G7 SUMMIT: જાણો શું છે G7 અને તેમનું કામ? ભારત કેમ નથી G7નો સભ્ય દેશ

G7 SUMMITમાં અત્યાર સુધી ઈકોનોમી, નેશનલ સિક્યુરીટી (National Security),બીમારીઓ અને પર્યાવરણ પર ચર્ચા કરવામાં આવી છે. જેના સભ્યો દેશ-અમેરિકા,ફ્રાંસ,કેનેડા, બ્રિટેન, જાપાન,ઈટલી અને જર્મની છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2021 | 5:54 PM

G7 SUMMIT: કોરોના (corona) મહામારી વચ્ચે દુનિયાના 7 દેશોએ સૌથી અમીર લોકતાંત્રિક દેશોના રાષ્ટ્ર પ્રમુખ જ્યારે G7 SUMMITના મંચ પર એક સાથે બેઠા હતા. ત્યારે દુનિયાની નજર એ વાત પર હતી કે આખરે આ મિટીંગમાં ક્યા વિષય પર ચર્ચા થઈ હશે. ક્યા મુદ્દાઓનો હલ આ સમિટમાં દુનિયાને મળશે.

સૌથી પહેલા તમને જણાવીએ કે શું છે G-7?

G-7ને ગ્રુપ ઑફ સેવન પણ કહેવામાં આવે છે. આ સાત દેશનો સમુહ છે, જે દુનિયાની આર્થિક મહાશક્તિઓ છે, જેના સભ્યો દેશ-અમેરિકા, ફ્રાંસ, કેનેડા, બ્રિટેન, જાપાન,ઈટલી અને જર્મની છે. જેની શરુઆત 1975માં 6 દેશોના બનેલા ગ્રુપ ઑફ સિક્સથી થઈ હતી. દર વર્ષે G-7 સંમેલન થાય છે. જેની અધ્યક્ષતા સભ્ય દેશ કરે છે, આ સંમેલન 2 દિવસ સુધી ચાલે છે. તે દરમિયાન ગ્લોબલ મુદ્દાઓ (Global issues) પર ચર્ચા કરવામાં આવે છે તેમજ આગળની રણનીતિ નક્કી કરવામાં આવે છે.

 

 

G7 SUMMITમાં અત્યાર સુધી ઈકોનોમી, નેશનલ સિક્યુરીટી (National Security),બીમારીઓ અને પર્યાવરણ પર ચર્ચા કરવામાં આવી છે. આ વર્ષે કોરોના (corona) મહામારીના કારણે દેશોમાં વેક્સિનેશન (Vaccination) ઝડપી કરવા તેમજ સંક્રમણ દુર કરવા વિશે વાતચીત થઈ હતી.

આ વખતેની સમિટમાં કેટલાક ગંભીર મુદ્દાઓ પર મંથન થયું હતુ. તે દરમિયાન 7 દેશોના નેતાઓએ ગરીબ દેશોમાં વેક્સિનશન (Vaccination), મોટી કંપનીઓનો ટેક્સ ચુકવવા, ટેકનોલૉજી (Technology)અને ક્લાઈમેટ ચેન્જ સામે લડવા જેવા મુદ્દાઓ પર સહમતિ વ્યક્ત કરી હતી. હાલના સમયમાં જે રીતે કોરોના મહામારીને કારણે દુનિયા સંકટમાં છે અને કેટલાક દેશ વેક્સિનની અછતના કારણે સંકટ સામે ઝઝુમી રહ્યા છે.

તેવામાં આ મુદ્દાઓને લઈ G7 ના સભ્ય દેશ બ્રિટેને કોરોના સામે ઝઝુમી રહેલા દેશને એક અરબ વેક્સિનના ડોઝ આપવાનો નિર્ણય લીધો છે. બ્રિટેનના વડાપ્રધાન બોરિસ જૉનસને (PM Boris Johnson) એક અરબ વેક્સિન ડોઝ આપવાની જાણકારી આપી હતી અને કહ્યું કે, તેમના દેશની જવાબદારી 10 કરોડ વેક્સિન ડોઝની રહેશે. કોરોનાના ઑરિજનની તપાસને લઈ લાંબા સમય સુધી માંગ રહી છે. જેને લઈ G7 દેશોએ ચીનને આગ્રહ કર્યો છે કે, તે WHOની સાથે કોરોના (corona)ના ઑરિજનને લઈ તપાસમાં મદદ કરે.

જળવાયુ પરિવર્તનથી થનારું નુકસાન સમગ્ર દેશ માટે સમસ્યા છે તો સંમેલનના છેલ્લા દિવસે G7 નેતાઓની વાતચીતના સેન્ટરમાં જળવાયુ પરિવર્તનના મુદ્દાઓ વિશે વાત થઈ હતી. વૈશ્વિક નેતાઓએ પર્યાવરણના સંકટ સામે લડવા માટે સંયુક્ત સહયોગનું સમર્થન આપ્યું હતુ.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ G7 દેશોના શિખર સંમેલનને 2 સેશનને સંબોધિત કરતા કહ્યું કે તાનાશાહી, આતંકવાદ (Terrorism), ખોટી માહિતી દ્વારા ઉભા થતાં જોખમોથી વહેંચાયેલા મુલ્યોનો બચાવ કરવામાં ભારત G7ની એક સ્વાભાવિક ભાગેદારી છે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G-7 દેશોને વન અર્થ વન હેલ્થનો મંત્ર આપ્યો હતો. તેમના આ સંદેશનું જર્મનીની ચાન્સલેર એન્જેલા મર્કેલને સમર્થન આપ્યું અને મોદીની પ્રશંસા કરી હતી.

સવાલ એ પણ થાય છે કે ભારત એક અર્થવ્યવસ્થા બાદ પણ G7ના સભ્યદેશ નથી, ભલે ભારત G-7માં સામેલ નથી પરંતુ હવે તેમની ઓળખ વધી છે અને વિદેશ સાથે સંબંધો પણ સારા થયા છે, કારણ એ છે કે ભારતને આ વર્ષ ગેસ્ટ નેશન હેઠળ સંમેલનમાં બોલવવામાં આવ્યા છે. સૌથી પહેલા ભારતે વર્ષ 2019માં ગેસ્ટ તરીકે ભાગ લીધો હતો, ત્યારે ફ્રાંસમાં આ સંમેલન થયું હતુ. ત્યાંથી દેશને ઈન્વિટેશન આપવામાં આવ્યું હતુ.

આપને જણાવી દઈએ કે, ગત્ત વર્ષે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ભારતને પણ આ સંગઠનમાં જોડવાની અપીલ કરી હતી. તેમનું કહેવું હતુ કે, ભારત એક તાકાતવર અને પ્રભાવશાળી દેશ તરીકે એશિયામાં ઉભરી આવ્યો છે. ત્યારે ભારતે પણ એક સભ્ય દેશ હોવું જોઈએ.

આ પણ વાંચો: Covaxinને હજુ સુધી મળ્યું નથી WHOનું Approval, જાણો શું છે સમગ્ર મામલો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">