ગલવાન ઘાટીમાં ચીનની કાયરતા, જાણો કેવી રીતે 1962માં પણ ભારતની સાથે કર્યો હતો વિશ્વાસઘાત?

ભારત અને ચીન વચ્ચે સીમા પર તણાવની સ્થિતિ છે. સરહદ પર બંને સેનાના હજારો સૈનિકો તૈનાત છે. ગલવાન ઘાટીએ લદાખનું ક્ષેત્ર છે. અહીંયા ગલવાન નદી પણ વહે છે. 1962માં ચીને ભારતની સાથે વિશ્વાસઘાત કર્યો હતો અને ભારત પર આક્રમણ કરી દીધું હતું. 1962ના વર્ષ બાદ ફરીથી ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઝડપ થઈ છે. જેમાં […]

ગલવાન ઘાટીમાં ચીનની કાયરતા, જાણો કેવી રીતે 1962માં પણ ભારતની સાથે કર્યો હતો વિશ્વાસઘાત?
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 28, 2020 | 2:55 PM

ભારત અને ચીન વચ્ચે સીમા પર તણાવની સ્થિતિ છે. સરહદ પર બંને સેનાના હજારો સૈનિકો તૈનાત છે. ગલવાન ઘાટીએ લદાખનું ક્ષેત્ર છે. અહીંયા ગલવાન નદી પણ વહે છે. 1962માં ચીને ભારતની સાથે વિશ્વાસઘાત કર્યો હતો અને ભારત પર આક્રમણ કરી દીધું હતું. 1962ના વર્ષ બાદ ફરીથી ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઝડપ થઈ છે. જેમાં ભારતીય સેનાના એક અધિકારી અને 2 જવાન શહીદ થયા છે. જો કે આ ઝડપ બંને સૈન્ય વચ્ચે ગતરાતના સમયે થઈ હતી. ચીને અધિકારીક રીતે કોઈ નિવેદન આ બાબતે આપ્યું નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો

india-china-1962-war-indian-army-china-army-aksai-chin-gorkha

આ પણ વાંચો :  LAC પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ, ભારતના એક ઓફિસર અને બે જવાન શહીદ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ભારત અને ચીનની વચ્ચે તણાવની સ્થિતિ છે ત્યારે 1962ના વર્ષ પર પણ નજર કરવી જોઈએ. આ વર્ષે ચીનની સેનાએ ભારતની સાથે વિશ્વાસઘાત કર્યો હતો. ભારતે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે પાડોશી દેશ હુમલો કરશે પણ ચીને એવું જ કર્યું હતું. ભારતીય સેના એ વખતે ચીન દ્વારા અચાનક કરવામાં આવેલા હુમલા માટે તૈયાર નહોતી. ચીનના 80 હજાર સૈનિકની સામે ભારતના 10થી 20 હજાર સૈનિક હતા. આ યુદ્ધ એક મહિનો સુધી ચાલ્યું હતું. 21 નવેમ્બર, 1962ના રોજ ચીને યુદ્ધવિરામની ઘોષણા કરી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

દલાઈ લામાના સ્વાગથી ચીનના પેટમાં રેડાયું હતું તેલ

માર્ચ, 1959માં તિબ્બતમાં વિવાદ થયો અને દલાઈ લામા ચીનથી ભાગીને ભારત આવ્યા. ભારતમાં દલાઈ લામાનું સ્વાગત કરવામાં આવ્યું. આ સન્માનથી ચીનના પેટમાં તેલ રેડાયું હતું. ચીને કહ્યું કે તિબ્બતની રાજધાની લ્હાસામાં જે વિદ્રોહ થયો તેની પાછળ ભારતનો હાથ છે. તિબ્બતમાં ચીનનું શાસનને ભારતથી ખતરો હોવાનું ચીન માનવા લાગ્યું અને તેને જ ભારત-ચીન વચ્ચેના 1962ના વર્ષના યુદ્ધનું મુખ્ય કારણ માનવામાં આવે છે. જો કે જાણકારો એવું પણ માને છે કે ચીનમાં રાજકીય આંદોલન કરીને સત્તા કબ્જે કરવા માટે ભારત સાથે યુદ્ધ કરવામાં આવ્યું હતું.

20 ઓક્ટોબર, 1962ના રોજ ચીનની પીપુલ્સ લિબરેશન આર્મીએ લદાખ અને ઉત્તર પૂર્વના વિસ્તારમાં મેકમોહનની લાઈનની પાસે હુમલો કરી દીધો. જો કે આ હુમલો મિત્રતાની આડમાં એક દગો હતો અને ભારત આશ્વસત નહોતું કે આવું કંઈક થવાનું છે. જેના લીધે વિવાદીત વિસ્તારમાં ભારતીય સેનાની ફક્ત બે જ ડિવીઝન તૈનાત કરવામાં આવી હતી. જ્યારે ચીનની તરફ 3 રેજિમેન્ટ ત્યાં સ્થળ પર હતી. ચીને ભારતીય સેનાના જવાનો હેડક્વાર્ટર સાથે સંપર્કના કરી શકે તે માટે ફોન લાઈન કાપી નાખી. ચીનની સેનાએ ભારતીય સેનાના જવાનો પર હુમલો કરી દીધો.

Know how China had cheated India, know the story of 1962 war

ભારતના સૈનિકો સતત નુકસાન સહન કરી રહ્યાં હતા. ચીને આ વિસ્તારમાં આગ પણ લગાવી દીધી. આથી ભારતીય સેનામાં ભ્રમની સ્થિતિ પેદા થઈ ગઈ. બીજી તરફ ચીનના 400થી વધારે સૈનિકોએ ભારતના સૈનિકો પર હુમલો કર્યો. ભારતીય સેનાએ ચીનના સૈનિકોને રોકવા માટે અંતે મોર્ટાર તોપનો ઉપયોગ કરવાની ફરજ પડી. ભેગા થઈ રહેલાં ચીની સૈનિકના ટોળા પર ભારતીય સેનાએ હુમલો કર્યો અને મોર્ટારના હુમલામાં 200 ચીનના સૈનિકો માર્યા ગયા. આ યુદ્ધમાં ચીને અક્સાઈ ચીન પર કબ્જો કરી લીધો હતો. જો કે વિશ્વભરમાં ચીનની આલોચના થઈ હતી. રિપોર્ટસના આધારે જાણકારી મળી રહી છે કે આ યુદ્ધમાં ભારતના 1383 સૈનિકો શહીદ થયા હતા. જ્યારે ચીનના 722 સૈનિકોનો જીવ ગયો હતો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
g clip-path="url(#clip0_868_265)">