6 દિવસમાં ભારતીય દૂતાવાસની બીજી એડવાઈઝરી, યુદ્ઘગ્રસ્ત યુક્રેનથી તરત બહાર નીકળે ભારતીયો

એમ્બેસીએ કેટલાક નંબરો પણ શેયર કર્યા છે, જ્યાં ભારતીયો મુસાફરી સંબંધિત કોઈપણ મદદ માટે સંપર્ક કરી શકે છે. આ પહેલા યુક્રેનમાં ભારતીય દૂતાવાસે હુમલાની તીવ્રતા જોતા ભારતીય નાગરિકોને વહેલી તકે દેશ છોડવાની સલાહ આપી હતી.

6 દિવસમાં ભારતીય દૂતાવાસની બીજી એડવાઈઝરી, યુદ્ઘગ્રસ્ત યુક્રેનથી તરત બહાર નીકળે ભારતીયો
Image Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2022 | 10:59 PM

યુક્રેનમાં (Ukraine) રહેનારા ભારતીયો માટે ભારતીય દૂતાવાસ (Indian Embassy) એક અને નવી એડવાઈઝરી બહાર પાડી છે. કેવમાં સ્થિત ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકો માટે ઉપલબ્ધ સાધનોથી તરત જ યુદ્ધગ્રસ્ત દેશ છોડવા માટે કહ્યું છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક ભારતીય પહેલા 19 ઑક્ટોબરે બહાર પાડેલી એડવાઈઝરી બાદ યુક્રેન છોડી ચૂક્યા છે. હવે કહ્યું છે કે 19 ઓક્ટોબરે દૂતાવાસ દ્વારા એડવાઈઝરીમાં યુક્રેનમાં હાજર તમામ ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવી છે કે તે જે સાધન ઉપલબ્ધ હોય તેના સહારે તરત જ યુક્રેન છોડી દે.

એમ્બેસીએ કેટલાક નંબરો પણ શેયર કર્યા છે, જ્યાં ભારતીયો મુસાફરી સંબંધિત કોઈપણ મદદ માટે સંપર્ક કરી શકે છે. આ પહેલા યુક્રેનમાં ભારતીય દૂતાવાસે હુમલાની તીવ્રતા જોતા ભારતીય નાગરિકોને વહેલી તકે દેશ છોડવાની સલાહ આપી હતી. આ ઉપરાંત ભારતીય નાગરિકોને યુક્રેન ન જવાની પણ સલાહ આપવામાં આવી હતી.

એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે સુરક્ષાની બગડતી સ્થિતિ અને તાજેતરની કથળેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકોને યુક્રેનની યાત્રા ન કરવાની સલાહ આપવામાં આવે છે. હાલમાં યુક્રેનમાં રહેતા વિદ્યાર્થીઓ સહિત ભારતીય નાગરિકોને વહેલી તકે યુક્રેન છોડવાની સલાહ આપવામાં આવે છે.

યુક્રેન ડર્ટી બોમ્બ સંબંધિત રશિયાના આરોપ નકાર્યા

આ દરમિયાન યુક્રેનની પરમાણુ ઉર્જા એજન્સીએ મંગળવારે રશિયાના દાવાને નકારી કાઢ્યો હતો કે કિવ તેના રેડિયોએક્ટિવ ઉપકરણ – કહેવાતા ડર્ટી બોમ્બથી ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. રશિયન સંરક્ષણ પ્રધાન સર્ગેઈ શોઇગુએ તેમના બ્રિટિશ, ફ્રેન્ચ, તુર્કી અને અમેરિકન સમકક્ષોને બોલાવીને દાવો કર્યો હતો કે યુક્રેન તેને કિરણોત્સર્ગી ઉપકરણ – કહેવાતા ડર્ટી બોમ્બથી ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યું છે. બ્રિટન, ફ્રાન્સ અને અમેરિકાએ તેને ‘સંપૂર્ણપણે ખોટા’ ગણાવીને ફગાવી દીધા હતા. યુક્રેને પણ મોસ્કોના દાવાને ફગાવી દીધો અને કહ્યું કે તે ડર્ટી બોમ્બનો ઉપયોગ કરવાની રશિયાની પોતાની યોજનાથી ધ્યાન હટાવવાનો પ્રયાસ છે.

કિવની પરમાણુ એજન્સી એનર્ગોટોમે જણાવ્યું હતું કે રશિયન સૈન્યએ ગયા અઠવાડિયે યુક્રેનના ઝાપોરિઝ્ઝ્યા પરમાણુ પાવર પ્લાન્ટમાં ગુપ્ત નિર્માણ કામ કર્યુ છે. ડર્ટી બોમ્બ પરમાણુ બોમ્બની જેમ વિનાશકારી નથી, પરંતુ તે વિશાળ વિસ્તાર પર રેડિયેશન પ્રદૂષણ ફેલાવે છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">