કોરોના વેક્સિનની કુટનીતિમાં ભારતની ચીનને ધોબીપછાડ, વિશ્વભરમાં આ રીતે ભારતનો વાગ્યો ડંકો

કોરોના રસીની કુટનીતિમાં ભારત ચીનને સતત પાછળ પાડી રહ્યું છે. ત્યારે ભારતીય વેક્સિનની માંગ વિશ્વભરમાં વધી રહી છે.

કોરોના વેક્સિનની કુટનીતિમાં ભારતની ચીનને ધોબીપછાડ, વિશ્વભરમાં આ રીતે ભારતનો વાગ્યો ડંકો
ઇન્ડિયા-ચાઈના
Gautam Prajapati

| Edited By: Pinak Shukla

Jan 29, 2021 | 12:46 PM

કોરોના રસીની કુટનીતિમાં ભારત ચીનને સતત પાછળ પાડી રહ્યું છે. ભારતીય વેક્સિનની માંગ વિશ્વભરમાં વધી રહી છે. વિશ્વભરમાં ભારતીય વેક્સિનની ક્ષમતા ચીન કરતા વધુ અસરકારક માનવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન અને રેમડેસિવીના સપ્લાય દરમિયાન ભારતના વિશ્વસનીય ટ્રેક રેકોર્ડને જોઇને દેશો ભારતીય વેક્સિન તરફ આકર્ષાયા છે. ઉપરાંત વિશ્વના દેશો રસીના સફળતાના દર અંગે પણ ભારત પર વિશ્વાસ ધરાવે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય રસીની માંગ વધી રહી છે. કેટલાક દેશોને રસી ઉપલબ્ધ કરાવ્યા બાદ હવે વ્યવસાયિક સ્તરે પણ માંગ વધી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સાર્ક દેશો ઉપરાંત બિમસ્ટેકના સભ્યો અને આફ્રિકન તેમજ યુરોપિયન દેશો, ઉપરાંત મધ્ય અને પૂર્વ એશિયાના દેશો ભારત તરફ વેક્સિન લેવાની દોડમાં છે. સરકારથી સરકાર તેમજ દૈરેક્ત કંપનીઓને ઓર્ડર આપવામાં આવી રહ્યો છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ સિવાય ભારત બાયોટેક રસીની પણ વિશ્વના વિવિધ દેશોમાં માંગ વધી રહી છે.

વેક્સિન ઉત્પાદનમાં ભારત અને અમેરિકા આગળ અમેરિકા અને ભારતમાં કોરોના રસીની ઉત્પાદન ક્ષમતામાં આગળ ચાલી રહ્યા છે. ડેટા વિશ્લેષણ કંપની એરફિનિટીના જણાવ્યા અનુસાર યુએસ 2021માં 4.7 અબજ કોરોના રસીનું ઉત્પાદન કરશે. તેમજ ડાઈચીવેલેના ડેટા અનુસાર ભારત 2021 સુધીમાં 3.13 અબજ વેક્સિનના ડોઝનું ઉત્પાદન કરશે. ત્યાર બાદ ચીન (1.90 અબજ), બ્રિટન (0.95 અબજ), જર્મની (0.50 અબજ) અને દક્ષિણ કોરિયા (0.35 અબજ) માં રસી બનાવવા સક્ષમ છે. ત્યારે ભારતની કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ વિશ્વની સૌથી મોટી કોરોના રસી ઉત્પાદક કંપની સાબિત થઇ છે. સીરમ દર વર્ષે 1.4 અબજ ડોઝ રસી ઉત્પાદન કરે છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati