Nobel Prize 2025: લિટરેચર માટેના નોબેલ પ્રાઈઝમાં હંગેરીએ માર્યુ મેદાન, લાસ્ઝલો ક્રાસ્નાહોરકાઈ બન્યા વિજેતા
2025ના સાહિત્ય માટેના નોબેલ પુરસ્કાર વિજેતા હંગેરીના લેખક લાસ્ઝલો ક્રાસ્નાહોરકાઈ છે. તેમની દુર્ંદેશી કૃતિ માટે તેમને આ સન્માન મળ્યુ છે. તેમની રચનાઓમાં ખાસ કરીને "સિયોબો ધેર બેલો", ચીન અને જાપાનની યાત્રાઓથી પ્રેરિત છે. જે નશ્વરતા અને સૌદર્યના અત્યંત ગહન વિચારોને ઉજાગર કરે છે.

સાહિત્ય માટેના નોબેલ પુરસ્કાર 2025ની જાહેરાત કરી દેવામાં આવી છે. આ પુરસ્કાર હંગેરિયન લેખલ લાસ્ઝલો ક્રાસ્નાહોરકાઈને તેમના દૂરદર્શી કૃતિ માટે આપવામાં આવશે. જે વિનાશકારી આતંક વચ્ચે કળાની શક્તિને સમર્થન આપે છે. આ પુરસ્કારની જાહેરાત કરતા રોયલ સ્વિડિઝ એકેડેમી ઓફ સાયન્સે જણાવ્યુ હતુ કે 2025ના સાહિત્ય માટેના 2025ના નોબેલ પુરસ્કાર વિજેતા લાસ્જલો ક્રાસ્નાહોરકાઈ પૂર્વ તરફ વધુ ચિંતનશીલ, સૂક્ષ્મ રીતે સુંદર સંતુલિત અભિગમ અપનાવે છે. જે તેમની ચીન જાપાનની યાત્રાઓથી પ્રભાવિત પ્રેરિત રચનાઓની એક સિરિઝ છે.
2003ની તેમની નવલકથા, “ઓઝ્ઝક્રોલ હેગી, ડાલરોલ ટુ, ન્યુગાટ્રોલ ઉટાક, કેલેટ્રોલ ફોલીઓ,” ક્યોટોના દક્ષિણપૂર્વમાં બનેલી શક્તિશાળી કાવ્યાત્મક રજૂઆત સાથેની એક રહસ્યમય વાર્તા છે. આ કૃતિ “સિયોબો જાર્ટ ઓડાલેન્ટ” (2008; “સિયોબો ધેર બેલો,” 2013) ની સમૃદ્ધ વિગતવાર કૃતિની પ્રસ્તાવનાનો પણ આભાસ કરાવે છે, જે અસ્થાયીતાની દુનિયામાં સુંદરતા અને કલાત્મક સર્જનની ભૂમિકા વિશે ફિબોનાચી ક્રમમાં ગોઠવાયેલી 17 વાર્તાઓનો સંગ્રહ છે છે.
BREAKING NEWS The 2025 #NobelPrize in Literature is awarded to the Hungarian author László Krasznahorkai “for his compelling and visionary oeuvre that, in the midst of apocalyptic terror, reaffirms the power of art.” pic.twitter.com/vVaW1zkWPS
— The Nobel Prize (@NobelPrize) October 9, 2025
લાસ્ઝ્લો વિશે કેટલીક ખાસ વાતો
મહાકાવ્યોના તેમના પાંચમા જૂથ સાથે, આ ક્રાસ્નાહોરકાઈના મુખ્ય કાર્યનું પ્રતિનિધિત્વ કરે છે. આ પુસ્તક એક ઉત્કૃષ્ટ ચિત્રણ છે, જે વાચકને “પાર્શ્વ દ્વારો” ની એક પંક્તિમાંથી સર્જનના અકથનિય કાર્ય તરફ દોરી જાય છે. લાસ્ઝ્લોના અંગત જીવનની વાત કરીએ તો, તેનો જન્મ 1954 માં રોમાનિયન સરહદ નજીક દક્ષિણપૂર્વ હંગેરીના એક નાના શહેર ગ્યુલામાં થયો હતો. લાસ્ઝ્લોની પ્રથમ નવલકથા, “સાતાંતંગો”, 1985 માં પ્રકાશિત થઈ હતી.
આ નવલકથા અત્યંત પ્રભાવશાળી શૈલીમાં સામ્યવાદના પતન પહેલા હંગેરીના ગ્રામીણ વિસ્તારોમાં એક ત્યજી દેવાયેલા સામૂહિક ખેતરોમાં રહેનારા એક નિરાધાર નિવાસીઓના સમૂહની વાત કરે છે. આ નવલકથામાં દર્શાવવામાં આવ્યુ છે કે કેવી રીતે દરેક વ્યક્તિ કોઈ ચમત્કારની રાહ જોઈ રહી છે, એક એવી આશા જે કાફકાની શરૂઆતનું આદર્શ વાક્ય, “જો આમ થયુ તો, હું તેની રાહ જોઈને તેને ગુમાવી દઈશ” થી શરૂઆતથી જ તૂટી જાય છે. આ ઉપન્યાસ પર પર નિર્દેશક બેલાતારના સહયોગથી 1994મા એક અત્યંત મૌલિક ફિલ્મ પણ બનાવવામાં આવી હતી.
