ICJમાં પાકિસ્તાનની આબરૂના ધજાગરા ઉડાવતું ભારત, ‘પાકિસ્તાનની જે સૈન્ય અદાલતે કુલભૂષણ જાધવને મોતની સજા સંભળાવી, તેના જજો પાસે LAWની ડિગ્રી પણ નથી હોતી’!

ભારતે આંતરરાષ્ટ્રીય નિયમો વિરુદ્ધ નાગરિકો સામે ખટલાની સુનાવણી માટે પાકિસ્તાની સૈન્ય અદાલતોની અપારદર્શક કાર્યવાહીના ધજાગરા ઉડાવી દીધા છે. TV9 Gujarati   Web Stories View more 7 tricks : ચાર્જર થઈ ગયું છે કાળુ? આ ટિપ્સ ફોલો કરીને પહેલા જેવું જ કરો સફેદ આજનું રાશિફળ તારીખ : 16-10-2024 વિરાટ કોહલીએ કરી તોડફોડ, ખુરશી પર કાઢ્યો ગુસ્સો! […]

ICJમાં પાકિસ્તાનની આબરૂના ધજાગરા ઉડાવતું ભારત, ‘પાકિસ્તાનની જે સૈન્ય અદાલતે કુલભૂષણ જાધવને મોતની સજા સંભળાવી, તેના જજો પાસે LAWની ડિગ્રી પણ નથી હોતી’!
Follow Us:
| Updated on: Feb 19, 2019 | 3:35 AM

ભારતે આંતરરાષ્ટ્રીય નિયમો વિરુદ્ધ નાગરિકો સામે ખટલાની સુનાવણી માટે પાકિસ્તાની સૈન્ય અદાલતોની અપારદર્શક કાર્યવાહીના ધજાગરા ઉડાવી દીધા છે.

7 tricks : ચાર્જર થઈ ગયું છે કાળુ? આ ટિપ્સ ફોલો કરીને પહેલા જેવું જ કરો સફેદ
આજનું રાશિફળ તારીખ : 16-10-2024
વિરાટ કોહલીએ કરી તોડફોડ, ખુરશી પર કાઢ્યો ગુસ્સો!
પાકિસ્તાનમાં જોવા મળ્યો ભારતીય વિદેશ મંત્રીનો સ્વેગ, બાળકોએ પણ પડાવ્યા ફોટોસ
'ધૂમ 4'ની તૈયારી કરી રહ્યો છે રણબીર કપૂર, નવો લુક સામે આવ્યો
રતન ટાટા પાસે હતી આ 5 મોંઘી વસ્તુઓ, આટલી છે તેની કિંમત !

ભારતે આંતરરાષ્ટ્રીય ન્યાયિક અદાલત (ICJ)માં કહ્યું કે ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ વિરુદ્ધ સુનાવણી કનાર ન્યાયાધીશોને ન્યાયિક અને કાયદાકીય રીતે પ્રશિક્ષિત હોવું પણ જરૂરી નથી હોતું. એટલું જ નહીં, તેમની પાસે કાયદાની ડિગ્રી પણ નથી હોતી. ભારેત આ દલીલ ત્યારે આપી કે જ્યારે જાસૂસીના આરોપસર પાકિસ્તાની જેલમાં બંધ કુલભૂષણ જાધવ (48)ને મોતની સજા સંભળાવવાના પાકિસ્તાની સૈન્ય અદાલતના આદેશ વિરુદ્ધ ICJમાં સુનાવણી ચાલી રહી હતી.

ભારત તરફથી દલીલો કરતા પૂર્વ સૉલિસિટર જનરલ હરીશ સાલ્વેએ કહ્યું કે વિદેશી નાગરિકને જીવનનો અધિકાર, નિષ્પક્ષ મુકદમા અને પારદર્શક ન્યાયપાલિકાનો અધિકાર છે. પાકિસ્તાને છેલ્લા બે વર્ષોમાં અપારદર્શક કાર્યવાહીમાં પોતાની સૈન્ય અદાલતોમાં 161 નાગરિકોને મોતની સજા સંભળાવી છે. આંતરરાષ્ટ્રીય તકાદો છે કે તમામ અદાલતોની જેમ સૈન્ય અદાલતોએ પણ નિષ્પક્ષ, પારદર્શક અને સક્ષમ હોવું જોઇએ અને નિષ્પક્ષતાની લઘુત્તમ ગૅરંટીનું સન્માન કરવું જોઇએ.

સાલ્વેએ કહ્યું, ‘પાકિસ્તાની સૈન્ય અદાલતો નિષ્પક્ષ નથી અને તેમની સમક્ષ જે કાર્યવાહી થાય છે, તેમાં રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન પણ નથી થતું.’ સાલ્વેએ દાવો કર્યો કે પાકિસ્તાની સૈન્ય અદાલતોના જજો માટે ન્યાયિક કે કાયદાકીય તાલીમ, અહીં સુધી કે કાયદાકીય ડિગ્રીની અનિવાર્યતા પણ નથી હોતી. ભારતે સુનાવણી દરમિયાન આઈસીજેને અનુરોધ કર્યો કે પાક સૈન્ય અદાલતે જાધવને આપેલો મૃત્યુદંડનો ચુકાદો રદ કરવામાં આવે અને તેમને તાત્કાલિક મુક્ત કરવામાં આવે.

નોંધનીય છે કે નિવૃત્ત ભારતીય નેવી ઑફિસર 48 વર્ષીય કુલભૂષણ જાધવને જાસૂસી અને આતંકવાદના આરોપસર પાકિસ્તાનની એક સૈન્ય અદાલતે એપ્રિલ-2017માં બંધ બારણે થયેલી સુનાવણી બાદ મોતની સજા ફરમાવી હતી.

[yop_poll id=1585]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">