શું અરુણાચલ પ્રદેશમાં China વસાવી રહ્યું છે ગામ ? અહેવાલ પર વિદેશ મંત્રાલયનો આવ્યો જવાબ

ભારતના અરુણાચલ પ્રદેશમાં ચીન દ્વારા એક આખું ગામ વસાવવામાં આવ્યું એવ અહેવાલ પર વિદેશ મંત્રાલયે નિવેદન આપ્યું હતું.

શું અરુણાચલ પ્રદેશમાં China વસાવી રહ્યું છે ગામ ? અહેવાલ પર વિદેશ મંત્રાલયનો આવ્યો જવાબ
શું અરુણાચલ પ્રદેશમાં ચીન વસાવી રહ્યું છે ગામ?
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Jan 19, 2021 | 9:45 AM

ભારતના અરુણાચલ પ્રદેશમાં ચીન દ્વારા એક આખું ગામ વસાવવામાં આવ્યું છે એવા અહેવાલ પર વિદેશ મંત્રાલયે નિવેદન આપ્યું હતું. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે અમે સરહદ વિસ્તારોમાં ચીનના નિર્માણ કાર્ય અંગેના તાજેતરના અહેવાલો જોયા છે. વિદેશ મંત્રાલયે ગામ સ્થાપવા બાબતે કહ્યું કે ચીને છેલ્લા કેટલાક સમયથી અરૂણાચલ પ્રદેશના સરહદી વિસ્તારોમાં આવી બાંધકામની પ્રવૃત્તિ શરૂ કરી છે.

વિદેશ મંત્રાલયે આગળ જણાવ્યું કે ચીનની આ હરકતના જવાબમાં આપણી સરકારે સરહદી વિસ્તારોમાં રસ્તા, પૂલ વગેરેના નિર્માણકાર્યને આગળ વધાર્યું છે. જેના થાકી સીમા સાથે સાથે સ્થાનીય નાગરિકોને પણ જોડવાનું કામ કર્યું છે.

સરકારની બાઝ નજર

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

વિદેશ મંત્રાલયે આગળ જણાવ્યું કે અરુણાચલપ્રદેશ સહીત આપણા નાગરિકોની આજીવિકામાં સુધાર આવે તે માટે સરહદી વિસ્તારોમાં મૂળભૂત બાંધકામ કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતની સુરક્ષાને પ્રભાવિત કરવાવાળી દરેક ઘટનાઓ પર સરકારની બાઝ નજર છે. આપણી પ્રાદેશિક અખંડિતતાના રક્ષણ માટે દરેક જરૂરી પગલાં લેવાઈ રહ્યા છે.

યુએસ સ્થિત ખાનગી ઈમેજિંગ કંપની પ્લેનેટ લેબ્સની સેટેલાઇટ તસવીરના આધારે ચીને અરુણાચલ પ્રદેશમાં 101 મકાનો બનાવીને નવું ગામ બનાવ્યું છે એવા અહેવાલ આવ્યા હતા. રીપોર્ટ અનુસાર આ ગામ જે ભારતની વાસ્તવિક સરહદથી આશરે 4.5 કિ.મી. દુર છે. ચીન દ્વારા સ્થાયી થયેલ ગામ તાસ્રી ચૂ નદીના કાંઠે છે. જોકે હવે વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ગામ નિર્માણની બાબત સરહદના નજીકના વિસ્તારોની છે. જે અરુણાચલ પ્રદેશની સીમમાં નથી આવતા.

પ્લેનેટ લેબ્સની બીબી બે તસ્વીરો અનુસાર કહેવામાં આવ્યું હતું કે છેલ્લા 15 મહિનામાં ગામ બનાવવામાં આવ્યું છે. એક તસ્વીર 26 ઓગસ્ટ 2019ની કહેવામાં આવી રહી છે જ્યારે બીજી તસ્વીર 1 નવેમ્બર 2020ની કહેવામાં આવી રહી છે. જેમાં નાના નાના ઘણા બધા મકાન અને રસ્તા નજરમાં આવે છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતની સુરક્ષાને પ્રભાવિત કરવાવાળી દરેક ઘટનાઓ પર સરકારની બાઝ નજર છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">