ઇરાની સરકારનો અજીબ ફતવો: ટીવી કાર્ટૂનમાં મહિલાઓને બુરખો પહેરાવવો ફરજિયાત

ઇરાનનામાં એક અજીબ ફતવો બહાર પડાયો છે. ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામનેઇએ કહ્યું કે કાર્ટૂન એનિમેટેડ ફીચર્સમાં મહિલાઓને હિજાબ પહેરાવીને બતાવવું જોઈએ.

  • tv9 webdesk37
  • Published On - 12:55 PM, 24 Feb 2021
Iranian government's bizarre fatwa - women must wear veils in TV cartoons
પ્રતિકાત્મક તસ્વીર

ઇરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામનેઇએ સોમવારે અજીબ ફતવો બહાર પાડ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કાર્ટૂન એનિમેટેડ ફીચર્સમાં મહિલાઓને હિજાબ પહેરાવીને બતાવવું જોઈએ. તસ્નીમ ન્યુઝ એજન્સીના અહેવાલ અનુસાર ન્યૂઝ એજન્સી દ્વારા પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં કહ્યું કે એનિમેટેડ પાત્રોમાં મહિલાઓને હિજાબ પહેરાવવું આવશ્યક છે.

ખામનેઇએ કહ્યું કે હિજાબ ન પહેરાવવાના પરિણામોને જોતા, એનિમેશનમાં હિજાબ બતાવવું જરૂરી છે. આ ફતવો ઇસ્લામિક કાયદાના મુદ્દાને આધારે જારી કરવામાં આયો છે. જે કાયદેસર રીતે બંધન નથી કરતુ પરંતુ કોઈ માન્યતા પ્રાપ્ત ઉચ્ચ અધિકારીઓ દ્વારા જારી કરવામાં આવે છે.

બીજી તરફ ઈરાનમાં રાજકીય કાર્યકરોએ આ ફતવોની નિંદા કરી છે અને આ ફતવાને ઝેરી ગણાવ્યો છે. તે જ સમયે ઇરાની પત્રકાર અને કાર્યકર માસિહ અલાઈનઝાદે ટ્વિટર પર લખ્યું કે આ મજાક નથી! ઇસ્લામિક રિપબ્લિક ઇરાનના સર્વોચ્ચ નેતાએ જાહેરાત કરી છે કે મહિલાઓએ પણ હિજાબ પહેરવો જોઇએ. અલાઈનઝાદે ફતવાને ઝેરી ગણાવી તેની ટીકા કરી હતી.

બીજી તરફ અદાદમિક અર્શ અજીજીએ પણ સરકારના આ નિર્ણયની ટીકા કરી છે. અજીજી એ કહ્યું કે ગ્રેંટ અયાતુલ્લા ખામનેઇ ઇરાન અને ઈરાની લોકોના રસના મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા નથી. જણાવી દઈએ કે ઈરાનમાં ફિલ્મ ઉદ્યોગમાં સેન્સરશીપની જગ્યાએ કડક કાયદા છે. પુરુષો અને સ્ત્રીઓ વચ્ચેના શારીરિક સંબંધો જેવા દ્રશ્યો દર્શાવવા પર પ્રતિબંધ છે અને તેને અપમાનજનક માનવામાં આવે છે. બધા દ્રશ્યો ઘણીવાર સેન્સર કરવામાં આવે છે.