ભારતે આ મહત્વપૂર્ણ પદ માટે જર્મની અને યુકેને છોડ્યું પાછળ, હવે ‘વૈશ્વિક શાંતિ’ માટે લેશે જરૂરી પગલાં

India becomes IAEA external auditor: જમ્મુ અને કાશ્મીરના પૂર્વ ગવર્નર જીસી મુર્મૂને (GC Murmu) IAEAના એક્સટર્નલ ઓડિટર (External auditor) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ભારતે આ મહત્વપૂર્ણ પદ માટે જર્મની અને યુકેને છોડ્યું પાછળ, હવે 'વૈશ્વિક શાંતિ' માટે લેશે જરૂરી પગલાં
આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીનો ઝંડો (ફાઈલ ઈમેજ)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2021 | 10:36 PM

આંતરરાષ્ટ્રીય અણુ ઉર્જા એજન્સી (IAEA) માટે ભારતને એક્સટર્નલ ઓડિટર તરીકે પસંદ કરવામાં આવ્યું છે. IAEA એક પ્રતિષ્ઠિત સંસ્થા છે, જે પરમાણુ ઉર્જાના (Nuclear Energy) શાંતિપૂર્ણ ઉપયોગને પ્રોત્સાહન આપે છે.

ભારત 2022થી 2027 સુધી છ વર્ષના સમયગાળા માટે ચૂંટાયું છે. આ પદ માટે ભારતે જર્મની (Germany) અને બ્રિટન (Britain) જેવા દેશોને પાછળ છોડ્યા છે. ભારતના કન્ટ્રોલર અને ઓડિટર જનરલ જીસી મુર્મુને (GC Murmu) IAEAના એક્સટર્નલ ઓડિટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે જીસી મુર્મુની ઉમેદવારીને IAEA જનરલ કોન્ફરન્સમાં બહુમતી મળી છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

વિદેશ મંત્રાલયે કહ્યું છે કે IAEAના ઓડિટર તરીકે પસંદગી પામવું એ આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ભારતની સ્થિતિની અને CAGની પ્રતિષ્ઠા, પ્રોફેશનાલિઝ્મ અને અનુભવની વૈશ્વિક સ્વીકૃતિને માન્યતા આપે છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે CAGની બિડને IAEA જનરલ કોન્ફરન્સનું બહુમતી સમર્થન મળ્યું હતું, જેના માટે વિવિધ દેશોમાંથી ઘણી બિડ્સ મળી હતી. આ પદ માટે મતદાનના પ્રથમ રાઉન્ડમાં જર્મનીને 36, ભારતને 30, બ્રિટનને 8, રશિયાને 11, તુર્કીને 9, ઇજિપ્તને 20, દક્ષિણ કોરિયાને 2 અને ફિલિપાઇન્સને 7 મત મળ્યા હતા. બીજા રાઉન્ડમાં ભારત અને જર્મની વચ્ચેની દોડમાં ભારતે યુરોપિયન દેશને હરાવ્યો.

ભારત 2012થી 2015 સુધી પણ IAEAનું એક્સટર્નલ ઓડિટર રહી ચુક્યું છે

તે જ સમયે ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના (United Nations Security Council) 10 અસ્થાયી સભ્યોમાંથી એક છે, જે બે વર્ષની મુદત માટે ચૂંટાય છે. ચીન, ફ્રાંસ, અમેરિકા, રશિયા અને યુકે સુરક્ષા પરિષદના પાંચ કાયમી સભ્યો છે.

મતદાન માટે કુલ બેલેટ પેપરોની સંખ્યા 125 હતી. જો કે, બે લોકો ગેરહાજર રહ્યા અને આમ 123 લોકોની હાજરીને કારણે જરૂરી બહુમતી 62 હતી. આ પહેલા ભારત 2012થી 2015 સુધી IAEAનું એક્સટર્નલ ઓડિટર તરીકે પસંદગી પામ્યું હતું. મુર્મુએ ગયા વર્ષે 8 ઓગસ્ટના રોજ ભારતના કંટ્રોલર અને ઓડિટર જનરલ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.

પરમાણુ વિષયો પર 80થી વધુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું

જણાવી દઈએ કે જીસી મુર્મુ જમ્મુ -કાશ્મીરના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે. આ પહેલા તેઓ સરકારના વિવિધ વિભાગોમાં કામ કરી ચૂક્યા છે. તેઓ ખર્ચ વિભાગના સચિવ, નાણાકીય સેવા વિભાગ અને મહેસૂલ વિભાગમાં વિશેષ અને અધિક સચિવ રહ્યા છે.

IAEA જનરલ કોન્ફરન્સના 65માં વાર્ષિક નિયમિત સત્ર 20થી 24 સપ્ટેમ્બર દરમિયાન વિયેનામાં (Vienna) યોજાયું હતું. સમગ્ર અઠવાડીયા દરમિયાન સંસ્થાએ પરમાણુ વિષયો પર 80થી વધુ કાર્યક્રમોનું આયોજન કર્યું. IAEA પરમાણુ ક્ષેત્રમાં સહકાર માટે વિશ્વનું કેન્દ્ર છે, જે પરમાણુ ટેકનોલોજીના સલામત અને શાંતિપૂર્ણ ઉપયોગને પ્રોત્સાહન આપે છે.

આ પણ વાંચો :  Afghanistan Crisis: Twitterની મોટી કાર્યવાહી, ઘણા મંત્રાલયના એકાઉન્ટમાંથી બ્લુ ટીક હટાવ્યા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">