PM મોદી 7 વર્ષ પછી ચીનની મુલાકાતે… તિયાનજિન એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત, SCO સમિટમાં ભાગ લેશે

PM Modi China Visit: ચીનની તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન, મોદી 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરના રોજ તિયાનજિનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) ના વાર્ષિક સમિટમાં હાજરી આપશે. પીએમ મોદી જાપાનની બે દિવસીય મુલાકાત પૂર્ણ કર્યા પછી ચીન પહોંચ્યા છે.

PM મોદી 7 વર્ષ પછી ચીનની મુલાકાતે... તિયાનજિન એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત, SCO સમિટમાં ભાગ લેશે
| Updated on: Aug 30, 2025 | 5:29 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટમાં હાજરી આપવા માટે ચીનના બે દિવસીય પ્રવાસે તિયાનજિન પહોંચ્યા. એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. PM મોદી સાત વર્ષ પછી ચીનની મુલાકાતે પહોંચ્યા છે. વડાપ્રધાન મોદી 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરના રોજ યોજાનારી વાર્ષિક સમિટમાં 10 સભ્યોના SCO જૂથના નેતાઓ સાથે જોડાશે.

ભારત-ચીન સંબંધોમાં તાજેતરની મધુરતાને જોતાં, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની તેમની દ્વિપક્ષીય મુલાકાત પર પણ નજીકથી નજર રાખવામાં આવી રહી છે. અમેરિકા દ્વારા ભારતીય આયાત પર 50 % ટેરિફ લાદવામાં આવ્યા બાદ SCO સમિટને ખાસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવા માટે તૈયાર

29 ઓગસ્ટના રોજ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારત અને ચીન માટે વિશ્વ આર્થિક વ્યવસ્થામાં સ્થિરતા લાવવા માટે સાથે મળીને કામ કરવું મહત્વપૂર્ણ છે. તેમણે ભાર મૂક્યો હતો કે નવી દિલ્હી પરસ્પર આદર, પરસ્પર હિત અને પરસ્પર સંવેદનશીલતા પર આધારિત વ્યૂહાત્મક અને લાંબા ગાળાના દ્રષ્ટિકોણ સાથે દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવા માટે તૈયાર છે.

PM મોદી જાપાનથી ચીન પહોંચ્યા

PMમોદી જાપાનની બે દિવસીય મુલાકાત પૂર્ણ કર્યા પછી ચીન પહોંચ્યા છે. આ મુલાકાત દરમિયાન ભારત અને જાપાને 13 મુખ્ય કરારો અને જાહેરાતોને અંતિમ સ્વરૂપ આપ્યું.

પીએમ મોદીએ X પોસ્ટમાં લખ્યું છે કે, ‘જાપાનની આ મુલાકાત આપણા દેશના લોકોને લાભદાયક સકારાત્મક પરિણામો માટે યાદ રાખવામાં આવશે. હું વડાપ્રધાન ઇશિબા, જાપાની લોકો અને સરકારનો તેમની ઉત્સાહ માટે આભાર માનું છું.’

વડાપ્રધાન મોદી અને તેમના જાપાની સમકક્ષ શિગેરુ ઇશિબા વચ્ચેની શિખર મંત્રણા પછી ભારત-જાપાન વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને વધુ વિસ્તૃત કરવા માટેના નવા પગલાં જાહેર કરવામાં આવ્યા હતા.

દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો