વિશ્વના ત્રણ શક્તિશાળી દેશોના નેતાઓ ગંભીર બિમારીમાં સપડાયા

વિશ્વના ત્રણ શક્તિશાળી દેશોના નેતાઓ ગંભીર બિમારીમાં સપડાયા
મહાસત્તાના નેતાઓ બિમાર (ફાઇલ)

રશિયાના (Russia) રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, 69, તેમના સ્વાસ્થ્ય વિશે ખૂબ જ ગુપ્તતા જાળવે છે. તેથી જ તેમના ફોટા અને વીડિયો દ્વારા તેના સ્વાસ્થ્યને લઈને અટકળો લગાવવામાં આવી રહી છે.

TV9 GUJARATI

| Edited By: Utpal Patel

May 13, 2022 | 2:47 PM

હાલ જયારે સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે જંગ લડી રહ્યું છે. ત્યારે આ દુનિયાની 3 મહાસત્તાઓ અને શક્તિશાળી દેશોના નેતાઓ પણ હાલ બિમારી સામે ઝઝુમી રહ્યા છે. વાત થઇ રહી છે રશિયા, અમેરિકા અને ચીનની. (Russia, America and China)આ ત્રણેય દેશની કમાન હાલ બિમાર (Leader) નેતાઓના હાથમાં છે.

શી જિનપિંગઃ ચીનના (CHINA) રાષ્ટ્રપતિ

68 વર્ષીય ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ‘સેરેબ્રલ એન્યુરિઝમ’ નામની બિમારીથી પીડિત છે. આ બિમારીમાં વ્યક્તિના મગજની નસો નબળી પડી જાય છે અને ફૂલી જાય છે. તે ફાટી જવાથી માથાનો દુખાવો, ઉલ્ટી, ગરદનમાં જકડાઈ જાય છે. વ્યક્તિ સુસ્ત બની જાય છે અને તેને ચાલવામાં તકલીફ પડતી હોય છે.

માર્ચ 2019માં ઈટાલીના પ્રવાસ દરમિયાન શી-જિનપિંગના પગ લથડતા હતા, બાદમાં જ્યારે જિનપિંગ ફ્રાન્સ પહોંચ્યા ત્યારે તેમને ઉઠવા- બેસવા માટે પણ મદદ લેવી પડતી હતી. એ જ રીતે, ઓક્ટોબર 2020 માં શેનઝેનમાં એક ભાષણ દરમિયાન, તેમનો અવાજ ખૂબ જ ધીમો થઇ ગયો હતો અને આ દરમિયાન તેઓ સતત ઉધરસ ખાઈ રહ્યા હતા. આ બાદ તેઓ ગંભીર બિમારીમાં સપડાયા હોવાનું સામે આવ્યું હતું.

જો બાઈડન: અમેરિકાના રાષ્ટ્રપતિ

79 વર્ષીય અમેરિકલ રાષ્ટ્રપતિ જો બાઈડન વૃદ્ધાવસ્થામાં થતા વિવિધ રોગોથી પીડિત હોવાનું કહેવાય છે. કેટલાક રિપોર્ટ્સમાં તેમને ડિમેન્શિયાના દર્દી તરીકે દર્શાવવામાં આવી રહ્યાં છે. જો બાઈડનને 1988માં ‘બ્રેન એન્યુરિઝમ’ પણ થયું હોવાનું સામે આવ્યું છે, જેના માટે બાઇડેનની સારવાર કરવામાં આવી હતી. અમેરિકન ફેડરેશન ફોર એજિંગ રિસર્ચના એક એકેડમીક પેપર મુજબ, 79% શક્યતા એવી છે કે બાઈડન રાષ્ટ્રપતિ તરીકેના તેમના કાર્યકાળ સુધી જીવીત રહી શકશે.

15 એપ્રિલ, 2022ના રોજ, બાઈડન યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા, નોર્થ કેરોલિનામાં ભાષણ આપી રહ્યા હતા. ભાષણ સમાપ્ત થયા પછી બાઈડેન એકલા જ હવામાં હાથ મિલાવતા જોવા મળ્યા હતા. કાર્યક્રમમાં બાઈડન સાથે સ્ટેજ શેર કરવા માટે કોઈ નહોતું.

આ અગાઉ, વ્હાઇટ હાઉસના એક કાર્યક્રમમાં પણ બાઈડન ખૂબ જ વિચલિત અવસ્થામાં નજરે પડયા હતા. આ કાર્યક્રમમાં બરાક ઓબામા પણ હાજર હતા. બાઈડનના ટીકાકારો તેમને ‘સ્લીપી જો’ પણ કહે છે.

વ્લાદિમીર પુટિન: રશિયાના રાષ્ટ્રપતિ

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, 69, તેમના સ્વાસ્થ્ય વિશે ખૂબ જ ગુપ્તતા જાળવે છે. તેથી જ તેમના ફોટા અને વીડિયો દ્વારા તેના સ્વાસ્થ્યને લઈને અટકળો લગાવવામાં આવી રહી છે. હાલના કેટલાક અહેવાલોમાં, તેમને થાઇરોઇડ કેન્સર હોવાનું જણાવવામાં આવ્યું છે. કેટલાક અહેવાલોમાં તેમને પાર્કિન્સન રોગથી પીડિત હોવાનું પણ કહેવાય છે. તે એક પ્રકારની માનસિક બીમારી છે, જેમાં વ્યક્તિને ચાલવામાં તકલીફ, શરીર ધ્રુજારી, સંતુલનની સમસ્યા થાય છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati