UNના પ્રોગ્રામમાં ભારતીય રાજદ્વારીએ કરી ચીનની તીખી આલોચના, પછી અચાનક થયું આવું

14થી 16 ઓક્ટોબર દરમિયાન યોજાયેલી યુનાઈટેડ નેશન્સ સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટ કોન્ફરન્સમાં ભારતે ચીનના BRI અને CPEC નો સખત વિરોધ કર્યો હતો. જ્યારે ભારતીય રાજદ્વારી પ્રિયંકા સોહની આ પ્રોજેક્ટ્સ વિશે બોલી રહ્યા હતા, ત્યારે તેમનું માઈક અચાનક બંધ થઈ ગયું.

UNના પ્રોગ્રામમાં ભારતીય રાજદ્વારીએ કરી ચીનની તીખી આલોચના, પછી અચાનક થયું આવું
યુએન પ્રોગ્રામમા ભારતે કરી ચીનની આલોચના

તાજેતરમાં સમાપ્ત થયેલી બીજી યુનાઈટેડ નેશન્સ સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટ કોન્ફરન્સમાં ભારતે ચીનના ‘બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવ’ (BRI) અને તેના પ્રોજેક્ટ ‘ચાઈના પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર’ (CPEC) નો સખત વિરોધ કર્યો હતો. જો કે જ્યારે ભારતીય રાજદ્વારી આ વિવાદાસ્પદ પ્રોજેક્ટ્સ સામે ભારતના વાંધાઓની રૂપરેખા આપી રહ્યા હતા, ત્યારે ‘માઈક’ અચાનક બંધ થઈ ગયું.

 

ચીનના પૂર્વ નાયબ વિદેશ મંત્રી અને યુએનના અન્ડર સેક્રેટરી જનરલ લિયુ ઝેનમિન દ્વારા લેવાયુ આ પગલું

14 અને 16 ઓક્ટોબર વચ્ચે ચીન દ્વારા આયોજિત યુએન બેઠકમાં માઈકમાં અચાનક ખામી સર્જાયા બાદ માઈકને ઠીક કરવામાં થોડી મિનિટો લાગી. સ્ક્રીન પર આગળના વક્તાનો વીડિયો પણ શરૂ થયો. પરંતુ તેને યુએનના અન્ડર સેક્રેટરી જનરલ લિયુ ઝેનમિન દ્વારા રોકવામાં આવ્યો હતો, જે ચીનના પૂર્વ નાયબ વિદેશ મંત્રી છે.

 

આ પછી, ઝેનમિને ભારતીય રાજદ્વારી અને અહીં ભારતીય દૂતાવાસના બીજા સચિવ પ્રિયંકા સોહનીને પોતાનું ભાષણ ચાલુ રાખવા વિનંતી કરી. કોન્ફરન્સ રૂમમાં સાઉન્ડ સિસ્ટમનો ફોલ્ટ ઠીક કર્યા પછી, ઝેનમિને કહ્યું, “પ્રિય સહભાગીઓ, અમે દિલગીર છીએ. અમે કેટલીક ટેક્નીકલ સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા અને આગામી વક્તાનો વીડિયો શરૂ કરવામાં આવ્યો. આ માટે હું દિલગીર છું અને સોહનીને પોતાનું ભાષણ ફરી શરૂ કરવા કહ્યું.

 

સોહનીએ શું કહ્યું પોતાના ભાષણમાં

ત્યારબાદ સોહનીએ  કહ્યું, અમે ભૌતિક સંપર્ક વધારવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયની આકાંક્ષાને વહેંચીએ છીએ અને અમે માનીએ છીએ કે આ બધા માટે વ્યાજબી અને સંતુલિત રીતે વ્યાપક આર્થિક લાભો લાવશે. તેમણે કહ્યું, ‘આ પરિષદમાં બીઆરઆઈનો (BRI) થોડો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અહીં હું કહેવા માંગુ છું કે જ્યાં સુધી ચીનની બીઆરઆઈની (BRI) વાત છે, અમે તેનાથી અસમાન રીતે પ્રભાવિત થયા છીએ. કહેવાતા ચાઈના પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC)માં તેનો સમાવેશ ભારતની સાર્વભૌમત્વમાં દખલ કરે છે.

 

સોહનીએ કહ્યું કોઈ પણ દેશ એવી પહેલને સમર્થન આપી શકે નહીં કે જે સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા પર તેની મૂળ ચિંતાઓની અવગણના કરે. બીઆરઆઈનો ઉદ્દેશ ચીનનો પ્રભાવ વધારવાનો અને દક્ષિણપૂર્વ એશિયા, મધ્ય એશિયા, ખાડી ક્ષેત્ર, આફ્રિકા અને યુરોપને જમીન અને દરિયાઈ માર્ગોના નેટવર્ક દ્વારા જોડવાનો છે.

 

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન અને ચીનની કથિત મિત્રતા છુપી નથી. જ્યારથી કાશ્મીરનો વિવાદીત ભાગ પાકિસ્તાન દ્વારા ચીનને આપી દેવાયો છે અને ચીન ત્યાં પોતાના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. ત્યારથી ભારત સખત તેનો વિરોધ કરતું આવ્યું છે.

 

આ પણ વાંચો :  PM Modi: પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો અંગે સરકાર ગંભીર, પીએમ મોદીએ તેલ કંપનીઓના સીઈઓ સાથે બેઠક યોજી

 

Click on your DTH Provider to Add TV9 Gujarati