Space Travel : અંતરિક્ષમાં પહોચશે ભારતનું ગૌરવ, જાણો, ઉદ્યોગપતિ રિચર્ડ બ્રેનસન સાથે અંતરિક્ષમાં જનારી સિરિશા બાંદલા છે કોણ ?

Sirisha Bandla : ભારતીય મૂળની સિરિશા બાંદલા (Sirisha Bandla) 11 જુલાઈના રોજ ન્યૂ મેક્સિકોથી અંતરિક્ષ માટે ઉડાન ભરશે. સિરિશા (Sirisha) વિશ્વની અંતરિક્ષ યાત્રા કરનારી ચોથી ભારતીય છે.આ યાત્રા પર જનારા 6 લોકોમાંથી 2 મહિલાઓ પણ સામેલ છે,

Space Travel : અંતરિક્ષમાં પહોચશે ભારતનું ગૌરવ, જાણો, ઉદ્યોગપતિ રિચર્ડ બ્રેનસન સાથે અંતરિક્ષમાં જનારી સિરિશા બાંદલા છે કોણ ?
Sirisha Bandla Space Travel India's pride will fly in space India's Sirisha, find out who Sirisha Bandla is
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2021 | 2:05 PM

Sirisha Bandla Space Travel: અમેરિકી અંતરિક્ષયાન કંપની વર્જિન ગૈલેક્ટિક (Virgin Galactic)ના રિચર્ડ બ્રેનસન (Richard Branson) સહિત 6 લોકો અંતરિક્ષની યાત્રા (Space travel) કરવા જશે. આ 6 લોકોમાં ભારતીય મૂળની સિરિશા બાંદલા (Sirisha Bandla)નું નામ પણ સામેલ છે. તેઓ આ ઉડાન 11 જુલાઈના રોજ ન્યૂ મેક્સિકોથી ભરશે. સિરિશાનું કામ રિસર્ચ સાથે સંબંધિત રહેશે. આ યાત્રા પર જનારા 6 લોકોમાંથી 2 મહિલાઓ પણ સામેલ છે, સિરિશા (Sirisha)સિવાય અન્ય એક મહિલા બેશ મોસિસ પણ સામેલ છે.

કલ્પના ચાવલા (Kalpana Chawla)અને સુનીતા વિલિયમ્સ (Sunita Williams)આ બે નામથી દરેક લોકો જાણીતા છે. અંતરિક્ષની સફર (Space travel) ખેડનારી આ બંન્ને ભારતીય મહિલાઓએ અંતરિક્ષ ક્ષેત્ર પોતાનું નામ બનાવી આજે પણ સૌ કોઈને યાદ છે. ત્યારે હવે આ શ્રેણીમાં વધુ એક ભારતમાં જન્મેલી મૂળ ભારતીય મહિલા અંતરિક્ષ મુસાફરી કરવા જઈ રહી છે. સિરિશા (Sirisha) વિશ્વની અંતરિક્ષ યાત્રા કરનારી ચોથી ભારતીય છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

34 વર્ષની સિરિશા એક એરોનૉટિકલ એન્જિયર છે તેમણે ઈન્ડિયાના પર્ડયૂ યુનિવર્સિટી (Purdue University)માંથી ગ્રેજ્યુશન કર્યું છે. કલ્પના ચાવલા (Kalpana Chawla) બાદ સિરિશા ભારતમાં જન્મેલી બીજી મહિલા છે જે અંતરિક્ષમાં જશે. જ્યારે તે અંતરિક્ષમાં જનારી ચોથી ભારતીય મહિલા છે. સિરિશા (Sirisha)એ એક વીડિયો ટ્વિટ કરી કહ્યું કે, મને યૂનિટી 22 ક્રૂ અને કંપનીનો ભાગ બનવાથી હું ગર્વ અનુભવુ છું. જેનું મિશન તમામ લોકો માટે અંતરિક્ષને સરળ બનાવવાનું છે.

કોણ છે સિરિશા બાંદલા

  • સિરિશા આંધ્ર પ્રદેશના ગુંટૂરની રહેવાસી છે
  • તેમણે પર્ડયૂ યુનિવર્સિટીમાંથી એરોનોટિકલ / એસ્ટ્રોનોટિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએટ કર્યુ
  • જૉર્જટાઉન યુનિવર્સિટીમાંથી MBAની ડિગ્રી મેળવી છે
  • સિરિશા હાલમાં વર્જિન ઑર્બિટનની વૉશિંગ્ટન ઓપરેશન્સ સંભાળી રહી છે
  • સિરિશા તેલુગૂ એસોશિએશન ઑફ નૉર્થ અમેરિકા (TANA) સાથે જોડાયેલી છે,જે અમેરિકાનું સૌથી જૂનું અને મોટું ઈન્ડો-અમેરિકન સંગઠન છે.
  • થોડા વર્ષો પહેલા TANA એ સિરિશાને યુથ સ્ટાર અવોર્ડની નવાજી હતી
  • તેમજ યંગ પ્રોફેશનલ એડવાઈઝરી કાઉન્સિલની સભ્ય પણ છે

આંધ્ર પ્રદેશમાં થયો જન્મ

રિપોર્ટ અનુસાર સિરિશા (Sirisha) બાંદલાનો જન્મ ભારતના આંધ્ર પ્રદેશના ગુંટૂર જિલ્લામાં થયો છે અને તેમનો ઉછેર ટેક્સાસના હ્યૂસટનમાં થયો છે. તેમના દાદા બાંદલા રગહિયા એક કૃષિ વૈજ્ઞાનિક છે.  પૌત્રીની આ સફળતા પર તેમના દાદાએ કહ્યું કે, મે હંમેશા તેમને કાંઈક મોટી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવાનો ઉત્સાહ જોયો છે અને અંતે તે તેમનું સપનું પૂર્ણ કરવા જઈ રહી છે. મને વિશ્વાસ છે કે, તે આ મિશનમાં સફળતા મેળવશે અને સમગ્ર દેશને ગર્વ મહેસુસ કરાવશે. સિરિશાના પિતા ડૉક્ટર મુરલીધર એક વૈજ્ઞાનિક (scientist) અને અમેરિકી સરકારમાં સીનિયર એક્ઝિક્યુટિવ સર્વિસેજના સભ્ય છે.

બધા ક્રૂ મેમ્બર કંપનીના કર્મચારી

રિચર્ડ બ્રેનસને ગુરુવારના રોજ જાહેરાત કરતા જણાવ્યું કે, તેમની આગામી અંતરિક્ષ ઉડાન 11 જુલાઈના રોજ છે. જેમાં કુલ 6 સભ્યો ભાગ લેશે. તેમનું અંતરિક્ષયાન ન્યુમેક્સિકોથી ઉડાન ભરશે. ક્રુ ના બધા જ સભ્ય કંપનીના કર્મચારી છે. તે અંતરિક્ષ સુધી જનારી વર્ઝિન ગૈલેક્ટિકની ચૌથી ઉડાન છે. બ્રેનસનની જાહેરાતથી કેટલાક કલાક પહેલા જેફ બેઝોસે પણ અંતરિક્ષ યાત્રાને લઈ મહત્વની જાહેરાત કરી હતી. તે 20 જુલાઈના રોજ અંતરિક્ષમાં જશે. તેમની સાથે એરસ્પેસ જગતની એક મહિલા પણ સામેલ થશે. જેમની આ યાત્રા માટે 60 વર્ષ સુધી રાહ જોઈ હતી.

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">