પાકિસ્તાનમાં હોસ્પિટલની અગાસી પરથી મળ્યા 500 મૃતદેહ, બધામાંથી એક-એક અંગ ગાયબ

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Abhigna Maisuria

Updated on: Oct 15, 2022 | 12:06 AM

ભારતના પડોશી દેશમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાનના મુલ્તાન શહેરના (Multan city) પંજાબ નિશ્તાર હોસ્પિટલમાંથી એક હેરાન કરનારા સમાચાર સામે આવ્યા છે.

પાકિસ્તાનમાં હોસ્પિટલની અગાસી પરથી મળ્યા 500 મૃતદેહ, બધામાંથી એક-એક અંગ ગાયબ
Pakistan news
Image Credit source: TV9 gfx

Shocking News : ભારતના પડોશી દેશમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાનના મુલ્તાન શહેરના (Multan city) પંજાબ નિશ્તાર હોસ્પિટલમાંથી એક હેરાન કરનારા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, હોસ્પિટલની અગાસી પરથી 500 જેટલા મૃતદેહ મળી આવ્યા છે. આ ચોંકાવનારી ઘટવામાં આ મૃતદેહની અંદરના અંગો પણ ગાયબ છે. એક સાથે મળેલા આ મૃતદેહના દ્રશ્યો ખરેખર ચોંકાવનારા છે. ઘણા બધા મૃતદેહની છાતી ચીરીને તેમના શરીરમાંથી હ્દય કાઢી નાખવામાં આવ્યા હતા. આ ઘટના સામે આવતા પાકિસ્તાન સહિત આખી દુનિયામાં હાહાકાર મચ્યો છે.

પાકિસ્તાનમાં હેવાનિયતના રુવાટા ઊભા કરી દેતા વીડિયો

6 સભ્યોની ટીમ કરશે તપાસ

આ હોસ્પિટલમાંથી મળેલા મૃતદેહ વર્ષો જૂના છે. તેથી જ તે સડેલી હાલતમાં છે. પાકિસ્તાનના પંજાબ રાજ્યના મુખ્યમંત્રીના સલાહકારે મુલ્તાનની આ હોસ્પિટલની મુલાકાત લીધી છે. તમેણે સ્વાસ્થ્ય અધિકારીઓને તપાસ કરી કાર્યવાહીના આદેશ આપ્યા છે. સાથે સાથે આ મૃતદેહના અંતિમ સંસ્કારનું પણ સૂચન કર્યુ છે. તેના માટે 6 સભ્યોની ટીમ બનાવવામાં આવી છે , જે 3 દિવસમાં આ ઘટનાના રિપોર્ટ આપશે.

લોકોના શરીર થતા હતા પ્રયોગો ?

મીડિયા રિપોર્ટ અનુસાર, નિશ્તાર મેડિકલ યુનિવર્સિટીના વિદ્યાર્થીનું કહેવુ છે કે આ મૃતદેહ પર મેડિલક એક્સપરિમેન્ટ થતા હતા. આ મૃતદેહમાંથી નીકળેલા અંગો પરથી એ વાતનો પણ અંદાજ લગાવામાં આવી રહ્યો છે કે, આ હોસ્પિટલમાંથી મોટા પ્રમાણમાં માનવ અંગોની તશ્કરી થતી હશે. તેમના હાડકા અને ખોપરીને નીકળાવા માટે તેમને અગાશી પર સતાડી રાખવામાં આવ્યા હતા.

આ ઘટના પાછળનું સત્ય તો તપાસ બાદ સામે આવશે. પણ પાકિસ્તાનમાંથી મળી આવેલા આ 500 અજ્ઞાત અને ખરાબ હાલતમાં મળેલા મૃતદેહને કારણે આખી દુનિયા ચોંકી ગઈ છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati