ઈમરાન ખાને પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવા માટે મોદી સરકારના કર્યા વખાણ, જાણો શું કહ્યું

ઈમરાન ખાને પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવા માટે મોદી સરકારના કર્યા વખાણ, જાણો શું કહ્યું
imran khan

કેન્દ્ર સરકારે ઈંધણ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યા બાદ શનિવારે પેટ્રોલના ભાવમાં 9.5 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલમાં 7 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

May 22, 2022 | 9:48 AM

પાકિસ્તાનના (Pakistan) ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને (Imran Khan) ફરી એકવાર “અમેરિકાના દબાણ” છતાં રશિયા પાસેથી સબસિડીવાળુ ઈંધણ ખરીદવા બદલ ભારતની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે ભારતની સરકાર સ્વતંત્ર વિદેશ નીતિની મદદથી આ હાંસલ કરવા માટે કામ કરી રહી છે. તેમણે પાકિસ્તાન મુસ્લિમ લીગ (એન)ની આગેવાની હેઠળની સરકારની “માથા વગરની મરઘી જેવી અર્થવ્યવસ્થા” માટે ટીકા કરી હતી. ઈમરાનખાને ગઈકાલે મોદી સરકાર (Modi government) દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાતની પ્રશંસા કરી હતી.

ઈંધણના ભાવમાં ઘટાડો કરવાના ભારત સરકારના નિર્ણય વિશે માહિતી શેર કરતા, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (Tehreek-e-Insaf PTI ) ના વડા ઈમરાનખાને ટ્વિટર પર લખ્યું, “ક્વોડનો ભાગ હોવા છતાં, ભારતે પોતાને યુએસ દબાણથી દૂર રાખ્યો અને જનતાને રાહત આપવાના ભાગરૂપે ડિસ્કાઉન્ટેડ રશિયન ઈંધણ ખરીદ્યું. ભારતે જે કર્યુ તે જ પ્રકારે, મારી સરકાર પણ સ્વતંત્ર વિદેશ નીતિની મદદથી હાંસલ કરવા માટે કામ કરી રહી હતી.

તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા ઈંધણ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યા બાદ શનિવારે પેટ્રોલની કિંમતમાં 9.5 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમતમાં 7 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

ભારતની રશિયન ઈંધણની આયાત એવા સમયે વધી છે જ્યારે પશ્ચિમી દેશોએ યુક્રેન પર આક્રમણ કર્યા પછી મોસ્કો પર સખત પ્રતિબંધો લાદ્યા છે, જેના કારણે ઘણા તેલ આયાતકારોને રશિયા સાથે વેપાર કરવાનું બંધ કરવાની ફરજ પડી છે. રોઇટર્સના અહેવાલ મુજબ, ભારતે ફુગાવા સામે લડવા માટે રશિયા પાસેથી સબસિડીવાળા ઈંધણની ખરીદીમાં વધારો કર્યો, જેનાથી એપ્રિલમાં દેશની ક્રૂડ ઓઇલની આયાત સાડા ત્રણ વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગઈ.

ઈમરાન ખાને કહ્યું કે તેમની સરકાર લોકોને રાહત આપવા માટે સમાન પગલાં લેવા માંગતી હતી, પરંતુ “મીર જાફર અને મીર સાદિક સત્તા પરિવર્તન માટે બહારના દબાણને વશ થઈ ગયા.” પૂર્વ પાકિસ્તાની PMએ ટ્વીટ કર્યું, “અમારી સરકાર માટે પાકિસ્તાનનું હિત સર્વોચ્ચ હતું, પરંતુ દુર્ભાગ્યે સ્થાનિક મીર જાફર અને મીર સાદિક સત્તા પરિવર્તન માટે બાહ્ય દબાણને વશ થઈ ગયા. હવે માથા વગરની મરધી જેવી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ વાહન ચલાવી રહ્યો છે.”

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati