Sri Lanka Crisis: સંકટમાં ફસાયેલા શ્રીલંકાને ભારતે આપ્યું આશ્વાસન, કહ્યું- તમામ પ્રકારની મદદ ચાલુ રાખશે

શ્રીલંકા, આશરે 22 મિલિયનની વસ્તી ધરાવતો દેશ, સાત દાયકામાં તેની સૌથી ખરાબ આર્થિક કટોકટીનો (Sri Lanka Crisis)સામનો કરી રહ્યું છે, જેના કારણે લોકોને ખોરાક, દવા, બળતણ અને અન્ય આવશ્યક ચીજો ખરીદવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે.

Sri Lanka Crisis:  સંકટમાં ફસાયેલા શ્રીલંકાને ભારતે આપ્યું આશ્વાસન, કહ્યું- તમામ પ્રકારની મદદ ચાલુ રાખશે
શ્રીલંકામાં આર્થિક સંકટથી પરેશાનીImage Credit source: AP
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2022 | 5:26 PM

શ્રીલંકા છેલ્લા ઘણા મહિનાઓથી અભૂતપૂર્વ આર્થિક સંકટનો (Sri Lanka Crisis) સામનો કરી રહ્યું છે અને ત્યાંની સ્થિતિ એટલી ખરાબ છે કે જરૂરિયાતની વસ્તુઓ પણ ઉપલબ્ધ નથી, લોકોને ખાવા-પીવાની વસ્તુઓ ખરીદવા માટે ભારે કિંમત ચૂકવવી પડી રહી છે. ભારત સંકટનો સામનો કરી રહેલા પાડોશી દેશને સતત મદદ કરી રહ્યું છે. ભારતે ફરી એકવાર શ્રીલંકાને ખાતરી આપી છે કે તે વિશાળ રાજકીય સંકટ (Political Crisis)અને આર્થિક સંકટ વચ્ચે દેશની લોકશાહી, સ્થિરતા અને આર્થિક પુનઃસ્થાપનમાં સહયોગ કરવાનું ચાલુ રાખશે.

શ્રીલંકામાં ભારતીય હાઈ કમિશનર ગોપાલ બાગલેએ સંસદના અધ્યક્ષ મહિન્દા યાપા અભયવર્દનેને એક બેઠકમાં આ ખાતરી આપી હતી. બંને વચ્ચે આ મહત્વપૂર્ણ મુલાકાત એવા સમયે થઈ જ્યારે અભયવર્ધનેએ એક દિવસ પહેલા જ રાષ્ટ્રપતિ પદ પરથી ગોટાબાયા રાજપક્ષેનું રાજીનામું સ્વીકારી લીધું હતું.

લોકશાહી પુનઃસ્થાપિત કરવા માટે સહયોગ કરશેઃ ભારત

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

એક ટ્વિટમાં, ભારતના હાઈ કમિશને જણાવ્યું હતું કે મીટિંગમાં, હાઈ કમિશનર બાગલેએ “લોકશાહી અને બંધારણીય માળખાને જાળવવામાં સંસદની ભૂમિકાની પ્રશંસા કરી, ખાસ કરીને આવા નિર્ણાયક સમયે. તેમને કહ્યું કે અમે શ્રીલંકાની લોકશાહી, સ્થિરતા અને આર્થિક પુનઃપ્રાપ્તિને સમર્થન આપવાનું ચાલુ રાખીશું.”

ખાસ વાત એ છે કે 22 મિલિયનની વસ્તી ધરાવતો દેશ શ્રીલંકા સાત દાયકામાં સૌથી ખરાબ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે, જેના કારણે લોકો ખોરાક, દવા, ઇંધણ અને અન્ય આવશ્યક વસ્તુઓ ખરીદવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.

બીજી તરફ, દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ પોતાના રાજીનામામાં પોતાનો બચાવ કરતા કહ્યું કે, તેમણે પોતાની તમામ શક્તિથી માતૃભૂમિની રક્ષા કરી છે અને ભવિષ્યમાં પણ કરતા રહેશે. શનિવારે સંસદના વિશેષ સત્ર દરમિયાન ગોટાબાયાના રાજીનામાનો પત્ર વાંચવામાં આવ્યો હતો.

હું ભવિષ્યમાં પણ માતૃભૂમિનું રક્ષણ કરવાનું ચાલુ રાખીશ: ગોટાબાયા

તેમના રાજીનામા પછી, શ્રીલંકાની સંસદે રાષ્ટ્રપતિ પદ માટે ખાલી જગ્યાની જાહેરાત કરવા માટે ટૂંક સમયમાં બેઠક કરી. અર્થતંત્રને સંભાળવામાં સરકારની નિષ્ફળતાના કારણે શ્રીલંકામાં ઉગ્ર બનેલા વિરોધને કારણે બુધવારે ગોટાબાયા રાજપક્ષે દેશ છોડીને ભાગી ગયા હતા.

સિંગાપોરથી ગોટાબાયા દ્વારા મોકલવામાં આવેલ રાજીનામું પત્ર સંસદના 13 મિનિટના સત્ર દરમિયાન વાંચવામાં આવ્યું હતું. રાજપક્ષે (73)એ પોતાના રાજીનામા પત્રમાં શ્રીલંકાની અર્થવ્યવસ્થાની બગાડ માટે કોવિડ-19 મહામારી અને લોકડાઉનને જવાબદાર ગણાવ્યા છે. તેમણે પોતાના પત્રમાં કહ્યું કે આર્થિક મંદીનો સામનો કરવા માટે સર્વપક્ષીય સરકાર બનાવવાના પ્રયાસ જેવા ઉત્તમ પગલાં લીધા. પૂર્વ રાષ્ટ્રપતિએ પોતાના રાજીનામા પત્રમાં એમ પણ લખ્યું છે કે, “મેં મારી તમામ શક્તિથી માતૃભૂમિની રક્ષા કરી છે અને ભવિષ્યમાં પણ કરતો રહીશ.”

તેમણે પોતાની સ્પષ્ટતામાં કહ્યું કે તેઓ રાષ્ટ્રપતિ બન્યાના ત્રણ મહિનામાં જ સમગ્ર વિશ્વ કોવિડ-19ની ઝપેટમાં આવી ગયું. ગોટાબાયાએ કહ્યું, “તે સમયે પહેલાથી જ ખરાબ આર્થિક વાતાવરણને કારણે અવરોધિત હોવા છતાં, મેં લોકોને રોગચાળાથી બચાવવા માટે પગલાં લીધાં.” ગોટાબાયા બુધવારે માલદીવ ભાગી ગયો હતો અને ત્યારબાદ ગુરુવારે સિંગાપોર પહોંચ્યો હતો. દરમિયાન, સિંગાપોરના વિદેશ મંત્રાલયે પણ કહ્યું કે ન તો રાજપક્ષેએ આશ્રય માંગ્યો છે અને ન તો તેમને આશ્રય આપવામાં આવ્યો છે, તેમને ‘ખાનગી મુલાકાત’ માટે દેશમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">