દેશનાં નંબર 1 દુશ્મન ચીનને ભારતની ચેતવણી, LAC પર M-777 તોપો ગોઠવી, 40 કિમી સુધી કરી શકે છે પ્રહાર

સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર થોડા દિવસ પહેલા અમેરિકાનો એક રિપોર્ટ સામે આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે ચીન LAC પાસે એક બંદોબસ્ત સ્થાપી રહ્યું છે. જેથી ભારતીય સેના પણ ચીન પર ઝીણવટભરી નજર રાખી રહ્યુ છે.

દેશનાં નંબર 1 દુશ્મન ચીનને ભારતની ચેતવણી, LAC પર M-777 તોપો ગોઠવી, 40 કિમી સુધી કરી શકે છે પ્રહાર
Deployed M-777 artillery on LAC

ચીન(China)ને અનેક વાર ચેતવણી આપવા છતા ચીન(China)સુધરવાનું નામ નથી લઇ રહ્યુ. ભારત-ચીન સરહદ(Border) પર હજુ પણ ચીન હજુ પણ પોતાની હલચલ બનાવી રહ્યુ હોવાની સુત્રો પાસેથી માહિતી મળી છે.જેથી સેના પર્વતીય વિસ્તારોમાં વધુ M-777 હોવિત્ઝર ગન તૈનાત કરી રહ્યુ છે.

ચીન LAC પર મુકી રહ્યુ છે બંદોબસ્તઃસૂત્ર એક મહિના પહેલા સેનાએ આ સુપર પાવર્ડ બંદૂકો લદ્દાખ અને LAC પાસે તૈનાત કરી હતી. સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર થોડા દિવસ પહેલા અમેરિકાનો એક રિપોર્ટ સામે આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે ચીન LAC પાસે એક બંદોબસ્ત સ્થાપી રહ્યું છે. CDS બિપિન રાવતે પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે દેશનો સૌથી મોટો દુશ્મન ચીન છે.

ભારતે પણ બનાવી રણનીતિ ચીનની હરકતો જોતા હવે ભારતીય સેના પોતાની રણનીતિમાં બદલાવ લાવી રહ્યુ છે. સેના હવે પૂર્વી લદ્દાખ અને ઉત્તરાખંડ બાદ અરુણાચલ પ્રદેશની સરહદ પર બેરિકેડિંગ કરી રહી છે. ચીન તરફથી ચાલતી હલચલને ધ્યાનમાં રાખીને ભારતે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) નજીકના પર્વતો પર અત્યાધુનિક L70 એન્ટી એરક્રાફ્ટ ગન તૈનાત કરી છે. હવે આ પહાડો પર સુપર પાવરથી સજ્જ M-777 હોવિત્ઝર ગનની તૈનાતી વધી શકે છે.

શું છે M-777 હોવિત્ઝર તોપની ખાસિયત? ભારતીય સેના M-777 હોવિત્ઝર ગનથી ચીનને મજબૂત સંદેશ આપવા માંગે છે જે 40 કિમીના અંતર સુધી પ્રહાર કરી શકે છે. હોવિત્ઝરને જરૂરિયાતના આધારે સરળતાથી એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં ખસેડી શકાય છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડના સભ્ય લેફ્ટનન્ટ જનરલ એસએલ નરસિમ્હને (નિવૃત્ત) કહ્યું કે, ”બાકીના M-777ને સામેલ કરવાથી ચોક્કસપણે સેનાની તાકાતમાં વધારો થશે.”

ભારતીય સેના પહેલેથી સજ્જ ચીનની હરકતો અંગે ભારત પહેલાથી જાણકાર છે. જેથી સરહદ પાર ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ની ગતિવિધિઓને જોતા ત્રણ મહિના પહેલા જ ભારતીય સેનાએ L-70 એન્ટી એરક્રાફ્ટ ગન્સ તૈનાત કરી દીધી હતી. પૂર્વ સેક્ટરમાં બોફોર્સ તોપોની તૈનાતી પણ પૂર્ણ થઈ ગઈ છે. આ સાથે ભારત હવે ચીનના કોઈપણ હુમલાનો જડબાતોડ જવાબ આપવા સક્ષમ બન્યું છે. સૈન્યની તૈનાતી વધારવા માટે રસ્તાઓ, પુલો અને સુરંગોનું પણ સમારકામ કરવામાં આવી રહ્યું છે અને તૈયારી કરવામાં આવી રહી છે.

દરેક પરિસ્થિતિને પહોંચી વળવા સેનાને તાલીમ સૈનિકોને પહાડી વિસ્તારોની જરૂરિયાતો અનુસાર તાલીમ આપીને તૈયાર કરવામાં આવી રહી છે. સૈનિકો નીચા તાપમાન અને ઓછા ઓક્સિજન વચ્ચે કેવી રીતે ટકી રહેવું અને ઊંચાઈવાળા સ્થળોએ કેવી રીતે લડવું તેની નિયમિત તાલીમ લઈ રહ્યા છે. કેવી રીતે દુશ્મનના હુમલાથી સેના આગળ વધી શકે તે અંગે પણ શીખવવામાં આવી રહ્યુ છે.

આ પણ વાંચોઃ રેઈનકોટ પહેરવો કે સ્વેટર પહેરવુ તેને લઈ અવઢવ, 7 રાજ્યમાં ભારે વરસાદની આગાહીને લઈ એલર્ટ

આ પણ વાંચોઃ મુખ્યમંત્રીનો 3 મહાનગરોના વિકાસ કામો માટે મહત્વપૂર્ણ નિર્ણય, રાજકોટ-સુરત-ગાંધીનગર માટે કરોડો રૂપિયાની ફાળવણી

  • Follow us on Facebook

Published On - 4:32 pm, Mon, 15 November 21

Click on your DTH Provider to Add TV9 Gujarati