જો બાઇડને અમેરિકી સૈનિકોને પાછો ખેંચવાના નિર્ણયને લઈને કહ્યું- ‘આ નિર્ણય ઈતિહાસમાં સાચા નિર્ણય તરીકે નોંધવામાં આવશે’

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને (Joe Biden) અમેરિકન સૈનિકોને પાછા ખેંચવાને યોગ્ય ઠેરવ્યું છે. તેમના નિર્ણયની સમગ્ર વિશ્વમાં ટીકા થઈ રહી છે.

જો બાઇડને અમેરિકી સૈનિકોને પાછો ખેંચવાના નિર્ણયને લઈને કહ્યું- 'આ નિર્ણય ઈતિહાસમાં સાચા નિર્ણય તરીકે નોંધવામાં આવશે'
Joe Biden

તાલિબાનના (Taliban) કબજા બાદ અફઘાનિસ્તાનમાં (Afghanistan) વધુ પડતા કટોકટી વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને અફઘાનિસ્તાનમાંથી સૈનિકો પાછા ખેંચવાના તેમના નિર્ણયનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું છે કે ન્યાયી અને યોગ્ય નિર્ણય તરીકે તે ઈતિહાસમાં લખવામાં આવશે. તાલિબાન સત્તા પર આવ્યા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનના (Joe Biden) અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈન્ય પાછા ખેંચવાના નિર્ણયની દુનિયાભરમાં નિંદા થઈ રહી છે. અમેરિકન નેતાઓએ પણ બાઇડના નિર્ણયની ટીકા કરી છે.

બાઈડને વ્હાઇટ હાઉસમાં પત્રકારોને કહ્યું, ‘મને લાગે છે કે અફઘાનિસ્તાનમાંથી અમેરિકન દળોને પાછા ખેંચવાના અમેરિકાના નિર્ણયને તાર્કિક અને સાચા નિર્ણય તરીકે ઇતિહાસના પાનામાં લખવામાં આવશે.’ અગાઉ ભારતીય મૂળના અમેરિકાના નેતા અને સંયુક્ત રાષ્ટ્રના પૂર્વ અમેરિકી દૂત નિક્કી હેલીએ યુએસ વહીવટીતંત્ર દ્વારા સૈનિકો પાછા ખેંચવાના નિર્ણયની નિંદા કરી હતી. તેમણે બાઈડનના નિર્ણયની ટીકા કરતા કહ્યું કે અમેરિકાએ તાલિબાન સમક્ષ આત્મ સમર્પણ કર્યું અને અફઘાનિસ્તાનમાં તેના સાથીઓને છોડી દીધા.

નિક્કી હેલીએ બાઈડનના નિર્ણયની ટીકા કરી હતી
નિક્કી હેલીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, અમેરિકી વહીવટીતંત્રે તાલિબાન સાથે વાત કરવાને બદલે તેને શરણાગતિ આપી હતી. યુએસ વહીવટીતંત્રે બાગરામ એરબેઝ અને 85 અબજ ડોલરના સાધનો અને હથિયારો તાલિબાનને સોંપ્યા. નિક્કી હેલીએ વધુમાં કહ્યું કે, અમેરિકન વહીવટીતંત્રે અમેરિકન લોકો સમક્ષ આત્મ સમર્પણ કર્યું.

અમેરિકન લોકોને પાછા લેતા પહેલા અમારા સૈનિકોને પાછા ખેંચી લીધા. તેઓએ અમારા અફઘાન સાથીઓને છોડી દીધા છે, જેમણે વિદેશમાં તૈનાત વખતે મારા પતિ જેવા લોકોની સુરક્ષા કરી છે. કોઈ વાતચીત થઈ નથી. આ અમેરિકી વહીવટીતંત્રની સંપૂર્ણ શરમજનક નિષ્ફળતા છે.

તાલિબાને અમને કહ્યું કે રાજદ્વારી હાજરીનો અંત ન કરો
દરમિયાન બાઈડને કહ્યું કે તાલિબાનોએ મૂળભૂત નિર્ણય લેવો પડશે. તેમણે કહ્યું, ‘શું તાલિબાન અફઘાન લોકોને એક કરવા અને ફાયદો પહોંચાડવાનો પ્રયત્ન કરશે, જે અત્યાર સુધી કોઈ જૂથે કર્યો નથી?’ બાઈડને કહ્યું, ‘જો તે કરે તો તેને આર્થિક સહાય, વેપાર સહિત વધારાની મદદની જરૂર પડશે.’

 

આ પણ વાંચો  : Afghanistan Crisis: G7 દેશના નેતાઓ સાથે અફઘાનિસ્તાનની નીતિ પર વાત કરશે અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેન, મંગળવારે યોજાશે ઓનલાઈન બેઠક

આ પણ વાંચો :અમેરિકી નાગરિકો અને અફઘાનોને કાબુલમાંથી બહાર કાઢવાનો અમેરિકાનો મોટા નિર્ણય, કોમર્શિયલ એરલાઇન્સની લેવાશે મદદ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati