આંતરાષ્ટ્રીય દબાવ અને ભારતની નિંદાની જોવા મળી અસર, પાકિસ્તાને હિન્દૂ સમુદાયને પુનઃ નિર્માણ કરીને સોંપ્યું મંદિર

લાહોરથી 590 કિલોમીટર દૂર પ્રાંતના રહીમ યાર ખાન જિલ્લાના ભોંગ શહેરમાં બુધવારે ટોળા દ્વારા ગણેશ મંદિર પર હુમલો કરવામાં આવ્યો હતો.

આંતરાષ્ટ્રીય દબાવ અને ભારતની નિંદાની જોવા મળી અસર, પાકિસ્તાને હિન્દૂ સમુદાયને પુનઃ નિર્માણ કરીને સોંપ્યું મંદિર
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી.

આંતરરાષ્ટ્રીય ટીકા બાદ પાકિસ્તાનની ઇમરાન ખાન(Imran Khan) સરકારે આખરે પંજાબ પ્રાંતમાં ક્ષતિગ્રસ્ત મંદિરનું નિર્માણ કર્યું છે આ બાદ આ મંદિર હિન્દુ સમુદાયને સોંપ્યું છે. પાકિસ્તાન સરકારે સોમવારે કહ્યું હતું કે તેણે ગત સપ્તાહે ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયેલા મંદિરને સમારકામ બાદ હિંદુ સમુદાયને સોંપ્યું છે. આ હુમલામાં સંડોવાયેલા કુલ 90 શકમંદોની પણ ધરપકડ કરવામાં આવી છે.

લાહોરથી લગભગ 590 કિલોમીટર દૂર પ્રાંતના રહીમ યાર ખાન જિલ્લાના ભોંગ શહેરમાં બુધવારે ટોળાએ ગણેશ મંદિર પર હુમલો કર્યો હતો. સ્થાનિક મદરેસામાં કથિત રીતે પેશાબ કરવા બદલ ધરપકડ કરાયેલા આઠ વર્ષના હિન્દુ છોકરાની કોર્ટ દ્વારા મુક્તિના વિરોધમાં ટોળાએ મંદિર પર હુમલો કર્યો હતો. ગુસ્સે ભરાયેલા ટોળાએ મંદિરની બહાર તૈનાત પોલીસકર્મીઓ પર હથિયારો, લાકડીઓ વડે હુમલો કર્યો હતો. તેમજ મંદિરમાં તોડફોડ કરી અને તેનો એક ભાગ સળગાવી દીધો.

પૂજા માટે મંદિર પૂજા તૈયાર કરવામાં આવ્યું છે
મંદિરને અપવિત્ર કરતા હુમલાખોરોએ મૂર્તિઓ, દિવાલો, દરવાજા અને ઇલેક્ટ્રિકલ ફિટિંગ્સને નુકસાન પહોંચાડ્યું હતું. રહીમ યાર ખાનના જિલ્લા પોલીસ અધિકારી અસદ સરફરાઝે સોમવારે જણાવ્યું હતું કે, સરકારે મંદિરનું પુનઃ નિર્માણ કરીને સ્થાનિક હિન્દુ સમુદાયને સોંપ્યું છે. તેમણે કહ્યું કે આ મંદિર હવે પૂજા માટે તૈયાર છે.

મંદિર હુમલામાં અત્યાર સુધીમાં કેટલા શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે? આ સવાલ પર સરફરાઝે કહ્યું કે, વીડિયો ફૂટેજની મદદથી અત્યાર સુધીમાં કુલ 90 શકમંદોની ધરપકડ કરવામાં આવી છે અને તેમને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.

આતંકવાદ હેઠળ 150 થી વધુ લોકો સામે કેસ નોંધાયો 
અધિકારીએ જણાવ્યું કે, મુખ્ય શકમંદોની પણ ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે. અન્ય એક અધિકારીએ જણાવ્યું કે સરકારે હૈદરાબાદના મજૂરોને મંદિર માટે મૂર્તિઓ બનાવવા માટે રોક્યા છે. આ પહેલા પોલીસે 50 શકમંદોની ધરપકડ કરી હતી.

પંજાબના મુખ્યમંત્રી ઉસ્માન બુઝદારે મંદિર પરના હુમલાને ‘શરમજનક હુમલો’ ગણાવ્યો હતો. આતંકવાદ અને પાકિસ્તાન દંડ સંહિતાની અન્ય કલમો હેઠળ મંદિર પર હુમલામાં સામેલ 150 થી વધુ લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે.

આ પણ વાંચો : Sugar Mill: ખાંડ મિલો માસિક ખાંડના ક્વોટા કરતાં વધુ નિકાસ કરી શકે છે તે માટે લેવામાં આવશે આ પગલાં


આ પણ વાંચો : Myths: કાચ અથવા તો અરીસો તૂટવો અશુભ કે શુભ છે, જાણો ધાર્મિક અને વૈજ્ઞાનિક માન્યતાઓ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati