ઇમરાન ખાને કહ્યું, ભારત-પાકિસ્તાનના વણસેલા સંબંધ માટે RSS જવાબદાર, તો ઇન્દ્રેશ કુમારે પ્રત્યુતરમાં કહ્યું, પાકિસ્તાન પહેલેથી ઝેરીલું

ઇમરાનખાનને તાશ્કંદમાં પૂછવામાં આવ્યું કે અફઘાનિસ્તાનમાં તાલિબાનોને પ્રોત્સાહન આપવામાં પાકિસ્તાનની શું ભૂમિકા છે, તો તેમણે જવાબ આપવાનો ટાળ્યો હતો. તેના બદલે તેમણે ભારત સાથે વણસેલા સંબંધ પાછળ આરએસએસની વિચારધારાને દોષી ઠેરવી.

ઇમરાન ખાને કહ્યું, ભારત-પાકિસ્તાનના વણસેલા સંબંધ માટે RSS જવાબદાર, તો ઇન્દ્રેશ કુમારે પ્રત્યુતરમાં કહ્યું, પાકિસ્તાન પહેલેથી ઝેરીલું
ઇમરાન ખાન
TV9 GUJARATI

| Edited By: Charmi Katira

Jul 16, 2021 | 9:05 PM

પાકિસ્તાનના (Pakistan) વડા પ્રધાન ઇમરાન ખાન (Imran Khan) સમગ્ર વિશ્વમાં આતંકવાદથી સૌથી વધુ પીડિત દેશ તરીકે ગણાવીને સહાનુભૂતિ મેળવી રહ્યા છે. જ્યારે ઉઝબેકિસ્તાનની બે દિવસીય મુલાકાતે આવેલા ઇમરાનને ભારત અને પાકિસ્તાન વચ્ચેની મિત્રતા અંગે સવાલ કરવામાં આવ્યા ત્યારે તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને((RSS) બદનામ કરવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, જ્યારે તેમને તાલિબાન સાથેના પાકિસ્તાનના (Pakistan-Taliban) સંબંધો વિશે પૂછવામાં આવ્યું ત્યારે ઈમરાને જવાબ આપ્યા વિના ભાગવાનું વધુ સારું માન્યું હતું.

ઇમરાન ખાન મધ્ય અને દક્ષિણ એશિયાના દેશોના બે દિવસીય સંમેલનમાં ભાગ લેવા ઉઝબેકિસ્તાનની રાજધાની તાશ્કંદ પહોંચ્યા છે. અહીં જ્યારે સમાચાર એજન્સીના પત્રકારે પૂછ્યું કે વાતચિત્ત અને આતંકવાદ એક સાથે થઈ શકે છે? આ ભારત તરફથી તમને સીધો સવાલ છે. તેનો જવાબ આપતાં ઈમરાને આરએસએસ પર ભારત અને પાકિસ્તાન વચ્ચેના વણસેલા સંબંધને જવાબદાર ઠેરવ્યું હતું.

આ બાદ પાકિસ્તાન વડા પ્રધાને કહ્યું હતું કે, અમે ભારત સાથે મિત્રતાની જેમ રહેવા માટે તૈયાર છીએ, પરંતુ આરએસએસની વિચારધારા વકછે આવી જાય છે. આ પછી જ્યારે પત્રકારે તાલિબાન વિશે પ્રશ્નો પૂછ્યા ત્યારે ઇમરાન જવાબ આપી શક્યા નહીં અને તે તુરંત જ ચાલતી પકડી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ શેર કરવામાં આવી રહ્યો છે.

આ બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતા અને મુસ્લિમ રાષ્ટ્રીય મંચના સંરક્ષક ઈન્દ્રેશ કુમારે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને આડે હાથ લીધા છે. ઇન્દ્રેશ કુમારે કહ્યું કે ઇમરાન ખાનનું નિવેદન એ હકીકતનું પ્રતીક છે કે પાકિસ્તાન તેના જન્મથી જ ઝેરથી ભરેલા શાસકોનો દેશ છે. પાકિસ્તાનના લોકો શાંતિથી રહેવા માંગે છે, પરંતુ પાકિસ્તાનના શાસકો તેમના પોતાના દેશના દુશ્મન છે. 1971 માં તેની ઝેરી ભાવનાથી પાકિસ્તાન તૂટી ગયું અને બાંગ્લાદેશ તૂટી ગયું. હવે સિંધ, બલુચિસ્તાન, પખ્તુનિસ્તાન તેમના ઝેરી નિવેદનોને કારણે ફરીથી પાકિસ્તાનથી સંબંધ તોડીને આગળ વધી રહ્યા છે.

આ પરિષદમાં ઇમરાન ખાન અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની સાથે પણ ટકરાયા હતા.અશરફ ગનીએ આ પરિષદ દરમિયાન તાલિબાન સાથેના પાકિસ્તાનના નિકટના સંબંધોનો પર્દાફાશ કર્યો હતો. જે પછી બોલવા આવેલા ઇમરાને પાકિસ્તાનને આતંકવાદથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશ ગણાવ્યું હતું. અફઘાનિસ્તાનમાં અશાંતિથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશ પાકિસ્તાન છે. છેલ્લા 15 વર્ષમાં પાકિસ્તાને 70 હજાર લોકોને ગુમાવ્યા છે.

પાકિસ્તાન શનિવારથી અફઘાન શાંતિ પરિષદનું આયોજન કરશે. આ પરિષદમાં અફઘાનિસ્તાનના ઘણા મોટા નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. જો કે, અફઘાન સરકાર તરફથી આ સંમેલનમાં કોણ શામેલ થશે તે અંગે હજુ સુધી કોઈ જાણકારી આપી નથી. તો બીજી તરફ તાલિબાનોએ પણ આ પરિષદમાં ભાગ લેવાની ના પાડી દીધી છે. તાલિબાનનું કહેવું છે કે અમે પાકિસ્તાનમાં ઘણી વખત મિટિંગો કરી ચૂક્યા છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati