Breaking News : પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ કોર્ટ નજીક બ્લાસ્ટ, કાર આગના ગોળામાં ફેરવાઈ, વિસ્ફોટમાં 12 લોકોના મોત
મંગળવારે બપોરે ઇસ્લામાબાદ કોર્ટની બહાર એક મોટો આત્મઘાતી હુમલો થયો. આ વિસ્ફોટ દૂર દૂર સુધી સંભળાયો અને વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને આ હુમલા માટે કાબુલને જવાબદાર ઠેરવ્યું છે.

મંગળવારે બપોરે લગભગ 12:30 વાગ્યે ઇસ્લામાબાદ જિલ્લા કોર્ટની બહાર એક મોટો વિસ્ફોટ થયો, જેમાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા અને અનેક લોકો ઘાયલ થયા. પ્રાથમિક માહિતી મુજબ, વિસ્ફોટ કોર્ટ સંકુલના પાર્કિંગ વિસ્તારમાં ઉભેલી એક કારમાં થયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ દૂર સુધી સંભળાયો અને આસપાસના વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ.
पाकिस्तान में इस्लामाबाद की एक अदालत के बाहर धमाका होने की खबर। pic.twitter.com/LpLlLKMsVB
— Ankit Kumar Avasthi (@kaankit) November 11, 2025
પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે આ હુમલાને દેશ માટે એક ગંભીર પડકાર ગણાવ્યો. તેમણે જણાવ્યું, “અમે હાલ યુદ્ધની સ્થિતિમાં છીએ. આ હુમલો અફઘાનિસ્તાન સાથે જોડાયેલા આતંકવાદનો સંદેશ આપે છે, અને પાકિસ્તાન તેને રોકવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે આ ફક્ત સરહદ કે બલુચિસ્તાનનો મુદ્દો નથી, પરંતુ સમગ્ર પાકિસ્તાન માટે ખતરો છે.
पाकिस्तान के इस्लामाबाद में कार में ब्लास्ट
इस्लामाबाद में जिला कोर्ट के बाहर कार में धमाका
धमाके में 11 लोगों की मौत 21 से ज्यादा लोगों के घायल होने की खबर#Pakistan #Islamabad #Blast #rajdhani pic.twitter.com/dFN7anQllm
— Rittika Rajora (@Rrajora07) November 11, 2025
સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ, વિસ્ફોટ ત્યારે થયો જ્યારે કોર્ટ વિસ્તારમાં ભારે ભીડ અને ટ્રાફિક હતું. વિસ્ફોટમાં ઘણા વકીલો તેમજ નાગરિકો ઘાયલ થયા હતા. બચાવ દળો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પોલીસએ ઘટનાસ્થળને સીલ કરી તપાસ શરૂ કરી દીધી છે અને વિસ્ફોટ પાછળનો ચોક્કસ કારણ શોધવા પ્રયાસો શરૂ કર્યા છે.
