જાણો કોરોના મગજમાં કેવી રીતે કરે છે અસર , યુકેમાં થયેલા અભ્યાસમાં મોટો ખુલાસો

બ્રિટનના યુકે બાયોબેંકે તેના અધ્યયનમાં શોધ્યું છે કે કોરોના(Corona) થી સ્વસ્થ થયા પછી પણ ઘણા લોકોના મગજ(Brain) માં ગ્રે પદાર્થમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે.

જાણો કોરોના મગજમાં કેવી રીતે કરે  છે અસર , યુકેમાં થયેલા અભ્યાસમાં મોટો ખુલાસો
કોરોના મગજમાં કેવી રીતે કરે છે અસર

બ્રિટનના યુકે બાયોબેંકે તેના અધ્યયનમાં શોધ્યું છે કે કોરોના(Corona) થી સ્વસ્થ થયા પછી પણ ઘણા લોકોના મગજ(Brain) માં ગ્રે પદાર્થમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે. હકીકતમાં ગ્રે પદાર્થ મગજનો એ ભાગ છે જેની સાથે  ગંધ, સ્વાદ, મેમરી રચના અને કોગનેટિવ ફંક્શનની ક્ષમતા સંકળાયેલી  છે.

મગજના હિસ્સાને કોરોના સંક્રમણ બાદ નુકશાન

યુકે બાયોબેંકે એક એવી સંસ્થા છે જે આરોગ્ય અને આનુવંશિક માહિતીને એકત્રિત કરે છે અને તેનો અભ્યાસ કરે છે. તેણે કોરોના(Corona) પૂર્વે ને ત્યાર બાદ કોરોના સંક્રમિત લોકોના મગજના ફોટા પાડીને અભ્યાસ કર્યો છે. જેમાં જાણવા મળ્યું છે કે કોગનેટિવ ફંક્શનની સાથે મેમરી રચનામાં સંકળાયેલા મગજ(Brain)ના હિસ્સાને કોરોના સંક્રમણ બાદ નુકશાન થયું છે.

કોરોના પહેલાં અને પછી મગજના ફોટાનો  અભ્યાસ
કોરોના બાદ મગજના ફોટાના અભ્યાસના આધારે તે જાણવા મળ્યું હતું કે ચેપગ્રસ્ત લોકોમાં કોરોના સમાપ્ત થયા પછી પણ મગજની ક્ષમતા પ્રભાવિત થઇ છે. સ્વાભાવિક છે કે આવા ન્યુરોલોજીકલ ડિસઓર્ડર પછી લોકોની માનસિક ક્ષમતામાં અનેક પ્રકારની ભૂલો જોવા મળી રહી છે.

આ સંશોધનનો આધાર શું છે?

કોવિડ પહેલાં યુકે બાયોબેંક માં 40 હજાર લોકોની મગજ(Brain) ના ફોટાઓનો ડેટા બેસ હતો. તેમાંથી 798 લોકોની પોસ્ટ-કોવિડ મગજના ફોટા ફરીથી લેવામાં આવ્યા હતા. તેમની તપાસમાં એવું જાણવા મળ્યું છે કે 404 લોકો જે કોરોનાનો ભોગ બન્યા છે તેમાંથી 394 લોકોના મગજ સ્કેનમાં એવું જોવા મળ્યું હતું કે તેમના મગજમાં ગ્રે પદાર્થનો અભાવ છે.

ડોક્ટરોએ અભ્યાસની  સમીક્ષા કરી નથી
આ અભ્યાસની સમીક્ષા ડોકટરોના જૂથો દ્વારા કરવામાં આવી નથી. આ પ્રિ-પ્રિન્ટ અભ્યાસ હતો અને ડોકટરોના જૂથો દ્વારા સમીક્ષા કર્યા પછી જ તેને જર્નલમાં પ્રકાશન માટે મોકલી શકાય છે. હકીકતમાં, સંશોધનનો ઉપયોગ ક્લિનિકલ પ્રેક્ટિસમાં જ પીયર રિવ્યુ(Peer Review)અને જર્નલમાં પ્રકાશિત થયા બાદ ક્લિનિકલ પ્રેકટિસમાં ઉપયોગમાં લઇ શકાય છે.

તુલનાત્મક રીતે કરવામાં આવ્યો છે અભ્યાસ 

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ પહેલો અભ્યાસ છે જેમાં પ્રી અને પોસ્ટ કોરોના સંક્રમિત લોકોના મગજ સ્કેનનો અભ્યાસ કરવામાં આવ્યો છે અને તે પણ તુલનાત્મક રીતે કરવામાં આવ્યો છે. આ અધ્યયનમાં પસંદ કરેલા લોકો હળવાથી મધ્યમ કોરોનાના લક્ષણ ઘરાવતા હતા.

રોગના લક્ષણો શું છે?

ભારતીય ડોકટરો પણ માને છે કે આવા ઘણા દર્દીઓ તેમની પાસે આવે છે જે કોરોનાથી પીડિત છે. કોરોનાથી છૂટકારો મેળવ્યા પછી બ્રેઇન ફોગિંગ અને સ્મૃતિ ભ્રંશનાં લક્ષણો જોવા મળી રહ્યા છે. વાસ્તવમાં બ્રેઇન ફોગિંગને કારણે મગજ અસ્પષ્ટ થવા લાગે છે. માથામાં દુખાવો અને વિચાર શક્તિની નબળાઇ શરૂ થાય છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati