PM મોદીએ ઈઝરાયલના વડાપ્રધાન નફતાલી બેનેટ સાથે કરી વાત, બંને દેશોએ ટેકનોલોજી અને ઈનોવેશન પર દર્શાવી સહમતિ

બેનેટે 13 જૂને ઈઝરાયલના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. આ સાથે 12 વર્ષ સુધી વડાપ્રધાન પદ પર રહેલા બેન્જામિન નેતન્યાહૂનો કાર્યકાળ સમાપ્ત થયો.

PM મોદીએ ઈઝરાયલના વડાપ્રધાન નફતાલી બેનેટ સાથે કરી વાત, બંને દેશોએ ટેકનોલોજી અને ઈનોવેશન પર દર્શાવી સહમતિ
PM Modi (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2021 | 11:55 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ સોમવારે ઈઝરાયલના વડાપ્રધાન નફતાલી બેનેટ (Naftali Bennett) સાથે વાતચીત કરી હતી. આ અંગે તેમણે ટ્વીટ કરીને માહિતી આપી હતી. પીએમ મોદીએ કહ્યું ‘પ્રધાનમંત્રી નફતાલી બેનેટ સાથે વાત કરીને આનંદ થયો. મેં તેમને ફરીથી તેમની નિમણૂક માટે અભિનંદન આપ્યા. અમે ભારત-ઈઝરાયેલ સહયોગના તમામ ક્ષેત્રોની સમીક્ષા કરી અને આપણી વ્યૂહાત્મક ભાગીદારીની જબરદસ્ત ક્ષમતા પર સહમતી દર્શાવી. ખાસ કરીને ટેકનોલોજી અને નવીનીકરણમાં.

આ પહેલા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 14મી જૂને ઈઝરાયલના વડાપ્રધાન તરીકે શપથ લેવા બદલ દક્ષિણપંથી યામીના પાર્ટીના નેતા નફતાલી બેનેટને અભિનંદન આપ્યા હતા અને કહ્યું હતું કે તેઓ બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા આતુર છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે નફતાલી બેનેટને ઈઝરાયલના વડાપ્રધાન બનવા બદલ અભિનંદન. અમે આવતા વર્ષે અમારા રાજદ્વારી સંબંધોને અપગ્રેડ કર્યાના 30 વર્ષ પૂર્ણ કરી રહ્યા છીએ અને હું આ પ્રસંગે તમને મળવા અને બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબુત કરવા ઉત્સુક છું.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

ઈઝરાયેલના નફતાલી બેનેટે કહ્યું કે તેઓ ભારત સાથેના “અદભૂત અને ઉષ્માભર્યા સંબંધો”ને વધુ મજબૂત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કામ કરવા માટે ઉત્સુક છે. બેનેટે મોદીના અભિનંદનકારી ટ્વીટના જવાબમાં આ વાત કરી હતી.

બેનેટે 13 જૂને ઈઝરાયલના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. આ સાથે 12 વર્ષ સુધી વડાપ્રધાન પદ પર રહેલા બેન્જામિન નેતન્યાહૂનો કાર્યકાળ સમાપ્ત થયો. ઈઝરાયલની 120 સભ્યોની સંસદ ‘સેનેટ’માં 60 સભ્યોએ નવી સરકારની તરફેણમાં અને 59 સભ્યોએ તેની વિરુદ્ધ મત આપ્યો. આ દરમિયાન એક સભ્ય ગેરહાજર રહ્યા. આ નવી સરકારમાં 27 મંત્રીઓ છે, જેમાંથી નવ મહિલાઓ છે.

 

સત્તા ભાગીદારી કરાર હેઠળ 2023માં લાપીદ સંભાળશે પીએમ પદની જવાબદારી

નવી સરકાર બનાવવા માટે અલગ – અલગ વિચારધારાના પક્ષોએ ગઠબંધન કર્યું છે. જેમાં દક્ષીણપંથી, વામ, મધ્યમાર્ગીની સાથે આરબ સમુદાયનું પ્રતિનિધિત્વ કરતો એક પક્ષ પણ છે. યેશ એતીદ પાર્ટીના મિકી લેવી સંસદના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા. તેના પક્ષના 67 સભ્યોએ મતદાન કર્યું હતું. બેનેટની જગ્યાએ યેશ એતીદ પાર્ટીના વડા લાપિદ સત્તા ભાગીદારી કરાર હેઠળ સપ્ટેમ્બર 2023માં વડાપ્રધાનનું પદ સંભાળશે અને તેમના કાર્યકાળના અંત સુધી એટલે કે તેઓ બે વર્ષ સુધી આ પદ સંભાળશે.

આ પણ વાંચો :  ભારતે પડોશી દેશો અંગે પોતાની વિદેશ નીતિની સમીક્ષા કરવાની જરૂર, અફઘાનિસ્તાન સંકટ પર એનસીપી નેતા પ્રમુખ શરદ પવારનું નિવેદન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">