સમગ્ર દુનિયામાં મોંઘો થઈ શકે છે ગેસ, ઈરાનની આ મોટી ઘટનાથી ચિંતા વધી, જાણો તમામ વિગત

ઈરાની ટેલિવિઝન દ્વારા એક ઑનલાઇન પોસ્ટ તેહરાનમાં કારની લાંબી લાઈનો બતાવે છે. ગેસ સ્ટેશન પર હુમલા બાદ સપ્લાય પર અસર પડી હતી અને લોકોને ગેસ માટે કલાકો સુધી રાહ જોવી પડી હતી.

સમગ્ર દુનિયામાં મોંઘો થઈ શકે છે ગેસ, ઈરાનની આ મોટી ઘટનાથી ચિંતા વધી, જાણો તમામ વિગત
Gas Station
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2021 | 10:20 PM

ઈરાનમાં અનેક ગેસ સ્ટેશનો (Gas Stations) પર સાયબર એટેક થયો છે. ઈરાનની સરકારી ટીવી ચેનલે આ જાણકારી આપી છે. તેહરાનના કેટલાય ગેસ સ્ટેશનો પર સાયબર હુમલાના (Cyber Attack) અહેવાલો પણ છે. ઈરાનની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે પણ આ હુમલાની પુષ્ટિ કરી છે. સાયબર હુમલા બાદ ગેસ સ્ટેશનમાં રહેલી ટેકનિકલ ખામીઓને દૂર કરવા માટે તેલ મંત્રાલયના અધિકારીઓ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી રહ્યા છે. હુમલા બાદ એવી આશંકા છે કે ગેસના ભાવ વધી શકે છે, કારણ કે ઈરાન સમગ્ર વિશ્વમાં ગેસ સપ્લાય કરે છે.

ગેસ સ્ટેશન પર સાયબર હુમલા પાછળ કયા તત્વોનો હાથ છે અને સપ્લાયમાં સમસ્યા છે, તે હજુ સ્પષ્ટ થયું નથી. કોઈ પણ સંગઠને હુમલાની જવાબદારી સ્વીકારી નથી. આ સાયબર હુમલા અથવા હેકિંગને કારણે સમગ્ર ઈરાનમાં ગેસ સ્ટેશનોને ઈંધણ સબસિડીનું સંચાલન કરતી સરકારી સિસ્ટમ બંધ થઈ ગઈ છે. આ ઘટનાને પગલે ગેસનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે.

સાયબર હુમલાની અસર ઈરાની ટેલિવિઝન દ્વારા એક ઑનલાઇન પોસ્ટ તેહરાનમાં કારની લાંબી લાઈનો બતાવે છે. ગેસ સ્ટેશન પર હુમલા બાદ સપ્લાય પર અસર પડી હતી અને લોકોને ગેસ માટે કલાકો સુધી રાહ જોવી પડી હતી. સમાચાર એજન્સી ISNA એ આ હુમલાને સાયબર હુમલો ગણાવ્યો છે. એજન્સીના જણાવ્યા અનુસાર સબસિડી પર ગેસ ખરીદનારાઓને આ હુમલાનો ભોગ બનવું પડે છે. ઈરાનમાં મોટાભાગના લોકો સબસિડીવાળા ગેસ પર આધારિત છે કારણ કે કોવિડ રોગચાળાને કારણે અર્થવ્યવસ્થા ખોરવાઈ ગઈ છે અને લોકોના ખિસ્સા ખાલી છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

ફરી ચર્ચામાં ‘ઈન્દ્ર’નું નામ ગેસ સ્ટેશનો પર સાયબર હુમલાનો કોડ 64411 છે. ઈરાનની રેલરોડ સિસ્ટમ પર જુલાઈમાં થયેલા હુમલામાં આ સમાન સાઈબર કોડ આપવામાં આવ્યો હતો. ઈઝરાયેલની સાયબર સિક્યોરિટી કંપની ચેક પોઈન્ટે ટ્રેન હુમલા પાછળ ઈન્દ્રનું નામ આપનારા હેકર્સના જૂથનું નામ આપ્યું હતું. ઈન્દ્રની ગણતરી હિંદુ દેવતાઓમાં થાય છે. આ જૂથ ભૂતકાળમાં સીરિયાની એક કંપની પર પણ હુમલો કરી ચૂક્યું છે. રાષ્ટ્રપતિ બશર અસદે આ હુમલામાં ઈરાનનો હાથ હોવાનું જણાવ્યું હતું.

ભાવ વધારાની શક્યતા ઈરાનમાં સસ્તો ગેસ મેળવવો એ લોકોનો જન્મસિદ્ધ અધિકાર માનવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં કોવિડ રોગચાળા વચ્ચે, ઈરાનમાં તેલ અને ગેસ પર સબસિડી ચાલુ છે. ઈરાન ક્રૂડ ઓઈલનો સૌથી મોટો ભંડાર ધરાવતો વિશ્વનો ચોથો દેશ છે.

ઈરાન એક એવો દેશ છે જ્યાં ગેસ અને ઓઈલના ભાવમાં નાનો વધારો પણ મોટો હોબાળો મચાવે છે. 2019 માં, ઈરાનના 100 થી વધુ શહેરોમાં વિરોધ પ્રદર્શન થયા હતા, જેને રોકવા માટે પોલીસે ગોળીબાર કરવો પડ્યો હતો. તેમાં ઘણા લોકો માર્યા ગયા હતા. આ સાયબર હુમલા બાદ સવાલો ઉઠી રહ્યા છે કે શું ઈરાની ગેસના ભાવ વધશે?

આ પણ વાંચો : Pakistan : સેના સામે ઝૂક્યા ઈમરાન ખાન ! નદીમ અહેમદ અંજુમ બન્યા ગુપ્તચર એજન્સી ISI ના નવા ચીફ

આ પણ વાંચો : તાલિબાન રાજમાં અફઘાનિસ્તાનની અડધી વસ્તી ભૂખે મરી રહી છે! પરિવારે પૈસા માટે વેચી દીધી નવજાત બાળકીને

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">