ભારત 21મી સદીમાં વિશ્વ વ્યવસ્થાને આકાર આપવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે : જર્મનીના વિદેશ મંત્રી

Annalena Baerbockએ કહ્યું કે અમે બધા ક્લાઈમેટ કટોકટીની અસરથી પ્રભાવિત છીએ, યુરોપ અને ભારતમાં આજીવિકાને પણ નુકસાન થયું છે, આવી સ્થિતિમાં અમે આર્થિક, આબોહવા ક્ષેત્ર અને સુરક્ષામાં વ્યૂહાત્મક જોડાણના સ્તરથી આગળ લઈ જવા માંગીએ છીએ.

ભારત 21મી સદીમાં વિશ્વ વ્યવસ્થાને આકાર આપવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે : જર્મનીના વિદેશ મંત્રી
જયશંકરે જર્મન વિદેશ મંત્રી સાથે દ્વિપક્ષીય સહયોગને ગાઢ બનાવવાની ચર્ચા કરીImage Credit source: Twitter/S Jaishankar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 05, 2022 | 2:59 PM

નવી દિલ્હી,વિદેશ મંત્રી એસ જયશંકર અને જર્મનીના વિદેશ મંત્રી અનાલેના બિઅરબોકે સોમવારે ઉર્જા, વેપાર અને આબોહવા પરિવર્તન સહિત દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવા પર વિગતવાર ચર્ચા કરી હતી. બેઅરબોક સોમવારે બે દિવસની મુલાકાતે ભારત આવ્યા હતા. તેમની મુલાકાત એવા સમયે આવી છે જ્યારે ભારતે માત્ર ચાર દિવસ પહેલા જ G20 જૂથની ઔપચારિક અધ્યક્ષતા સંભાળી છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

જર્મનીના વિદેશ મંત્રી બિઅરબોકે તેમના નિવેદનમાં ભારતને જર્મનીનો કુદરતી ભાગીદાર ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે ભારત 21મી સદીમાં વિશ્વ વ્યવસ્થાને આકાર આપવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે, ખાસ કરીને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં, અને ભારતની યાત્રા એ વિશ્વના છઠ્ઠા ભાગની મુસાફરી કરવા સમાન છે.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

તેમણે કહ્યું, “ભારત સરકારે માત્ર G20માં પોતાના માટે મહત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કર્યું નથી, પરંતુ આપણા દેશ માટે પણ એક લક્ષ્ય નક્કી કર્યું છે. જ્યારે રિન્યુએબલ એનર્જીના વિસ્તરણની વાત આવે છે ત્યારે ભારત ઊર્જા સંક્રમણમાં પહેલા કરતાં વધુ આગળ જવા માંગે છે અને જર્મની આમાં ભારતની પડખે છે.

બિઅરબોકે કહ્યું કે અમે બધા ક્લાઈમેટ કટોકટીની અસરથી પ્રભાવિત છીએ, યુરોપ અને ભારતમાં આજીવિકાને પણ નુકસાન થયું છે, આવી સ્થિતિમાં અમે આર્થિક, આબોહવા ક્ષેત્ર અને સુરક્ષામાં વ્યૂહાત્મક જોડાણના સ્તરથી આગળ લઈ જવા માંગીએ છીએ. અને તે માત્ર ખાલી વાતો નથી.

દરમિયાન, અધિકારીઓએ જણાવ્યું હતું કે બંને વિદેશ પ્રધાનો વચ્ચેની બેઠક દરમિયાન ઉર્જા, વેપાર અને જળવાયુ પરિવર્તન સહિત દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવા જેવા વિષયો ચર્ચાના એજન્ડામાં ઉચ્ચ હતા.

મીટિંગ પહેલા, વિદેશ મંત્રી જયશંકરે બેરબેક સાથે એક તસવીર શેર કરી અને ટ્વીટ કર્યું, “ભારતમાં આપનું સ્વાગત છે.”

સોમવારે બિઅરબોકના ભારતમાં આગમન પર, વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કર્યું, “જર્મન વિદેશ પ્રધાન બિઅરબોકનું નવી દિલ્હીની પ્રથમ સત્તાવાર મુલાકાત પર સ્વાગત છે. આ અમારી વ્યૂહાત્મક ભાગીદારીમાં પ્રગતિની સમીક્ષા કરવાની અને પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર મંતવ્યોનું આદાનપ્રદાન કરવાની તક છે.

શનિવારે જર્મનીના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ચીન સાથે ભારતના સંબંધો અને યુક્રેન પર રશિયન હુમલાની અસર જેવા મુદ્દાઓ જયશંકર અને બિઅરબોક વચ્ચેની મંત્રણામાં સામેલ છે.

એવું કહેવામાં આવ્યું હતું કે આ સિવાય ઉર્જા ક્ષેત્ર વિશે પણ ચર્ચા થઈ શકે છે.

ભારત અને જર્મનીએ વર્ષ 2021માં તેમના રાજદ્વારી સંબંધોની 70મી વર્ષગાંઠની ઉજવણી કરી. તે જ સમયે, આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6ઠ્ઠી ઈન્ડો-જર્મન ઈન્ટર-ગવર્નમેન્ટલ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે બર્લિન ગયા હતા. આ સિવાય ભારતે G7 દેશોની બેઠકમાં ભાગ લેનાર દેશ તરીકે ભાગ લીધો હતો.

ઇનપુટ-ભાષાંતર-PTI

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">