જાણો કેવી રીતે 100 વર્ષ સુધી Chinaમાં Communist Partyએ તેમનું સામ્રાજ્ય ચલાવ્યું?

કોમ્યુનિસ્ટ પાર્ટી 100 વર્ષ પુરા થવાની ઉજવણીના ભાગરુપે દેશભરમાં મોટા કાર્યક્રમ આયોજીત કર્યા હતા. આ કાર્યક્રમોની તૈયારી છેલ્લા 1 વર્ષથી ચાલી રહી છે. કોમ્યુનિસ્ટ પાર્ટી કોઈ પણ ચૂંટણી વગર સતત સત્તા પર રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2021 | 5:08 PM

Communist Party: 11 જુલાઈના રોજ કોમ્યુનિસ્ટ પાર્ટીના 100 વર્ષ પુરા થયા હતા, શું કારણ છે કે કોમ્યુનિસ્ટ પાર્ટી આટલા વર્ષ બાદ ચૂંટણી વગર સત્તા પર કબ્જો કર્યો છે? કોમ્યુનિસ્ટ પાર્ટી (Communist Party)100 વર્ષની ઉજવણીમાં શું કરી રહી છે.

કોમ્યુનિસ્ટ પાર્ટી 100 વર્ષ પુરા થવાની ઉજવણીના ભાગરુપે દેશભરમાં મોટા કાર્યક્રમ આયોજીત કર્યા હતા. આ કાર્યક્રમોની તૈયારી છેલ્લા 1 વર્ષથી ચાલી રહી છે. કોમ્યુનિસ્ટ પાર્ટી કોઈ પણ ચૂંટણી વગર સતત સત્તા પર રહી છે. 1949માં ચીન આઝાદ થયું હતુ ત્યારથી કોમ્યુનિસ્ટ પાર્ટી (Communist Party)એ દેશની કમાન સંભાળી રાખી છે. 1921માં પાર્ટીની સ્થાપના માઓ જેડોંગના નેતૃત્વમાં થઈ હતી. તે સમયે તેમના કેટલાક મિત્રો અને અનુયાયીઓ તેમની સાથે હતા.

 

શાંઘાઈ (Shanghai)સિવાય કોઈને ખબર ન હતી કે હજુ કેટલા વર્ષ ચીન (China) ગુલામ રહેશે, પરંતુ આજે ચીન દુનિયાની બીજી સૌથી મોટી અર્થ વ્યવસ્થા છે. ચીન સમગ્ર એશિયામાં તેમનું વર્ચસ્વ બનાવી ચૂક્યું છે અને અમેરિકાને વૈશ્વિક સ્તર પર પડકાર આપી રહ્યું છે. જેના માટે ત્રણ મોટા કારણ છે.

પ્રથમ કારણે છે કે કોમ્યુનિસ્ટ પાર્ટી (Communist Party)કોઈ પણ રાજનૈતિક વિરોધની મોટી નિર્દયતાને દબાવી દે છે. ચાહે માઓની સાંસ્કૃતિક ક્રાંતિ હોય કે લૉન્ગ માર્ચ, જેમાં લાખો લોકો માર્યા ગયા છે. જે તેમના વિરુદ્ધ બોલી તેમને બંધ કરાવામાં આવ્યા હતા, 1989ના તિઆન અનમેન નરસંધાર દુનિયાની નજર સામે થયો હતો.

પરંતુ ચીનને કોઈ ફરક પડ્યો ન હતો. એટલા માટે કોમ્યુનિસ્ટ પાર્ટીનો કોઈ રાજનૈતિક વિરોધ નથી. માઓના સમય દરમિયાન હજારો લોકોને શહેરોમાંથી દુર કરી ગામડાઓમાં કામ કરવા માટે મોકલવામાં આવ્યા હતા, પરંતુ જેને લઈ કોઈ અવાજ ઉભો ન થયો હતો.

બીજી વાત એ છે કે કોમ્યુનિસ્ટ પાર્ટીની વિચારધારાને લઈ લચીલું છે. તે એક એવી કોમ્યુનિસ્ટ પાર્ટી છે, જે મૂડીવાદમાં વિશ્વાસ રાખે છે. માઓવાદના અત્યાચાર બાદ ચીનની કમાન ડેંગ જાઓપિંગના હાથમાં આવી હતી. તેમણે માઓની તમામ નીતિઓ બદલી નાંખી, તેમણે દેશમાં મૂડીવાદને પ્રોત્સાહન આપ્યું હતુ. ગ્રામીણ વિસ્તારો(Rural areas)માં સામૂહિક ખેતી બંધ કરાવી હતી, જેનાથી લોકો શહેરમાં નવા વ્યવસાય કરવાની મદદ કરી હતી.જેના કારણે લોકોના ખીસ્સામાં પૈસા આવ્યા અને લોકોની જિંદગી સારી બની હતી.

એવું નથી કે ચીન(China)માં ભષ્ટ્રાચાર નથી, કોમ્યુનિસ્ટ પાર્ટી (Communist Party) સાથે જોડાયેલ પરિવાર ખુબ અમીર છે, પરંતુ ચીનની વ્યવસ્થા એવી છે કે સામાન્ય માણસ સુધી લાભ પહોંચ્યો છે એટલે કે, પેન્શનની વ્યવસ્થા, સ્વાસ્થ્યની વ્યવસ્થા અને સામાન્ય જરુરતોની વસ્તુઓ સસ્તા ભાવે શહેર અને ગામમાં મળવા લાગી, આ જ કારણ છે કે ચીનમાં કોમ્યુનિસ્ટ પાર્ટી વિરુદ્ધ કોઈ દેશ વ્યાપી વિદ્રોહ થયો નથી.

હવે શી જિનપીંગ (Xi Jinping)ચીનને એક નવી દિશા ચીંધી છે તેમનું કહેવું છે કે, કોમ્યુનિસ્ટ પાર્ટીના ઈતિહાસને નકારી શકાય નહીં તેમનું માનવું છે કે ચીનને હવે નવા નાયકોની જરુરત છે અને કોમ્યુનિસ્ટ પાર્ટી વગર નવું ચીન ઉભું કરવું મુશ્કેલ છે. 100 વર્ષના ઈતિહાસમાં ચીન(China)માં અમુક જૂની વસ્તુઓ ફરી આવી છે, ડેંગના સમય દરમિયાન સરકારના વખાણ કરવામાં આવતા ન હતા, પરંતુ શીના કાર્યકાળમાં આ વ્યાજબી નથી શીનું કહેવું છે કે ચીનની દરેક વ્યક્તિને કોમ્યુનિસ્ટ પાર્ટીના ઈતિહાસની ખબર હોવી જોઈએ.

કોમ્યુનિસ્ટ પાર્ટીમાં હાલના સમયમાં 4 કરોડથી વધુ સભ્ય છે. એક સમયે 9 કરોડથી વધુ સભ્ય હતા. જિનપિંગે (Jinping)ભરતી પ્રકિયા પર પ્રતિબંધ લગાવ્યો હતો. તેમનું કેહવું છે કે સૌથી સારા લોકો જ આ પાર્ટીનો ભાગ બની શકે છે. 2012 બાદથી તેમણે આ વાતનું ધ્યાન આપ્યું હતુ. શીનું માનવું છે કે ચીનની કલ્પના કોમ્યુનિસ્ટ પાર્ટી વગર ન થઈ શકે, આજ કોમ્યુનિસ્ટ પાર્ટીના લોકોને ખાનગી કંપનીમાં કામ કરવા માટે મોકલવામાં આવી રહ્યા છે.

જેનાથી કોર્પોરેટ સેક્ટર પર પણ નજર રાખી શકાય. ચીનમાં કોમ્યુનિસ્ટ પાર્ટી (Communist Party)ને ડરથી પરંતુ તેમની અંદરના જૂથો સાથે છે, આ જ કારણ છે કે શીએ પાર્ટીમાંથી કેટલાક લોકોને બહાર કાઢયા છે. માઓ બાદ તે બીજા રાષ્ટ્ર અધ્યક્ષ છે જે મૃત્યુ સુધી ચીનની કમાન સંભાળશે જો તેઓ પોતાની જાતે પદ પરથી ન દુર થાય તો તેમની દેખરેખમાં ચીનનો મતલબ કોમ્યુનિસ્ટ પાર્ટી થયો છે.

આ પણ વાંચો : Corona vaccine : કોરોના વેક્સિન પર શાનદાર વીડિયો વાયરલ, ભાઈનો જોશ જોઈ નર્સ પણ ડરી ગઈ

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">