ચીનના રાજદૂતનુ ભડકાવનારુ નિવેદન, પૈંગોગમાં અમે જ્યા ઊભા છીએ ત્યાં જ LAC, પાછળ ખસવાનો સવાલ જ નથી

ભારતીય વાયુસેનામાં શક્તિશાળી રાફેલ જોડાયા અને રશિયાએ ચીનને વધુ મિસાઈલ આપવાની ના પાડ્યા પછી, અકળાયેલા ચીન વિવાદાસ્પદ અને ભડકાવનારુ નિવેદન કરે છે. ભારત સ્થિત ચીનના રાજદુત સુન વીડોંગે ગઈકાલે એક સંસ્થાને સંબોધન કરતા કહ્યું કે, પીપલ્સ લિબરેશન આર્મી (PLA) પૈંગોગ તળાવે જ્યા છે ત્યાંથી વાસ્તવિક નિયંત્રણ રેખા શરૂ થાય છે. ચીનના રાજદૂતના નિવેદનથી તેમની વિસ્તારવાદી […]

ચીનના રાજદૂતનુ ભડકાવનારુ નિવેદન, પૈંગોગમાં અમે જ્યા ઊભા છીએ ત્યાં જ LAC, પાછળ ખસવાનો સવાલ જ નથી
Follow Us:
| Updated on: Jul 31, 2020 | 12:08 PM

ભારતીય વાયુસેનામાં શક્તિશાળી રાફેલ જોડાયા અને રશિયાએ ચીનને વધુ મિસાઈલ આપવાની ના પાડ્યા પછી, અકળાયેલા ચીન વિવાદાસ્પદ અને ભડકાવનારુ નિવેદન કરે છે. ભારત સ્થિત ચીનના રાજદુત સુન વીડોંગે ગઈકાલે એક સંસ્થાને સંબોધન કરતા કહ્યું કે, પીપલ્સ લિબરેશન આર્મી (PLA) પૈંગોગ તળાવે જ્યા છે ત્યાંથી વાસ્તવિક નિયંત્રણ રેખા શરૂ થાય છે. ચીનના રાજદૂતના નિવેદનથી તેમની વિસ્તારવાદી વિચારસરણી સામે આવી રહી છે.

ચીન વર્ષોવર્ષ આ પ્રકારે વિવાદ સર્જે છે ચીનના રાજદૂતનું આ નિવેદન એવા સમયે આવ્યુ છે કે, જ્યારે ભારત અને ચીન વચ્ચે કમાન્ડર સ્તરની વાતચીત થવાની છે. સુરક્ષા સાથે સંકળાયેલા તજજ્ઞોનું માનવુ છે કે ચીન દ્વારા એક પ્રેશર ટેકનિક હોઈ શકે છે. ચીન હંમેશા પીઠમાં ખંજર ભોકતુ આવ્યુ છે. 15 જૂને ભારતના સૈન્ય જવાનો સાથે હિંસક અથડામણ કરીને 20 સૈન્ય જવાનોને શહીદ કર્યા છે. હવે વાસ્તવિક ખતરો એ છે કે ચીનના લશ્કરને ભારતીય સરહદ ઉપર ખડકી દેવાયુ છે. જ્યાથી તેઓ પાછળ ખસવા તૈયાર નથી. વર્ષોવર્ષ આ પ્રકારે ચીન આપણી સરહદ ઉપર ઘસી આવે છે. બે કદમ આગળ આવ્યા બાદ વિવાદ સર્જાતા અને વાતચીત બાદ એક કદમ પાછળ જતા રહે છે. આ ચીનની વિસ્તારવાદી વિચારસરણીનો ઉત્તમ નમૂનો છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

લદ્દાખથી અરુણાચલ પ્રદેશ સુધી ભારત સૈન્ય ખડકશે જો કે ભારતના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, વાસ્તવિક નિયંત્રણ રેખા ઉપર ખડકાયેલા ચીનના સૈન્યમાંથી તમામે તમામને પાછળ ખસેડ્યા નથી. હજુ પણ કેટલાક સૈન્ય જવાનો વાસ્તવિક નિયંત્રણ રેખા ઉપર તહેનાત છે. જેને ધ્યાને રાખીને લદ્દાખથી અરુણાચલ પ્રદેશ સુધીની ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા ઉપર ભારતીય સૈન્ય જવાનોને શસ્ત્ર સરંજામ સાથે તહેનાત કરવાની જાહેરાત કરી છે. ચીનનું સૈન્ય જ્યા ઊભુ છે તેની સામે ભારતે પણ મોરચો ખોલવાની તૈયારી કરી લીધી છે. વાસ્તવિક નિયંત્રણ રેખા ઉપરથી ચીનનુ સૈન્ય પાછળ નથી ખસ્યુ ત્યા ભારતીય સૈન્યને ખડકી દેવાશે.

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">