India Wheat Export: 55 હજાર ટન ઘઉંનો શું મામલો છે ? જે પહેલા તુર્કી અને હવે ઇજિપ્તે ખરીદવાનો ઇનકાર કર્યો

ભારતે 55 હજાર ટન ઘઉંનો (Wheat) કન્સાઈનમેન્ટ તુર્કીને મોકલ્યો હતો, જેને ખરીદવાનો તેણે ઈન્કાર કરી દીધો હતો. બાદમાં ઇજિપ્ત આ કન્સાઇનમેન્ટ ખરીદવા માટે સંમત થયું હતું, પરંતુ હવે તેણે આ કન્સાઇનમેન્ટને તેના દેશની સરહદમાં પ્રવેશવાની મંજૂરી આપવાનો પણ ઇનકાર કરી દીધો છે.

India Wheat Export: 55 હજાર ટન ઘઉંનો શું મામલો છે ? જે પહેલા તુર્કી અને હવે ઇજિપ્તે ખરીદવાનો ઇનકાર કર્યો
Wheat PriceImage Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 05, 2022 | 5:54 PM

ભારતમાંથી નિકાસ કરાયેલા 55 હજાર ટન ઘઉંને (India Wheat Export) લઈને વિવાદ વધી રહ્યો છે. આ કન્સાઈનમેન્ટ પહેલા તુર્કીમાં (Turkey) મોકલવામાં આવ્યું હતું, પરંતુ તેણે તે સડેલું હોવાનું કહીને તેને ખરીદવાનો ઈન્કાર કરી દીધો હતો. પાછળથી, ઇજિપ્ત (Egypt) તે ઘઉં ખરીદવા તૈયાર હતું. રોઇટર્સના અહેવાલ મુજબ, ઇજિપ્તના અધિકારીએ ઘઉંથી ભરેલા જહાજને દેશની સરહદમાં પ્રવેશતા પહેલા અટકાવી દીધું હતું. ઇજિપ્ત પ્લાન્ટ ક્વોરેન્ટાઇન ચીફ અહમદ અતરે ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે ઘઉંથી ભરેલા જહાજને ઇજિપ્તની સરહદમાં પ્રવેશતા પહેલા જ અટકાવી દેવામાં આવ્યું હતું. તુર્કીએ આ કન્સાઈનમેન્ટ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે.

ઈજીપ્ત વિશ્વમાં ઘઉંનો સૌથી મોટો આયાતકાર દેશ છે. આ ખરીદી ઈજિપ્ત પ્રાઈવેટ સેક્ટર વતી ભારતમાંથી કરવામાં આવી હતી. કન્સાઇનમેન્ટ શનિવારે ત્યાં પહોંચવાનું હતું, પરંતુ છેલ્લી ક્ષણે કન્સાઇનમેન્ટને પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. ઇજિપ્તના પુરવઠા મંત્રીએ કહ્યું કે પહેલા અમે ભારત પાસેથી 50 હજાર ટન ઘઉં ખરીદવાનો નિર્ણય કર્યો. આ ટેન્ડર પ્રક્રિયાથી અલગ છે. જો કે હજુ સુધી તેના પર હસ્તાક્ષર થયા નથી.

ઈજિપ્તે 35 લાખ ટન ઘઉંની ખરીદી કરી છે

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

એપ્રિલ મહિનામાં, ઇજિપ્તના કૃષિ મંત્રાલયે જાહેરાત કરી હતી કે તે ભારતમાંથી ઘઉંની આયાત કરશે. હકીકતમાં, યુક્રેન સંકટને કારણે વૈશ્વિક સ્તરે ઘઉંની અછત સર્જાઈ છે. મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ઇજિપ્તે આ સિઝનમાં ભારતીય બજારમાંથી અત્યાર સુધીમાં 3.5 મિલિયન ટન ઘઉંની સ્થાનિક ખરીદી કરી છે. ઓગસ્ટ સુધી ઘઉંનું વેચાણ થાય છે.

ગયા મહિને 61500 ટન ઘઉં ઇજિપ્ત મોકલવામાં આવ્યા હતા

તમને જણાવી દઈએ કે રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ઘઉં અને અન્ય ખાદ્ય ચીજો ઈજીપ્ત જઈ શકતી નથી. જેના કારણે દેશમાં ખાદ્યપદાર્થોની કટોકટી સર્જાઈ હતી. આ ખાદ્ય સંકટને જોતા ઇજિપ્તે ભારત પાસે મદદ માંગી હતી. ઈજીપ્તની આ કટોકટીને જોતા ભારતે પ્રતિબંધ હટાવીને ઈજીપ્તમાં ઘઉંની નિકાસ કરવાનો નિર્ણય કર્યો. આ પછી ભારતે ગયા મહિને જ ઈજિપ્તમાં 61500 ટન ઘઉંની નિકાસ કરી હતી. જોકે આ માલ ઇજિપ્ત માટે અપૂરતો હતો. આ કારણે ઇજિપ્તે પણ તુર્કી દ્વારા પરત કરવામાં આવેલ ઘઉં ખરીદવાનો નિર્ણય લીધો હતો.

સરકારનું શું કહેવું છે?

ભારતમાંથી નિકાસ થતા ઘઉંની ગુણવત્તા પર સવાલો ઉઠી રહ્યા છે. આ સવાલો વચ્ચે ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ કહ્યું કે સરકારે આ સંદર્ભમાં તુર્કીના વહીવટીતંત્ર પાસેથી વિગતવાર જવાબ માંગ્યો છે. આઈટીસી કંપની દ્વારા આ ઘઉંની નિકાસ કરવામાં આવી હતી. કંપનીનો દાવો છે કે તેની પાસે નિકાસ અંગે દરેક સ્તરેથી મંજૂરી છે. કંપનીનું એમ પણ કહેવું છે કે તેણે સૌથી પહેલા જીનીવા સ્થિત કંપનીને ઘઉં વેચ્યા હતા. બાદમાં તે કંપનીએ આ ઘઉં તુર્કીની એક કંપનીને વેચી દીધા. જાણકારી માટે તમને જણાવી દઈએ કે ઘઉંના સંકટથી બચવા માટે ભારતે 13 મેના રોજ ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">