ઈરાનમાં મહિલાને જાહેર સ્થળે ગીત ગાવા માટે રોકતા એક વ્યક્તિને લોકોએ આડે હાથ લીધો ! વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ

ઈરાનમાંં એક પુરુષે જાહેર સ્થળે ગીત ગાવા માટે મહિલાને પરેશાન કરી હતી. આ સાથે જ તેણે મહિલાને હરામ કહ્યું હતું. ત્યારબાદ ત્યાં હાજર લોકો ગીત ગાતી મહિલાના બચાવમાં આવ્યા હતા.

ઈરાનમાં મહિલાને જાહેર સ્થળે ગીત ગાવા માટે રોકતા એક વ્યક્તિને લોકોએ આડે હાથ લીધો ! વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
Viral Video

આપણે દરરોજ ઘણા એવા સમાચાર વાંચીએ છીએ જેમાં મહિલાઓને રોક-ટોક કરવામાં આવતી હોય. મહિલાઓ પર રોકટોકના સમાચાર હવે સામાન્ય બની ગયા છે. ઇરાનથી પણ આવો જ એક કિસ્સો હાલમાં સામે આવ્યો છે.

અહીં રહેતી વ્યક્તિએ મહિલાને માત્ર એટલા માટે પરેશાન કરવામાં આવી હતી કે તે જાહેર સ્થળે ગીત ગાતી હતી. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં મહિલા હાથમાં ગિટાર સાથે ગીત ગાતી જોઈ શકાય છે. જ્યારે આ વ્યક્તિ મહિલાને ગીત ગાતા અટકાવે છે, ત્યારે ત્યાં હાજર લોકો આ વ્યક્તિનો ક્લાસ લે છે.

આ વીડિયો ઈરાની પત્રકાર મસીહા અલીનેજાદે સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. જેમાં લોકોનું ટોળું મહિલાના બચાવમાં બોલતું જોવા મળે છે. સ્થળ પર હાજર એક માણસ સાર્વજનિક જગ્યા પર ગીત ગાવાને કારણે મહિલાને પરેશાન કરતો હતો. વીડિયો શેર કરતી વખતે પત્રકારે લખ્યું, મૌખિક રીતે આ વિવાદ ઈરાનમાં થયો છે.

પોલીસ એજન્ટે ગીત ગાવા બદલ મહિલાને પરેશાન કરી હતી. તેમને કહ્યું કે ગીતો ગાવા મહિલાઓ માટે પાપ છે. તેમ છતાં સામાન્ય ઈરાનીઓ મહિલાની સુરક્ષા માટે એક થયા અને તેને ગાવાનું ચાલુ રાખવા કહ્યું. તાલિબાને ગીત પર પણ પ્રતિબંધ મુક્યો છે.

મહિલાઓનું ગીત ગાવું પાપ
વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે એક મહિલા શેરીમાં બેસીને ગીત ગાઈ રહી છે, ત્યારે જ એક પુરુષ ત્યાં આવે છે અને તેને રોકે છે. પછી બીજી સ્ત્રી આવે છે અને પુરુષને પૂછે છે કે મહિલાઓ માટે જાહેર સ્થળોએ ગાવાની કેમ મનાઈ છે ? આ વ્યક્તિએ જવાબ આપ્યો, જાહેર સ્થળે ગીત ગાવું એ સ્ત્રી માટે હરામ છે. ગીત ગાઓ પરંતુ જાહેરમાં નહીં.

આ પછી સ્થળ પર ભીડ ભેગી થાય છે. લોકો તે વ્યક્તિને કહે છે કે દેશમાં લૂંટ અને ઉચાપત સહિત ઘણી સમસ્યાઓ છે તેના પર ધ્યાન આપો. પછી લોકો મહિલાને ગીત ગાવાનું ચાલુ રાખવા કહેવાનું શરૂ કરે છે.

તાલિબાને સંગીત પર પ્રતિબંધ મૂક્યો છે
તાલિબાને તાજેતરમાં અફઘાનિસ્તાનના કંદહારમાં સંગીત અને રેડિયો અને ટેલિવિઝન પર મહિલાઓના અવાજો પર પ્રતિબંધ મૂક્યો હતો. 15 ઓગસ્ટના રોજ દેશ કબજે કર્યા પછી ઘણી મીડિયા કંપનીઓએ મહિલા એન્કરને પણ કાઢી મૂક્યા હતા. સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે કાબુલમાં મોટી સંખ્યામાં મહિલાઓને પણ કહેવામાં આવ્યું છે કે તેઓ કામ પર પાછા આવી શકે છે. પરંતુ તેમના માટે મેહરામની શરત રાખવામાં આવી છે. એટલે કે, તે માત્ર પુરુષ સાથી સાથે જ ઘરની બહાર નીકળી શકે છે.

 

આ પણ વાંચો :Maharashtra : રાજ્યમાં શાળાઓ, મંદિરો, થિયેટરો ખોલવાની મંજુરી આપ્યા બાદ, હવે મુંબઈગરોની ઈચ્છા પૂરી થશે ?

આ પણ વાંચો :Daughters Day : પાકિસ્તાનની બોલતી બંધ કરનાર સ્નેહા દુબે પર દરેક ભારતીયોને ગર્વ ! જાણો ભારતની આ બહાદુર દિકરી વિશે

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati