રસી અંગે બ્રિટનના ‘જાતિવાદી’ વલણથી ભારતમાં આક્રોશ, પરંતુ હવે ઇંગ્લેન્ડ ન જવું વધુ સારું

બ્રિટન કોવિશિલ્ડ પ્રત્યે નકારાત્મક અભિગમ કેમ અપનાવી રહ્યું છે ? શું તેને સીરમ ઇન્સ્ટિટ્યૂટ, પુણેના ઉત્પાદન (Covishield) માં કોઈ ખામી દેખાય છે ? જ્યારે બ્રિટિશ અને ભારતીય લોકોને સમાન પ્રકારની કોવિશિલ્ડ કે એસ્ટ્રાઝેનેકા રસી મળી છે.

રસી અંગે બ્રિટનના 'જાતિવાદી' વલણથી ભારતમાં આક્રોશ, પરંતુ હવે ઇંગ્લેન્ડ ન જવું વધુ સારું
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2021 | 7:03 PM

જ્યાં સુધી યુકે દ્વારા આપણને રેડ લીસ્ટમાંથી બહાર ન કાઢે ત્યાં સુધી કોઈ પણ ભારતીયે યુનાઈટેડ કિંગડમ ( United Kingdom – UK ) જવું જોઈએ નહીં. પરંતુ, બ્રિટનની નવી કોવિડ પ્રવાસ નીતિ માટે માત્ર તેના જાતિવાદી વલણની ઝાટકણી કાઢવાને બદલે, આપણે કેટલીક ખૂબ જ મહત્વપૂર્ણ બાબતોને સમજવી જોઈએ. હકીકતમાં, કોરોના રોગચાળા પછી, બ્રિટને અહીં મુસાફરી માટે વિવિધ દેશોની ત્રણ શ્રેણીઓ નક્કી કરી છે. થોડા મહિના પહેલા, આપણને રેડ લીસ્ટમાં મૂકવામાં આવ્યા હતા અને શો ઓફ માટે અંબર યાદીમાં મૂકવામાં આવ્યા હતા. ત્રીજી શ્રેણી ગ્રીન લિસ્ટની છે. જ્યારે આપણને અંબર લિસ્ટમાં મૂકવામાં આવ્યા ત્યારે આપણે ધારી ધારી લીધુ હતુ કે ટૂંક સમયમાં આપણને ગ્રીન લિસ્ટમાં મૂકી દેવામાં આવશે. અને આપણે ઇંગ્લેન્ડની શેરીઓમાં ફરતા જોવા મળીશુ. પણ આવું ન થયું. તેનાથી વિપરીત, આપણને ફરીથી રેડ લીસ્ટમાં મૂકવામાં આવ્યા.

તેમાં કોઈ શંકા નથી કે આ વાજબી નથી. કારણ કે બ્રિટિશ અને ભારતીય લોકોને સમાન પ્રકારની કોવિડશિલ્ડ કે એસ્ટ્રાઝેનેકા રસી મળી રહી છે. આમ હોવા છતાં, ત્યાં જતાં, આપણે 10 દિવસ સુધી ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે, જે યોગ્ય લાગતું નથી. જ્યારે યુરોપના નવ દેશોએ ભારતીય રસીને લીલી ઝંડી આપી દીધી છે, તો પછી બ્રિટનને શું સમસ્યા છે ?

નકલી પ્રમાણપત્રો લેનારા પોતાનો જીવ જોખમમાં મુકી રહ્યા છે જે લોકો કોવેક્સિન રસી મૂકાવે છે તેમને બ્રિટનમાં આવતા અટકાવવાનું હજુ પણ સમજી શકાય તેવું છે, કારણ કે તેને હજુ સુધી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા મંજૂરી આપવામાં આવી નથી. પરંતુ બ્રિટન કોવિશિલ્ડ પ્રત્યે નકારાત્મક અભિગમ કેમ અપનાવી રહ્યું છે ? શું તેને સીરમ ઇન્સ્ટિટ્યૂટ, પુણેના ઉત્પાદન (કોવિશિલ્ડ) માં કોઈ ખામી દેખાય છે? ગયા અઠવાડિયે ભારતમાં નકલી રસી પ્રમાણપત્રો વહેંચાયા હોવાના અહેવાલો સામે આવ્યા હતા. આ મુજબ, 5,500 રૂપિયામાં, રસી લીધા વિના, તમે પ્રમાણપત્ર મેળવી શકો છો. ખબર નથી કે આ કેટલું સાચું છે, પરંતુ એવા લોકો વિશે વિચારવુ રહ્યું કે જેઓ આવા નકલી પ્રમાણપત્રો મેળવવા માટે પોતાનો જીવ જોખમમાં મુકી રહ્યા છે. વિચારો, શું આ લોકો આમ કરીને પોતાનો જીવ જોખમમાં મુકી રહ્યા નથી ?

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

નકલી રસી પ્રમાણપત્રો બનાવનારાઓને તાત્કાલિક પકડી લેવા જોઈએ અને તેમની પર યોજનાપૂર્વકની હત્યાનો કેસ ચલાવવો જોઈએ. આમ ન કરવાથી, આપણે પોતે ઉપહાસનો વિષય બનીશું. અત્યારે જે લોકોને કોવિન એપ અથવા આવી કોઇ એપ દ્વારા રસી મળી છે તેમની નોંધણી કરવામાં આવી રહી છે. આ એપ્લિકેશન્સમાં આવી છેતરપિંડીઓને શોધવાની ક્ષમતા હોવી જોઈએ. આ માટે આપણે આપણા પ્રતિભાશાળી IT વ્યવસાયિકોનો ઉપયોગ કરવો જોઈએ.

છેતરપિંડીના આ સમાચારોમાં કેટલું સત્ય છે તે જાણતા નથી. પરંતુ જેમને રસી મળી નથી તેમને પણ રસીકરણ પૂર્ણ થયાના મેસેજ મળી રહ્યા છે. તે માત્ર એક ટેકનિકલ ખામી હોઈ શકે છે, પરંતુ સલામતીની ખોટી સમજણ માટે પૈસા પડાવવાનું કૃત્ય શરમજનક છે. અહીં આપણે ઈમાનદારી બતાવવી પડશે અને માત્ર તંત્રને દોષ આપવાનું બંધ કરવું પડશે. બીજાઓ પર આંગળી ચીંધવાને બદલે આપણે પહેલા આપણું ઘર સાફ કરવું પડશે.

આ સમયે બ્રિટન જવું દુસ્વપ્ન જેવું છે જો તમે પણ બ્રિટનના વલણથી હેરાન છો, તો તમે જાણો છો કે આ સમયે કોઈપણ રીતે બ્રિટન જવું દુસ્વપ્ન સાબિત થઈ શકે છે. એક અખબારમાં પ્રકાશિત સમાચાર મુજબ, ભારતીય લોકો કે જેમણે કોવિડશિલ્ડ રસી મેળવી છે અને જો તેઓ યુકે જાય છે, તો તેઓએ ઈંગ્લેન્ડ જતા પહેલા ત્રણ દિવસ પહેલા કોવિડ ટેસ્ટ કરાવવો પડશે, આ સિવાય ત્યાં ફરી એક ટેસ્ટ થશે. બ્રિટનમાં પહોંચ્યા પછી આઠમા દિવસે ટેસ્ટ કરાવવો પડશે. અને દસ દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઇન રહેવું પડશે.

આ પણ વાંચોઃ યુકેનુ વલણ ભેદભાવપૂર્ણ, અમે પણ જવાબી કાર્યવાહી કરીશુ, કોવિશિલ્ડ મુદ્દે ભારતે ઉચ્ચારી ચેતવણી

આ પણ વાંચોઃ US માં ખૂબ વ્યસ્ત રહેશે PM મોદી, જો બાઈડન-કમલા હેરિસ સાથે ચર્ચા, ટિમ કૂક સાથે કરશે મુલાકાત, સંયુક્ત રાષ્ટ્રમાં આપશે ભાષણ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">