Panjshir પર તાલિબાનના હુમલાથી ભડક્યું ઈરાન, કડક આલોચના સાથે પાકિસ્તાનને પણ આપ્યો કડક સંદેશ

તાલિબાને અફઘાનિસ્તાનના પંજશીર પ્રાંત પર કબજો મેળવ્યો હોવાનો દાવો કર્યો છે, જે આજ સુધી કોઈ કબજે કરી શક્યું નથી. જે બાદ ઈરાન તરફથી એક નિવેદન બહાર પાડીને આ ઘાટી પર હુમલાની નિંદા કરવામાં આવી છે.

Panjshir પર તાલિબાનના હુમલાથી ભડક્યું ઈરાન, કડક આલોચના સાથે પાકિસ્તાનને પણ આપ્યો કડક સંદેશ
File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2021 | 8:25 PM

ઈરાને (Iran) સોમવારે અફઘાનિસ્તાનની(Afghanistan) પંજશીર ઘાટીમાં તાલિબાન (Taliban) હુમલાની ‘સખત’ નિંદા કરી હતી. જ્યારે તાલિબાને દાવો કર્યો હતો કે તેણે પંજશીર પર કબજો કર્યો છે, તે પછી ઈરાન દ્વારા એક નિવેદન બહાર પાડવામાંઆવ્યું હતું. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા સઈદ ખાતીબઝાદેહે કહ્યું કે, ‘પંજશીરથી આવતા સમાચાર ખરેખર પરેશાન કરનાર છે.

અમે આ હુમલાની સખત નિંદા કરીએ છીએ. ‘શિયા બહુમતી ધરાવતો દેશ ઈરાન કાબુલ કબજે કર્યા પછીથી સુન્ની જૂથ તાલિબાનની નિંદા કરવાનું ટાળ્યું હોય તેવું લાગે છે.

15 ઓગસ્ટના અફઘાનિસ્તાન પર કબજો કર્યાના ત્રણ સપ્તાહ બાદ તાલિબાનના પ્રવક્તાએ પંજશીરમાં જીતનો દાવો કરતા કહ્યું કે, “આપણો દેશ હવે સંપૂર્ણપણે યુદ્ધની દલદલમાંથી બહાર આવી ગયો છે.” બીજી બાજુ, તાલિબાન સામે યુદ્ધની ઘોષણા કરનારાઓ રાષ્ટ્રીય પ્રતિકાર ફ્રન્ટ (NRF) એ તાલિબાનના દાવાને ખોટો ગણાવ્યો છે. NRF એ કહ્યું છે કે તેના લડવૈયાઓ પંજશીર ઘાટીમાં “વ્યૂહાત્મક સ્થળો” પર હાજર છે અને હજુ પણ સંઘર્ષનો સામનો કરી રહ્યા છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

તાલિબાનના સાથી પાકિસ્તાનને સંદેશ ખાતિબઝાદેહે આગળ કહ્યું, ‘પંજશીરના પ્રશ્ન પર મેં એટલે ભાર મૂક્યો છે કે તમામ અફઘાન વડીલોની હાજરીમાં વાતચીત દ્વારા તેનો ઉકેલ લાવવો જોઈએ. તાલિબાને આંતરરાષ્ટ્રીય કાયદા અને તેની પ્રતિબદ્ધતાઓને ધ્યાનમાં લેતા તેની જવાબદારીઓનું સન્માન કરવું જોઈએ. ઈરાન અફઘાનિસ્તાનની બાબતોમાં “તમામ પ્રકારના વિદેશી હસ્તક્ષેપ” ની નિંદા કરે છે.

અફઘાનિસ્તાનમાં પ્રવેશ કરનારાઓનું શું? પ્રવક્તાએ કહ્યું, “અમે અમારા મિત્રો અને અફઘાનિસ્તાનમાં પ્રવેશવાની વ્યૂહાત્મક ભૂલ કરનાર લોકોને જણાવવા માંગીએ છીએ કે અફઘાનિસ્તાન એવો દેશ નથી કે જે તેની ધરતી પર દુશ્મન અથવા આક્રમણ કરનાર હોય.” તમને જણાવી દઈએ કે ઈરાન અફઘાનિસ્તાન સાથે 900 કિમીની સરહદ શેર કરે છે.

તે 1996 થી 2001 સુધી તાલિબાન શાસનને ઓળખતું ન હતું. ઈરાનમાં પહેલેથી જ 35 લાખ અફઘાન રહે છે અને આ દેશને ડર છે કે કદાચ વધુ શરણાર્થીઓ અહીં નહીં આવે. જોકે, તે છેલ્લા મહિનાથી તાલિબાન સાથે સંબંધો બાંધવાનો પ્રયાસ કરી રહ્યો છે.

આ પણ વાંચો : IND vs ENG: ઇંગ્લેન્ડ સામેની સિરીઝમાં 8 માંથી 7 ઇનીંગ રમવામાં નિષ્ફળ રહ્યો અજીંક્ય રહાણે, તેની છેલ્લી 11 ટેસ્ટ પણ રહી બેરંગ!

આ પણ વાંચો : Hair Care Tips : વાળમાં કેરાટિન ટ્રીટમેન્ટ કરાવ્યા બાદ આ વાતોનું ધ્યાન રાખો, વાળ હેલ્ધી ચમકદાર રહેશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">