Joe Bidenએ ઇમરાન ખાનને આપ્યો પહેલો ઝટકો, અમેરિકાના નાગરિકોને પાકિસ્તાન ન જવાની આપી સલાહ

Joe Bidenના અમેરિકી રાષ્ટ્રપતિ બનાવથી પાકિસ્તાનને અમેરિકા સાથે સંબંધો સુધરવાની આશા હતી. જો કે જો બાઈડને સત્તા પર આવતા જ પાકિસ્તાનના વડાપ્રધન ઈમરાન ખાનને આ પહેલો ઝટકો આપ્યો છે.

Joe Bidenએ ઇમરાન ખાનને આપ્યો પહેલો ઝટકો, અમેરિકાના નાગરિકોને પાકિસ્તાન ન જવાની આપી સલાહ
Joe Biden
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jan 27, 2021 | 7:33 AM

અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ Joe Bidenએ સત્તા સંભાળતા જ ઘણા મહત્વના અને આકરા નિયમો લેવાની શરૂઆત કરી દીધી છે. રાષ્ટ્રપતિ જો બાઈડનના એક નિર્ણયથી પાકિસ્તાનની મુશ્કેલીઓ પણ વધી છે. Joe Bidenએ સત્તા સંભાળતા જ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને ઝટકો આપ્યો છે. રાષ્ટ્રપતિ જો બાઈડને અમેરિકાના નાગરીકોને પાકિસ્તાન ન જવાની સલાહ આપી છે.

વિદેશ મંત્રાલયે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી રાષ્ટ્રપતિ જો બાઈડનના નિર્ણય અંગે અમેરિકાના વિદેશ મંત્રાલયે અમેરિકાના નાગરિકો માટે ત્રણ દેશોમાં ન જવાની સલાહ આપતી ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. આ ટ્રાવેલ એડવાઈઝરીમાં પાકિસ્તાનની યાત્રાને ખતરનાક અને જોખમકારક દર્શાવી છે. આ ત્રણ દેશોમાં પાકિસ્તાન ઉપરાંત અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશનો પણ સમાવેશ થાય છે. અમેરિકાના વિદેશ મંત્રાલયે આ ટ્રાવેલ એડવાઈઝરીમાં કહ્યું કે આતંકવાદ અને સશસ્ત્ર સંઘર્ષના ખતરાને ધ્યાનમાં રાખતા અમેરિકાના નાગરિકોએ પાકિસ્તાન, પાકિસ્તાન-ભારતની બોર્ડરથી અલગ રહેવું.

બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનવામાં ન જવાની સલાહ અમેરિકાના વિદેશ મંત્રાલયે અમેરિકાના નાગરિકો માટે જાહેર કરેલી ટ્રાવેલ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસ, આતંકવાદ અને સાંપ્રદાયિક હિંસાને ધ્યાનમાં રાખીને પાકિસ્તાનની યાત્રા કરતા પહેલા વિચાર કરવો જોઈએ. આતંકવાદ અને અપહરણની ઘટનાને જોતા બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનવા પ્રાંતમાં પ્રવાસ ટાળવો જોઈએ. બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના પ્રવાસે ન જવા માટે પણ આવા જ પરિબળો દર્શાવવામાં આવ્યા છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

જો બાઈડન તરફથી ઇમરાનને પહેલો ઝટકો જો બાઈડનના અમેરિકી રાષ્ટ્રપતિ બનાવથી પાકિસ્તાનને અમેરિકા સાથે સંબંધો સુધરવાની આશા હતી. જો કે જો બાઈડને સત્તા પર આવતા જ પાકિસ્તાનના વડાપ્રધન ઈમરાન ખાનને આ પહેલો ઝટકો આપ્યો છે. આતંકવાદને લઈને પાકિસ્તાનને અવારનાવર દુનિયાભરમાંથી જાકારો મળી રહ્યો છે આમ છતાં આતંકવાદ અંગે પાકિસ્તાનના વડાપ્રધાનના વલણમાં કોઈ પરિવર્તન નથી આવી રહ્યું. અમેરિકાના નવા સંરક્ષણ પ્રધાન લોયડ ઓસ્ટીને પણ એક નિવેદનમાં કહ્યું હતું કે અમે આતંકવાદના મુદ્દે પાકિસ્તાન પર દબાણ કરીશું.

Latest News Updates

ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
g clip-path="url(#clip0_868_265)">