જેવો દેશ તેવો જ તેનો રાજા, ઈમરાન ખાને વેચી મારી ગલ્ફના પ્રિન્સે આપેલી ઘડિયાળ, કંગાળિયત કે મજબુરી!

રાજ્યના વડાઓ અને બંધારણીય હોદ્દાઓ ધરાવતા અધિકારીઓ વચ્ચે સત્તાવાર મુલાકાતો પર ભેટોનું વિનિમય થાય છે. 

જેવો દેશ તેવો જ તેનો રાજા, ઈમરાન ખાને વેચી મારી ગલ્ફના પ્રિન્સે આપેલી ઘડિયાળ, કંગાળિયત કે મજબુરી!
Pakistan PM Imran Khan

નવા પાકિસ્તાન (Pakistan)નું વચન આપીને સત્તામાં આવેલા ઈમરાન ખાને (Imran Khan) એક તરફ દેશને વધુ કંગાળ બનાવ્યો છે અને બીજી બાજુ વિદેશમાંથી મળેલ ભેટો વેચીને પોતાની સંપત્તિમાં વધારો કરી રહ્યા છે. પાકિસ્તાનના મુખ્ય વિપક્ષી દળોએ બુધવારે આરોપ લગાવ્યો હતો કે ઈમરાન ખાને અન્ય દેશો પાસેથી મળેલી ભેટો ગેરકાયદેસર રીતે વેચી હતી, જેમાં એક મિલિયન ડોલરની મોંઘી ઘડિયાળનો સમાવેશ થાય છે.

 

ગીફ્ટ અંગે પાકિસ્તાનમાં આ છે નિયમો

રાજ્યના વડાઓ અને બંધારણીય હોદ્દાઓ ધરાવતા અધિકારીઓ વચ્ચે સત્તાવાર મુલાકાતો પર ભેટોનું વિનિમય થાય છે.  પાકિસ્તાનમાં ગિફ્ટ ડિપોઝિટરી (તોષાખાના)ના નિયમો અનુસાર, જ્યાં સુધી તેમની ખુલ્લી હરાજી કરવામાં ન આવે ત્યાં સુધી આ ભેટો રાષ્ટ્રની સંપત્તિ છે. નિયમો અનુસાર અધિકારીઓ 10,000 રૂપિયાથી ઓછી ભેટ રાખી શકે છે.

 

ગીફ્ટ ચોરી છુપે વેચવાના અહેવાલો પર વિપક્ષોની પ્રતિક્રિયા

પીએમએલ-એન ઉપાધ્યક્ષ મરિયમ નવાઝે ઉર્દૂમાં ટ્વીટ કર્યું હતું કે, ઈમરાન ખાને અન્ય દેશોમાંથી મળેલી ભેટોને વેચી દીધી છે. પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પુત્રીએ કહ્યું, ખલીફા હઝરત ઉમર તેમના શર્ટ અને ડગલા માટે જવાબદાર હતા અને એક તરફ તમે (ઈમરાન ખાને) તોશાખાનાની ભેટો લૂંટી અને તમે મદીના સ્થાપવાની વાત કરો છો? વ્યક્તિ આટલો સંવેદનહીન, બહેરો, મૂંગો અને આંધળો કેવી રીતે હોઈ શકે?

 

વિપક્ષી ગઠબંધન પાકિસ્તાન ડેમોક્રેટિક મુવમેન્ટ (PDM)ના વડા મૌલાના ફઝલુર રહેમાને કહ્યું કે એવા અહેવાલો છે કે વડાપ્રધાન ઈમરાન ખાને એક રાજકુમાર પાસેથી મળેલી મોંઘી ઘડિયાળ વેચી દીધી છે. આ શરમજનક છે. સોશિયલ મીડિયા પર એવા અહેવાલો ચાલી રહ્યા છે કે ઈમરાન ખાનને એક અખાતી દેશના રાજકુમારે એક મિલિયન યુએસ ડોલરની ઘડિયાળ ભેટમાં આપી હતી. આ ઘડિયાળ દુબઈમાં ખાનના નજીકના મિત્રએ એક મિલિયન ડોલરમાં વેચી હતી અને તે રકમ ઈમરાન ખાનને આપી હતી. કથિત રીતે પ્રિન્સને પણ ભેટોના વેચાણ વિશે  જાણ થઈ છે.

 

કોર્ટમાં પડ્યા છે પડતર કેસો

આસિફ અલી ઝરદારી (Asif Ali Zardari),  નવાઝ શરીફ (Nawaz Sharif) અને યુસુફ રઝા ગિલાની (Yousuf Raza Gilani) સહિત કેટલાક ભૂતપૂર્વ વડાપ્રધાનો અને રાષ્ટ્રપતિ સામે સત્તાવાર મુલાકાતો દરમિયાન મળેલી ભેટોના સંબંધમાં પાકિસ્તાનની અદાલતોમાં કેસ પેન્ડિંગ છે.

 

આ પણ વાંચો :  Petrol Diesel Price: દેશમાં પેટ્રોલ ડિઝલની કિંમત ઓછી કરવા સરકાર એક્શનમાં, જાણો કેમ ભેગી કરાઈ રહી છે સરકારી અને ખાનગી કંપનીનાં જૂથ

 

Click on your DTH Provider to Add TV9 Gujarati