ભારતે વૈશ્વિકમંચ પર પાકિસ્તાન અને ઈસ્લામિક સંગઠનને ખખડાવ્યુ, કહ્યું અમારી આંતરિક બાબતોમાં માથુ ના મારો

48th meeting of UNHRC: લઘુમતીઓનું રક્ષણ કરવામાં પાકિસ્તાન નિષ્ફળ રહ્યું છે. હિન્દુ, શીખ, ખ્રિસ્તી અને અહમદિયા જેવા સમુદાય પ્રત્યે પાકિસ્તાનનું વલણ દુનિયાથી છુપાયેલું નથી.

ભારતે વૈશ્વિકમંચ પર પાકિસ્તાન અને ઈસ્લામિક સંગઠનને ખખડાવ્યુ, કહ્યું અમારી આંતરિક બાબતોમાં માથુ ના મારો
United Nations Human Rights Council

ભારતે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC) માં ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC) પર આકરા પ્રહારો કર્યા છે. કાશ્મીર અંગે ભારતે કહ્યું છે કે OIC ને ભારતની આંતરિક બાબતો પર ટિપ્પણી કરવાનો કોઈ જ અધિકાર નથી. ભારતે વધુમાં કહ્યું છે કે પાકિસ્તાન દ્વારા OICને બંધક બનાવવાની મંજૂરી આપી છે. જિનીવામાં ભારતના કાયમી મિશનના સચિવ પવને કાઉન્સિલમાં ભારતનો દૃષ્ટિકોણ મૂક્યો છે.

કાશ્મીર ( kashmir ) પર પાકિસ્તાન અને IOC દ્વારા સતત વાહિયાત નિવેદનો આપ્યા બાદ ભારતે કટાક્ષ કર્યો છે. ભારતે કહ્યું છે કે કાઉન્સિલ જાણે છે કે પાકિસ્તાનમાં છડેચોક માનવ અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યુ છે અને તે ભારતના પ્રદેશ પર કબજો કરી રહ્યું છે. લઘુમતીઓનું રક્ષણ કરવામાં પાકિસ્તાન નિષ્ફળ રહ્યું છે. હિન્દુ, શીખ, ખ્રિસ્તી અને અહમદિયા જેવા સમુદાય પ્રત્યે પાકિસ્તાનનું વલણ દુનિયાથી છુપાયેલું નથી. પાકિસ્તાનમાં શું ખોટું થઈ રહ્યું છે તેવો પ્રશ્ન કરવા માટે પણ પત્રકારો સાથે ખરાબ વર્તન કરવામાં આવી રહ્યું છે.

UNHRC ની 48 મી બેઠકમાં ભારતે કહ્યું છે કે દુનિયા આખી પાકિસ્તાનને આતંકવાદીઓને ખુલ્લેઆમ ટેકો આપવા, તેમને તાલીમ, નાણાંની મદદ કરનાર તરીકે જાણે છે. પાકિસ્તાન ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC)ના ફોરમનો ઉપયોગ ભારત વિરુદ્ધ ખોટા અને પાયા વિહોણો દુષ્પ્રચાર ફેલાવવા માટે કરે છે. ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે અને વિશ્વમાં આતંકવાદનું કેન્દ્ર ધરાવતા પાકિસ્તાન જેવા નિષ્ફળ દેશ પાસેથી ભારતને કોઈ પાઠની જરૂર નથી.

ભારત તરફથી કાશ્મીર મુદ્દે ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC) દ્વારા આપવામાં આવેલા નિવેદનને ફગાવી દેતા કહેવામાં આવ્યું છે કે કાશ્મીર એ ભારતનું અભિન્ન અંગ છે. ભારતે કહ્યું છે કે પાકિસ્તાન પોતાના એજન્ડા માટે ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC) નો ઉપયોગ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં, ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC) ના સભ્ય દેશોએ નક્કી કરવું જોઈએ કે તેઓ પાકિસ્તાનને આમ કરવા નહી દે.

આ પણ વાંચોઃ મુંબઈમાં અભિનેતા Sonu Soodના ઘરે અને ઓફિસ પર આવકવેરા વિભાગની રેડ, એકાઉન્ટ બૂકમાં ગડબડનો આરોપ

આ પણ વાંચોઃ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંથી રેડ એલર્ટની આગાહી હટાવાઈ, છતાં 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

Click on your DTH Provider to Add TV9 Gujarati