ચહેરો ઢાંકવા સંબંધિત તાલિબાની ફરમાન અંગે ભારતે UNSC માં વ્યક્ત કરી ચિંતા, ચહેરો ઢાંકવાનો આદેશ પરત લેવા કર્યું આહ્વવાન

ચહેરો ઢાંકવા સંબંધિત તાલિબાની ફરમાન અંગે ભારતે UNSC માં વ્યક્ત કરી ચિંતા, ચહેરો ઢાંકવાનો આદેશ પરત લેવા કર્યું આહ્વવાન
Permanent Representative of India to the United Nations TS Tirumurthy

ભારતે સંયુક્ત રાષ્ટ્ર (UNO)ની સિક્યુરિટી કાઉન્સિલ (Security Council) માં કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં મહિલાઓ અને કિશોરીઓના માનવાધિકારોનું હનન થાય છે. આથી આ ફરમાનનો વિરોધ થવો જોઈએ.

TV9 GUJARATI

| Edited By: Manasi Upadhyay

May 25, 2022 | 9:23 AM

અફઘાનિસ્તાનમાં(Afghanistan) તાલિબાનના શાસન બાદ મહિલાઓની સ્થિતિ બદ્તર બનતી જાય છે. તેમના અધિકારો પર સતત તરાપ મારવામાં આવી રહી છે. આ અંગે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદે(UNSC) પણ ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે ચહેરો ઢાંકવો એ મહિલા અને યુવતીઓના માનવાધિકાર પર તરાપ છે. તો ભારતે પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. સંયુક્ત રાષ્ટ્ર (UNO)માં ભારતના સ્થાયી પ્રતિનિધી રાજદૂત તિરૂમૂર્તિએ(TS Tirumurti) તાલિબાનને આ નીતિઓને પરત ખેંચવા આહ્વાહન કર્યું હતું. ભારતે  સિક્યુરિટી કાઉન્સિલ (Security Council)માં કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં મહિલાઓ અને કિશોરીઓના માનવાધિકારોનું હનન થાય છે. આથી આ ફરમાનનો વિરોધ થવો જોઈએ.

ભારતે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં મહિલાઓ અને છોકરીઓના માનવાધિકારનું હનન કરવામાં આવે છે. માટે તાલિબાનના આ ફરમાનનો વિરોધ કરવો જોઈએ. તે ઉપરાંત સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં અસ્થિર સુરક્ષિત સ્થિતિ અને આતંકવાદના મુદ્દે પણ ઉંડી ચિંતા વ્યક્ત કરી હતી. જણાવી દઇએ કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે અફઘાનિસ્તાનની પરિસ્થિતિ અંગે પ્રેસ રીલીઝ પણ જાહેર કરી હતી. તેમાં બધી જ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પ્રેસ વિજ્ઞપ્તિમાં મહિલાઓ અને કિશોરીઓના અધિકારથી માંડીને અફઘાનિસ્તાનમાં આર્થિક સ્થિતિને પણ ઉજાગર કરવામાં આવી છે.

મહિલા ટીવી એંકર્સ માટે પણ ચહેરો ઢાંકવા સંબંધિત આદેશ લાગૂ

ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસનને એ આદેશને લાગુ કરવાની શરૂઆત કરી છે. તે આદેશ હેઠળ મહિલા એન્કરે પણ પ્રસારણ દરમિયાન પોતાનો ચહેરો ઢાંકીને રાખવા માટે કહ્યું હતું. માનવાધિકાર કાર્યકર્તાઓએ આ આદેશની નિંદા કરી છે. જોકે આ આદેશની ઘોષણા બાદ કેટલાક મીડિયા સંસ્થાઓએ તેનું પાલન પણ કર્યું હતું અને મહિલા ટીવી એન્કર પોતાને ચહેરાને ઢાંકેલી જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે વર્ષ 1996- 2001 સુધી અફઘાનિસ્તાનમાં તાલિબાનની સત્તા દરમિયાન મહિલાઓ માટે બુરખો પહેરવા સહિતના ઘણા પ્રતિબંધ લાદવામાં આવ્યા હતા. તે સમયે મહિલાઓને શિક્ષણથી વંચિત રાખવામાં આવતી હતી.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati