Made in India : 9 દેશોએ ભારત પાસે માંગી કોરોના વેક્સિન

Made in India : 9 દેશોએ ભારત પાસે માંગી કોરોના વેક્સિન

બ્રાઝિલ, મોરક્કો, સઉદી અરબ, મ્યાનમાર, બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રીકા સહીતના દેશોએ ભારત પાસે કોરોના વેક્સિનની માંગ કરી છે.

Bhavyata Gadkari

| Edited By: Bipin Prajapati

Jan 11, 2021 | 11:09 AM

કોરોનાની મહામારી વચ્ચે દુનિયાના બધા દેશ વેક્સિનની રાહ જોઇ રહ્યા છે, તેવામાં ભારત વેક્સિનના ઉત્પાદન અને ટીકાકરણની પ્રક્રિયા માટે તૈયાર છે, ભારતમાં કોવિશિલ્ડ અને કોવેક્સિનના ઉપયોગને મજૂરી મળી ગઇ છે, કેટલાક દેશોએ ભારત પાસે વેક્સિનને લઇને મદદની માંગ કરી છે, બ્રાઝિલ, મોરક્કો, સઉદી અરબ, મ્યાનમાર, બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રીકા જેવા દેશોએ ભારત પાસે વેક્સિનની માંગ કરી છે, મળતી માહિતી અનુસાર કોરોના રસીના વિતરણને લઇ ભારત સરકાર બાંગ્લાદેશ, ભૂટાન, નેપાળ, શ્રીલંકા અને અફઘાનિસ્તાન જેવા પડોશી દેશોને પ્રાથમિકતા આપશે. આ સંદર્ભમાં, વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવ કહે છે કે કોવિડ -19 રોગચાળા સામેની લડતમાં ભારત શરૂઆતથી વૈશ્વિક પ્રતિક્રિયામાં મોખરે રહ્યું છે. અમે આ દિશામાં સહકારને પોતાની ફરજ માનીએ છીએ.ત્યાંજ કોરોના રસી માટે ચાલી રહેલી ચર્ચાની વચ્ચે, પીએમ નરેન્દ્ર મોદીએ  ભારતની ભૂમિકા વિશે જણાવ્યુ હતુ કે ભારતમાં બે રસી કોવિશિલ્ડ અને કોવેક્સિનના ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે અગાઉ ભારત બહારથી પી.પી.ઇ. કીટ, માસ્ક, વેન્ટિલેટર અને પરીક્ષણ કીટની આયાત કરતો હતો, પરંતુ આજે આપણો દેશ આત્મનિર્ભર છે.અહેવાલ પ્રમાણે, નેપાળએ ભારત પાસેથી 120 કરોડ વેક્સિનની માંગ કરી છે. તે જ સમયે, ભૂટાનએ પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (એસઆઈઆઈ) માં બનાવવામાં આવેલી રસીના 10 મિલિયન ડોઝની માંગ કરી છે. મ્યાનમારે પણ વેક્સિનની ખરીદી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તો બાંગ્લાદેશે કોવિલ્ડના 30 મિલિયન ડોઝ માટે વિનંતી કરી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati