રસી આ દેશોમાં

ભારતમાં બનાવેલી કોરોના વેક્સિન બાંગ્લાદેશ, મ્યાનમાર, નેપાળ, ભૂટાન, માલદીવ્સ, મોરેશિયસ, સેશેલ્સ, શ્રીલંકા, બહરિન, બ્રાઝિલ, મોરોક્કો, ઓમાન, ઇજિપ્ત, અલ્જેરિયા, દક્ષિણ આફ્રિકા, કુવૈત, સંયુક્ત અરબ અમીરાતનો, અફઘાનિસ્તાન, બારબાડોઝ, ડોમિનિકા, મેક્સિકો, ડોમિનિકન રિપબ્લિક, સાઉદી અરેબિયા, અલ સાલ્વાડોર, આર્જેન્ટિના, સર્બિયા, મંગોલિયા, યુક્રેન, ઘાના, આઇવરી કોસ્ટ, સેન્ટ લ્યુસિયા, સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ, સેન્ટ વિન્સેન્ટ એન્ડ ગ્રેનેડાઇન્સ, સૂરીનામ, એન્ટિગુઆ અને બાર્બુડા, ડી.આર. કોંગો, અંગોલા, ગેમ્બિયા, નાઇજીરીયા, કંબોડિયા, કેન્યા, લેસોથો, રવાંડા, સાઓ ટોમ એન્ડ પ્રિન્સિપ, સેનેગલ, ગ્વાટેમાલા, કેનેડા, માલી, સૂડાન, લાઇબેરિયા, માલાવી, યુગાન્ડા, ગુયાના, જમૈકા, યુનાઇટેડ કિંગડમ, ટોગો , જીબુતિ, સોમાલિયા, સેરા લિયોન, બેલીઝ, બોત્સવાના, મોઝામ્બિક, ઇથોપિયા અને તાજિકિસ્તાન જેવા દેશોનું નામ સામેલ છે.

શું છે Gavi

જણાવી દઈએ કે ગરીબ દેશોને કોરોના વેક્સિન આપવા માટે બનાવવામાં આવી છે. ગ્લોબલ એલાયન્સ ફોર વેકસીન અને ઇમ્યુનાઇઝેશન (Gavi). જે વિશ્વના ગરીબ દેશોને વેક્સિન ઉત્પાદકો દેશ પાસેથી પૂરી પાડે છે. આ કાર્યક્રમ અને સંસ્થા અંતર્ગત પાકિસ્તાનમાં ભારતની વેક્સિન જશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">