જાસૂસીના આરોપમાં બ્રિટનના વાણિજ્ય રાજદ્વારીની ઈરાને કરી ધરપકડ, ડ્રોનનો વીડિયો જાહેર કરી આપ્યા પુરાવા

ઈરાને વીડિયો ફૂટેજ જાહેર કરીને દાવો કર્યો હતો કે ગાઈલ્સ વ્હીટેકર તે સ્થળની નજીક દેખાયો હતો જ્યાં ઈરાની સૈન્ય મિસાઈલ કવાયત કરી રહી હતી. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ડેપ્યુટી એમ્બેસેડરે આ માટે માફી માંગી છે અને તેમને હાંકી કાઢવામાં આવ્યા છે.

જાસૂસીના આરોપમાં બ્રિટનના વાણિજ્ય રાજદ્વારીની ઈરાને કરી ધરપકડ, ડ્રોનનો વીડિયો જાહેર કરી આપ્યા પુરાવા
British deputy ambassador to Iran arrested on espionage charges
Image Credit source: Video Grab
TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

Jul 07, 2022 | 9:38 AM

ઈરાન (Iran) અને બ્રિટન (Britain) વચ્ચે તણાવ વધી ગયો છે કારણ કે ઈરાન સ્થિત બ્રિટિશ ડેપ્યુટી એમ્બેસેડર (British Deputy Ambassador) ગાઈલ્સ વ્હીટેકર અને ઑસ્ટ્રિયન દૂતાવાસના પ્રતિનિધિની પત્ની સહિત અન્ય અનેકની જાસૂસીના (Espionage) આરોપસર ઈરાને ધરપકડ કરી છે. આ લોકોની ધરપકડની જાણકારી સ્થાનિક મીડિયાને આપવામાં આવી હતી. આ ધરપકડ અંગે ઈરાન દ્વારા પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા છે કે તેઓ જાસૂસીના કામમાં વ્યસ્ત હતા.

જેરુસલેમ પોસ્ટના અહેવાલ અનુસાર, આ રાજદ્વારીઓની જાસૂસી અને ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ (IRGC) દ્વારા મિસાઇલ કવાયત દરમિયાન પ્રતિબંધિત વિસ્તારમાંથી માટીના નમૂના લેવાના આરોપસર અટકાયત કરવામાં આવી છે.

વીડિયો ફૂટેજ જાહેર કર્યા

ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સે વિડિયો ફૂટેજ જાહેર કર્યો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઈરાની સૈન્ય જ્યાં મિસાઈલ કવાયત કરી રહી હતી તે સ્થળની નજીક જાઈલ્સ વ્હીટેકરને જોવામાં આવ્યો હતો. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ડેપ્યુટી એમ્બેસેડરે આ માટે માફી માંગી છે અને તેમને હાંકી કાઢવામાં આવ્યા છે.

ધ જેરુસલેમ પોસ્ટ અનુસાર, IRGC દ્વારા અટકાયત કરાયેલ શંકાસ્પદ પૈકીનો એક યુનિવર્સિટી સાથે વૈજ્ઞાનિક વિનિમયના ભાગરૂપે ઈરાનમાં પ્રવેશ્યો હતો. આઈઆરજીસીએ એવો પણ દાવો કર્યો હતો કે શંકાસ્પદ વ્યક્તિએ કેટલાક પ્રતિબંધિત વિસ્તારોમાંથી માટીના નમૂના લીધા હતા.

પરમાણુ કરારની વાટાઘાટો

તેમણે એવો પણ દાવો કર્યો હતો કે રાજદ્વારીઓનો ઉપયોગ ઘણી વખત લશ્કરી સ્થળો શોધવા અને લશ્કરી સાધનો અને યુદ્ધસામગ્રીને ઓળખવા માટે કરવામાં આવે છે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રાજદ્વારીઓનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (IAEA) સાથે ઈરાનની ફાઇલના “મિલિટરી પાસાઓ” સંબંધિત નવો કેસ બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે.

ઈરાનમાં આ ઉચ્ચ સ્તરીય ધરપકડ એવા સમયે થઈ છે જ્યારે ઈરાન અને વિશ્વના શક્તિશાળી દેશો વચ્ચે JCPOA પરમાણુ કરારમાં પાછા ફરવાના પ્રયાસો હજુ પણ અટકી રહ્યા છે. ઈરાને જુલાઈ 2015 માં વૈશ્વિક સત્તાઓ સાથે JCPOA પર હસ્તાક્ષર કર્યા હતા, જે દેશ પરના પ્રતિબંધો હટાવવાના બદલામાં તેના પરમાણુ કાર્યક્રમને રોકવા માટે સંમત થયા હતા.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati