Pakistan: નવા વટહુકમને પગલે લડાઈ આરપાર, ઇમરાન ખાન અને PM શાહબાઝ શરીફ વચ્ચે છેડાયુ વાક યૂદ્ધ

પૂર્વ PM ઈમરાન ખાને શાહબાઝ શરીફને (PM Shehbaz Sharif) છેલ્લા 30 વર્ષથી પાકિસ્તાનને લૂંટવા માટે અને વર્તમાન આર્થિક મંદી માટે પણ જવાબદાર ઠેરવ્યા હતા.

Pakistan: નવા વટહુકમને પગલે લડાઈ આરપાર, ઇમરાન ખાન અને PM શાહબાઝ શરીફ વચ્ચે છેડાયુ વાક યૂદ્ધ
Twitter war between Pm Shehbaz Sharif and Imran khan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2022 | 12:27 PM

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ (Pak PM Shehbaz Sharif) અને ભૂતપૂર્વ વડા પ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના વડા ઇમરાન ખાન (imran Khan) વચ્ચે ટ્વિટર પર વાક યુદ્ધ છેડાયું છે. પાકિસ્તાનને આગામી શ્રીલંકા (Srilanka) બનવાથી બચાવવા માટે શાહબાઝ સરકારે એક વટહુકમ પસાર કર્યો છે જેમાં દેશની સંપત્તિ વિદેશીઓને વેચવાની જોગવાઈ કરવામાં આવી છે. ઈમરાન ખાને આરોપ લગાવ્યો છે કે સરકારે (Pak gov) વિદેશમાં રાષ્ટ્રીય સંપત્તિ વેચવા માટે તમામ પ્રક્રિયાઓને બાયપાસ કરી છે. સ્થાનિક મીડિયા અનુસાર વટહુકમ પસાર થયાના કલાકો પછી, ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને “આયાતી સરકાર” ની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉભા કર્યા છે. ઈમરાન ખાને શાહબાઝ શરીફ પર છેલ્લા 30 વર્ષથી પાકિસ્તાનને લૂંટવા માટે અને વર્તમાન આર્થિક મંદી માટે પણ જવાબદાર ઠેરવ્યા હતા.

ઈમરાન ખાને યુ.એસ. પર સરકારના પતન પાછળ ષડયંત્રનો આરોપ મૂક્યો અને પૂછ્યું કે આયાતી સરકાર પર કેવી રીતે વિશ્વાસ કરવો કે જેનો દેશની સંપત્તિ વિદેશમાં વેચવાનો નિર્ણય છે, જેના પરિવારમાં ભ્રષ્ટાચાર છે. સાથે જ તેણે શાહબાઝ શરીફને ‘ક્રાઈમ મિનિસ્ટર’ (Crime minister)  ગણાવ્યા. આના પર પીએમ શાહબાઝે પણ વળતો જવાબ આપ્યો અને કહ્યું, “ઇમરાન નિયાઝી યાદશક્તિની ખોટથી પીડિત છે અને તેમને કંઈક યાદ કરાવવાની જરૂર છે.”

ઈમરાન સરકારમાં ભ્રષ્ટાચાર વધ્યોઃ શાહબાઝ

તેમણે આરોપ લગાવ્યો કે ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલના રિપોર્ટ અનુસાર ઈમરાનની સરકારમાં દેશમાં ભ્રષ્ટાચાર વધ્યો છે. ભ્રષ્ટાચાર છુપાવવા માટે પોસ્ટિંગ (Transfer) પણ વેચવામાં આવ્યું હતું. દેશના લોકો તેમના અર્થતંત્રના ગેરવહીવટની કિંમત ચૂકવી રહ્યા છે.” સાથે જ શાહબાઝ શરીફે ઈમરાન ખાન પર દેશની વૈશ્વિક પ્રતિષ્ઠા અને મિત્ર દેશો સાથેના સંબંધોને ઊંડી ઠેસ પહોંચાડવાનો આરોપ પણ લગાવ્યો હતો.

વટહુકમમાં વિવાદિત જોગવાઈ

ઉલ્લેખનીય છે કે વટહુકમ હેઠળ શાહબાઝ સરકારે એવી જોગવાઈ કરી છે કે દેશની કોઈ પણ અદાલત દેશની મિલકતોને (pakistan asset) વિદેશમાં વેચવા સામે અરજી કે દાવો સ્વીકારી શકશે નહીં. જોકે, નિષ્ણાતો કહે છે કે કોર્ટ આવી જોગવાઈઓને સ્વીકારશે નહીં. ઉપરાંત વટહુકમમાં એવી જોગવાઈ છે કે કોઈ પણ તપાસ એજન્સી, એન્ટિ-ગ્રાફ્ટ એજન્સી કે કોર્ટ વિદેશમાં મિલકત વેચવામાં ડિફોલ્ટની તપાસ કરી શકશે નહીં.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">