Israel: 12 વર્ષ બાદ બેન્જામિન નેતાન્યાહુનાં શાસનનો અંત, જાણો ઇઝરાઇલનાં આગામી PM બનનાર નેફ્તાલી બેનેટ કોણ છે?

Israel : ઈઝરાઈલમાં માર્ચમાં યોજાયેલી ચૂંટણીમાં બેન્જામિન નેતન્યાહૂની(Benjamin Netanyahu) પાર્ટી બહુમતી ન મેળવી શક્યા.ત્યારબાદ વિપક્ષ પાર્ટીઓ સતા માટે મેદાનમાં ઉતરી હતી. પરંતુ મોટા પક્ષના નેતા તરીકે  નેતાન્યાહૂએ વડાપ્રધાન(Prime Minister) તરીકેનાં શપથ લીધા હતા.

Israel: 12 વર્ષ બાદ બેન્જામિન નેતાન્યાહુનાં  શાસનનો અંત, જાણો ઇઝરાઇલનાં આગામી PM બનનાર નેફ્તાલી બેનેટ કોણ છે?
Israel: Benjamin Netanyahu's rule ends after 12 years,Find out who is the next PM of Israel Naphtali Bennett?
Follow Us:
Mamta Gadhvi
| Edited By: | Updated on: Jun 04, 2021 | 5:46 PM

Israel : ઈઝરાઈલમાં માર્ચમાં યોજાયેલી ચૂંટણીમાં બેન્જામિન નેતન્યાહૂની(Benjamin Netanyahu) પાર્ટી બહુમતી ન મેળવી શક્યા. ત્યારબાદ વિપક્ષ પાર્ટીઓ સતા માટે મેદાનમાં ઉતરી હતી. પરંતુ મોટા પક્ષના નેતા તરીકે  નેતાન્યાહૂએ વડાપ્રધાન(Prime Minister) તરીકેનાં શપથ લીધા હતા. પરંતુ  હાલમાં બેન્જામિન નેતાન્યાહુની પાર્ટી બહુમતી સાબિત ન કરી શક્યા અને અન્ય વિપક્ષ પાર્ટીઓમાં સહમતિ થઈ જવાને  કારણે તેનાં શાસનનો (Rule)અંત આવ્યો.

હાલમાં ઈઝરાયલ ફિલિસ્તાનમાં (Palestine)ચાલી રહેલાં સંઘર્ષને કારણે ફરી એક વાર ચર્ચામાં આવ્યો છે.ઉપરાંત આ મુલ્કની ચર્ચા એટલા માટે પણ છે કે,દક્ષિણપંથી વિચારધારા વાળા બેન્જામિન નેતાન્યાહુનાં 12 વર્ષનાં શાસનનો અંત આવ્યો છે, કારણ કે,ઈઝરાયલનાં વિપક્ષી પાર્ટીઓએ રાષ્ટ્રપતિ રૂવેન રિવાલિનએ(Rouen Rivalin)જણાવ્યું હતું કે,તેમની પાસે ગઠબંધન કરવા માટે પુરતું સમર્થન છે.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

ઈઝરાયલમાં પ્રધાનમંત્રી તરીકે બેન્જામિન નેતાન્યાહુનાં  12 વર્ષનાં શાસનનો અંત આવશે અને નવા પ્રધાનમંત્રી તરીકે નેફ્તાલી બેનેટ(Nephtali Bennett) ઈઝરાયલનો કાર્યભાળ સંભાળશે તેવું અહેવાલો પરથી જાણવા મળ્યું છે. 12 વર્ષ શાસન કરી ચુકેલાં બેન્જામિન નેતાન્યાહુને મુખ્યત્વે બે બાબતોને કારણે યાદ કરવામાં આવશે. જેમાં સૌથી વધુ સમયગાળા દરમિયાન ઈઝરાયલનાં પ્રધાનમંત્રી તરીકે શાસન કર્યું અને ફોજદારી કાર્યવાહીનો (Criminal proceedings) સામનો કરનાર નેતા તરીકે તેને યાદ કરવામાં આવશે.

આગામી PM બનનાર નેફ્તાલી બેનેટ

ઈઝરાયલનાં પ્રધાનમંત્રી તરીકે બેન્જામિન નેતાન્યાહુના શાસનનો અંત આવ્યો છે. ત્યારે ઈઝરાયલનાં  આગામી પ્રધાનમંત્રી બનવાનાં લિસ્ટમાં નેફ્તાલી બેનેટનુ નામ આગળ પડતું છે. વિપક્ષી નેતા યેર લપિદે (Yer Lapide) રાષ્ટ્રપતિને કહ્યું હતું કે” તેઓની પાસે  સતા કરવા માટે પુરતી બહુમતી  છે .” ઉપરાંત  તેની સાથે અતિદ, કહોલ લવન, ઇરાજલ બેટિનુ, લેબર, યામિના, ન્યુ હોપ, મેટઝ અને રામ જેવા પક્ષોની બહુમતિ જોવા મળી હતી.

જો વિપક્ષ બહુમતી સાબિત કરે છે તો નેફતાલી બેનેટ આગામી પ્રધાનમંત્રી બનશે.નેફતાલી બેનેટ જે કરોડોની સંપતિના માલિક છે અને તેઓ મુળ અમેરિકાનાં છે અને ઈઝરાયલમાં વસવાટ કરે છે.

નેફ્તાલી બેનેટ એક તે ઘોર દક્ષિણપંથી રાજનેતા તરીકે જાણીતા છે અને તે હંમેશા વેસ્ટ બેંકમાં(West Bank) સંપૂર્ણપણે કબ્જો કરવાનાં પક્ષમાં રહ્યા છે.તેમનાં રાજનિતિક કરિયરની(Political career)વાત કરવામાં આવે તો પહેલા નાતન્યાહૂ સાથેની સરકારમાં હતા.  ત્યારબાદ 2006 અને 2008 ની વચ્ચે એક વરિષ્ઠ સહાયક (Senior Assistant)તરીકે કામ કર્યું હતું અને બાદમાં  તેઓએ લિકડ પાર્ટી છોડી દીધી હતી.

બાદમાં બેનેટ દક્ષિણપંથી રાષ્ટ્રીય ધાર્મિક પાર્ટીમાં(National Religious Party) જોડાયા અને 2013માં તે પ્રતિનિધિ તરીકે સાંસદમાં પહોંચ્યા હતા. જ્યારે વાત યહુદી દેશની આવે ત્યારે તે નેતાન્યાહુથી પણ વધારે રાષ્ટ્રવાદીમાં(Nationalist)માને છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">