કેટલું કંગાળ ઇમરાનનું પાકિસ્તાન? પૈસા માટે જીન્નાની ‘નિશાની’ રાખશે ગીરવે

Pakistanનું એટલું દેવાળું ફૂંકાઈ ગયું છે કે હવે પોતાના દેશના સંસ્થાપક મોહમ્મદ અલી જીન્નાની નિશાનીઓ ગીરવે રાખવાનો વારો આવ્યો છે.

  • tv9 webdesk37
  • Published On - 10:45 AM, 25 Jan 2021
How miserable is Imran's Pakistan? Mortgages will keep Jinnah's 'sign' for money
ગીરવે રખાશે જીન્નાની નિશાની

Pakistanનું એટલું દેવાળું ફૂંકાઈ ગયું છે કે હવે પોતાના દેશના સંસ્થાપક મોહમ્મદ અલી જીન્નાની નિશાનીઓ ગીરવે રાખવાનો વારો આવ્યો છે. નિશાનીઓ છોડો જીન્નાથી જોડાયેલી ઓળખાણને ગીરવે રાખવી પડી રહી છે. પાકિસ્તાનની ઇમરાન સરકારે 500 અબજ રૂપિયા માટે મોહમ્મદ અલી જીન્નાના બહેનના નામથી મશહુર પાર્કની નીલામી કરવાનો વિચાર કરી રહી છે.

કહેવામાં આવી રહ્યું છે કે પાર્કને ગીરવે રાખવાનો પ્રસ્તાવ મંગળવારના રોજ થનારી કેબિનેટ બેઠકમાં પ્રસ્તુત કરવામાં આવશે. આ પાર્કનું નામ “ફાતિમા જીન્ના પાર્ક” છે. મદાર-એ-મિલ્લત ફાતિમા જીન્ના પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી જીન્નાની બહેન છે. અને પાર્ક 759 એકરના વિસ્તારમાં ફેલાયેલો છે. આ એક સાર્વજનિક મનોરંજન પાર્ક છે.

પાકિસ્તાનના એક અખાબરીય અહેવાલ મુજબ આ મીટીંગ વિડીયો લિંક દ્વારા થશે. જેને ઇમરાન ખાનના આવાસ અને કેબીનેટ ડિવિઝનના કમિટી રૂપ તરફથી આયોજિત કરવામાં આવશે.

આ પ્રસ્તાવ પર મંગળવારે ચર્ચા કરવામાં આવશે. રિપોર્ટ અનુસાર પાકિસ્તાન આર્થિક સંકટનો સામનો કરી રહી છે. અને ઇમરાન સરકારે લોન મેળવવા માટે આ F -9 પાર્કને 500 અબજ રૂપિયામાં ગીરવે રાખવાનો નિર્ણય લીધો છે.

અહીં નોંધનીય છે કે કેપિટલ ડેવલપમેન્ટ ઓથોરિટીએ આ સંદર્ભમાં પહેલાથી નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ જારી કર્યું છે. જોકે વસ્તુઓને ગીરવે રાખવું પાકિસ્તાન સરકારનો વારસો રહ્યો છે. અગાઉ વિવિધ સરકારોના કાર્યકાળ દરમિયાન ઘણી સંસ્થાઓ, ઇમારતો, રસ્તાઓ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બોન્ડને ગીરવે રાખીને લોન મેળવેલી છે.