Queen Elizabeth Net Worth : એલિઝાબેથ દ્વિતિય કેટલી સંપત્તિ છોડીને ગયા? જાણો કેટલી હતી તેની આવક

મહારાણીના (Queen Elizabeth) આવકના મુખ્ય સ્ત્રોત વિશે વાત કરીએ તો, તેમને સરકાર તરફથી વાર્ષિક સોવેરીન ગ્રાન્ટ પ્રાપ્ત થતું હતું. તેમની આવકની રકમ 2021 અને 2022માં $86 મિલિયન હતી. આ આવક રાજવી પરિવારને પ્રવાસ, મિલકતની જાળવણી તેમજ મહેલના ખર્ચ માટે આપવામાં આવે છે.

Queen Elizabeth Net Worth : એલિઝાબેથ દ્વિતિય કેટલી સંપત્તિ છોડીને ગયા? જાણો કેટલી હતી તેની આવક
Queen Elizabeth II
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2022 | 2:52 PM

બ્રિટનની (Britain) મહારાણી એલિઝાબેથનું (Queen Elizabeth) 96 વર્ષની વયે નિધન થયું છે. છેલ્લા કેટલાક દિવસોથી તેમના સ્વાસ્થ્યને લઈને ડૉક્ટર ચિંતિત હતા. તેમને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. આ માહિતી બકિંગહામ પેલેસને (Buckingham Palace) લઈને આપવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વીટ કર્યું, “મહારાણી એલિઝાબેથ દ્વિતીયને આપણા સમયની પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે યાદ કરવામાં આવશે. તેમણે તેમના રાષ્ટ્ર અને લોકોને પ્રેરણાદાયી નેતૃત્વ પૂરું પાડ્યું. તેમણે જાહેર જીવનમાં ગૌરવ અને શાલીનતા દર્શાવી. તેમના મૃત્યુથી હું દુઃખી છું. આ દુઃખના સમયે મારા વિચારો તેમના પરિવાર અને બ્રિટનના લોકો સાથે છે.” મહરાણી એક એવા વ્યક્તિ હતા જેને વિદેશ પ્રવાસ માટે કોઈ પાસપોર્ટ કે વિઝાની જરૂર પડતી નહોતી.

આવી રીતે આવતી હતી રકમ

રાણી એલિઝાબેથ (Queen Elizabeth)ને વાર્ષિક લમ્પસમ રકમ મળે છે, જે સરકાર દ્વારા ‘સોવેરીન ગ્રાન્ટ’ કહેવાય છે. મહારાણીની આવક સોવેરીન ગ્રાન્ટ નામના કરદાતા ભંડોળમાંથી આવતી હતી. બ્રિટનની મહારાણી એલિઝાબેથ માટે આવકના ત્રણ મુખ્ય સ્ત્રોત હતા. સોવેરીન ગ્રાન્ટ, પ્રિવી પર્સ અને એમની અંગત મિલકતમાંથી થતી આવક, જે દર વર્ષે બ્રિટિશ રોયલ્ટીને મળતી હતી. હવે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે આ ગ્રાન્ટ શું છે..??

હકીકતમાં તે રાજા જ્યોર્જ ત્રીજા દ્વારા કરવામાં આવેલા કરારથી શરૂ થયું છે. તેણે પોતાની આવક પોતાને અને ભાવિ પેઢીઓને વાર્ષિક ચૂકવવા માટે સોંપી દીધી. અગાઉ તેને સિવિલ લિસ્ટ કહેવામાં આવતું હતું. 2012માં તેને સોવેરીન ગ્રાન્ટ કહેવામાં આવતું હતું. તેમની આવકની રકમ 2021 અને 2022માં $86 મિલિયન રાખવામાં આવી હતી. આ આવક રાજવી પરિવારને પ્રવાસ, મિલકતની જાળવણી તેમજ મહેલના ખર્ચ માટે આપવામાં આવે છે. જો કે, રાણીને વાર્ષિક પગાર મળતો નથી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

મહારાણીની સંપત્તિ હવે કોની થશે…?

સુત્રોના અહેવાલ મુજબ, મહારાણી $500 મિલિયનની સંપત્તિ છોડીને ગયા છે. આ તેને 70 વર્ષ શાસન કરીને મેળવી હતી અને આ ગાદી પ્રિન્સ ચાર્લ્સને મળશે. પરંતુ, હાલ મિલકતનું શું થશે તે કહેવું મુશ્કેલ છે. પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેને ‘રોયલ ફર્મ’ સાથે પણ જોડવામાં આવી રહી છે. તે $28 બિલિયનનું સામ્રાજ્ય છે, જેને કિંગ જ્યોર્જ VI અને પ્રિન્સ ફિલિપ જેવા શાહી પરિવારના સભ્યોએ ‘ફેમિલી બિઝનેસ’ તરીકે વર્ણવ્યું છે.

આ પેઢીને મોનાર્કી PLC તરીકે પણ ઓળખવામાં આવે છે. તે હાઉસ ઓફ વિન્ડસરના વરિષ્ઠ સભ્યો અને લોકોનું એક જૂથ છે, જેનું નેતૃત્વ રાણી કરે છે. આ દ્વારા યુકેના અર્થતંત્રમાં કાર્યક્રમો અને પ્રવાસન દ્વારા મોટી રકમ એકત્ર કરવામાં આવી હતી. ક્રાઉન એસ્ટેટમાંથી મળેલી આવકમાં રાણીના ઓફિશિયલ ખર્ચને પહોંચી વળવા માટે જાહેર ભંડોળનો ઉપયોગ કરવામાં આવે છે.

ક્રાઉન એસ્ટેટ શું છે?

તેમાં લંડનની રીજન્ટ સ્ટ્રીટ, યુકેના દરિયા કિનારાઓ સહિતનો સમાવેશ થાય છે. સમગ્ર યુકેમાં 14.1 બિલિયન પાઉન્ડની રિયલ એસ્ટેટનું સંચાલન ક્રાઉન એસ્ટેટ તેના શાસનકાળ દરમિયાન ક્વીન પાસે રહે છે. જો કે, તે રાણીની ખાનગી મિલકત નથી.

રાણીની પોતાની મિલકત

અહેવાલ છે કે, રાણી પાસે $500 મિલિયનથી વધુની વ્યક્તિગત સંપત્તિ હતી. જે તેણે રોકાણ, આર્ટ કલેક્શન, જ્વેલરી અને રિયલ એસ્ટેટ દ્વારા હસ્તગત કરી હતી. હવે તેના મૃત્યુ બાદ તેનો મોટાભાગનો ભાગ પ્રિન્સ ચાર્લ્સ પાસે જશે. રાણીને રાણી માતા પાસેથી લગભગ $70 મિલિયન પણ મળ્યા હતા. વર્ષ 2002માં રાણી માતાનું અવસાન થયું હતું. પૈસા ઉપરાંત તેને પેઇન્ટિંગ્સ, સ્ટેમ્પ કલેક્શન, ફાઇન ચાઇના, જ્વેલરી, ઘોડા સહિત અન્ય ઘણી વસ્તુઓ પણ મળી હતી.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">