જ્વાળામુખી વિસ્ફોટ થવાનો અદ્ભૂત નજારો કેમેરામાં થયો કેદ, રાખથી ઢંકાયેલું આકાશ જોઈને લોકોમાં ફફડાટ ! જુઓ PHOTOS

ઈન્ડોનેશિયાના પૂર્વ જાવા પ્રાંતના લુમાજાંગ જિલ્લામાં સ્થિત માઉન્ટ સેમેરુમાં આ વિસ્ફોટ થયો. જેના કારણે આસપાસના ઘણા ગામો પ્રભાવિત થયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 05, 2021 | 9:34 AM
ઇન્ડોનેશિયાના સૌથી ગીચ વસ્તીવાળા ટાપુ જાવામાં શનિવારે એક જ્વાળામુખી વિસ્ફોટ થયો હતો, જેના કારણે સમગ્ર આકાશ રાખથી ઢંકાયેલુ જોવા મળ્યુ. વિસ્ફોટને કારણે આસપાસ રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

1 / 5
પૂર્વ જાવા પ્રાંતના લુમાજાંગ જિલ્લામાં સ્થિત માઉન્ટ સેમેરુમાં થયેલા વિસ્ફોટથી આસપાસના ગામો પણ પ્રભાવિત થયા હતા.

2 / 5

લુમાજાંગ જિલ્લાના વડા થોરીકુલ હકે જણાવ્યું હતું કે, જ્વાળામુખી ફાટવાની સાથે ગાજવીજ અને વરસાદ પણ થયો હતો. આ વિસ્ફોટમાં પ્રોનોજીવો અને કેન્ડીપુરોને જોડતો એક પુલ વહેતા લાવા અને ધુમાડાના કાટમાળને કારણે નાશ પામ્યો છે.

3 / 5

થોરીકુલ હકે વધુમાં કહ્યું કે, "આ વિસ્ફોટને કારણે ઘણા ગામો પર રાખની ચાદર ઢંકાઈ ગઈ હોય તેવુ લાગી રહ્યુ હતુ. આ ઘટનાને કારણે કેટલાક લોકોને અન્ય સલામત વિસ્તારોમાં ખસેડવામાં આવ્યા છે.

4 / 5

ઉલ્લેખનીય છે કે,  3,676 મીટર ઉંચા સેમેરુ માઉન્ટેન પર જાન્યુઆરી મહિનામાં પણ જ્વાળામુખી વિસ્ફોટ થયો હતો, જો કે સદનસીબે તેમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. તમને જણાવી દઈએ કે, ઇન્ડોનેશિયા ભૂકંપ અને જ્વાળામુખીની પ્રવૃત્તિથી સૌથી વધુ અસરગ્રસ્ત છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">