યુએઈમાં ભારતીય કિશોરીએ 25 ટન E-WASTEને કર્યો RECYCLE, 15 સ્કૂલના બાળકોને પણ જોડયા

એક બાજુ હાલ સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. તો પર્યાવરણ બચાવો ( SAVE ENVIRONMENTAL) અભિયાન પણ ચાલી રહ્યું છે. હાલ યુએઇ(UAE)માં રહેતી અને મૂળ ભારતીય બાળકી પર્યાવરણને લઈને એક અભિયાન ચલાવી રહી છે.

યુએઈમાં ભારતીય કિશોરીએ 25 ટન E-WASTEને કર્યો RECYCLE, 15 સ્કૂલના બાળકોને પણ જોડયા
મૂળ ભારતીય કિશોરીએ 25 ટન ઈ વેસ્ટને રીસાયકલ કર્યો

એક બાજુ હાલ સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. તો પર્યાવરણ બચાવો ( SAVE ENVIRONMENTAL) અભિયાન પણ ચાલી રહ્યું છે. હાલ યુએઇ(UAE)માં રહેતી અને મૂળ ભારતીય કિશોરી પર્યાવરણને લઈને એક અભિયાન ચલાવી રહી છે.

સંયુક્ત અરબ અમીરાત (યુએઇ)માં રહેતી એક 15 વર્ષની કિશોરી પર્યાવરણ સંરક્ષણ (ENVIRONMENTAL PROTECTION)
માટે એક અભિયાન ચલાવી રહી છે. મૂળ ભારતીય અને હાલ દુબઈમાં રહેનારી આ બાળકી હાલમાં એ માટે ચર્ચામાં છે કારણકે છેલ્લા 4 વર્ષથી વધુ સમયથી તે લગભગ 25 ટન ઇલેક્ટ્રોનિક કચરાને (E-WASTE) રિસાઈકલ કરવામાં યોગદાન આપી ચૂકી છે. આ બાળકીનું નામ રીવા ટૂલપુલે (RIVA TULPULE ) છે. રીવા ‘વીકેયર ડીએકસબી’ના નામથી અભિયાન ચલાવે છે.

પર્યાવરણ સંરક્ષણ લઈને અભિયાન ચલાવનાર રીવા સાથે 15 સ્કૂલોના 60 બાળકો પણ જોડાઈ ચૂક્યા છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, થોડા વર્ષ પહેલા રીવાનો પરિવાર ઘર બદલી રહ્યો હતો. તે સમયએ સામાન શિફટિંગ દરમિયાન તેની માતાને પૂછ્યું હતું કે, આપણે જે વસ્તુની જરૂરિયાત નથી હોતી તેને આવી રીતે ફેંકી દેવામાં આવે ? ત્યારે તેને જણાવ્યું હતું કે, અનાવશ્યક સામાનને સારી રીતે હટાવવાની જરૂરત છે. પરંતુ તે સમયએ મને આ વિષે કોઈ જાણકારી ના હતી.

રીવાએ ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાની મદદથી કેટલીક માહિતી લીધી. તે પછી જ ઇલેક્ટ્રોનિક કચરો એક મોટી સમસ્યા હતી. તેને રિસાયકલ કરી શકાય છે. પરંતુ તે ઓછા લોકો કરવા માંગે છે. તો રેવાએ તેના કેટલાક મિત્રોની મદદથી આ દિશામાં કામ કરવાનું નક્કી કર્યું. ધીરે ધીરે એક ગ્રુપ બનાવવામાં આવ્યું અને આજે રીવા આ દિશામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati