‘વાઘ સાથે’ રાત વિતાવવાનો મોકો, 1 ફેબ્રુઆરીથી ખુલી રહી છે આ ખાસ હોટેલ !

'વાઘ સાથે' રાત વિતાવવાનો મોકો, 1 ફેબ્રુઆરીથી ખુલી રહી છે આ ખાસ હોટેલ !
Tiger view hotel in China (Image-Viralpress)

સેન્ડી ટ્રાઈબ ટ્રી-હાઉસ હોટલમાં એક ખાસ રૂમ બનાવવામાં આવ્યો છે, જ્યાં વાઘ આખી રાત રહેનારાઓના પલંગની બાજુમાં ફરતા જોવા મળશે,

TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

Jan 26, 2022 | 12:56 PM

સિંહ અને વાઘ (Tiger) વિશ્વના સૌથી ખતરનાક પ્રાણીઓમાંના એક છે, જેમની સામે માણસ ન આવે તો જ સારું, નહીં તો આ હિંસક પ્રાણીઓ કોઈને પણ ફાડી ખાય છે. મોટા પ્રાણીઓ પણ તેમના હુમલાથી બચી શકતા નથી, તો કલ્પના કરી શકાય કે માનવી તેમની સાથે કેવી રીતે સ્પર્ધા કરી શકે. જો કે, સાહસના શોખીનો માટે ચીનની હોટલ (Chinese Hotel) એક એવી વ્યવસ્થા કરવામાં આવી છે જ્યાં તેઓ વાઘને ખૂબ નજીકથી જોઈ શકશે. તમે સોશિયલ મીડિયા(Social Media) પર આવા ઘણા વીડિયો કે તસવીરો જોઈ હશે, જેમાં માણસો પાંજરામાં કેદ છે, જ્યારે વાઘ બહાર ફરતા હોય છે. ચીનની એક હોટેલ પણ આવી જ તક આપી રહી છે, જેમાં લોકોને ‘વાઘ સાથે’ રાત વિતાવવાનો મોકો મળશે.

ચીનના જિઆંગસુ પ્રાંતના(Jiangsu province) નાન્ટોંગ શહેરમાં આદિવાસી પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે એક હોટેલ બનાવવામાં આવી છે, જે સેન્ડી ટ્રાઈબ ટ્રીહાઉસ હોટેલ(Sendi Tribe Treehouse Hotel) તરીકે ઓળખાય છે. અહીં એક સ્પેશિયલ રૂમ બનાવવામાં આવ્યો છે, જ્યાં રહેતા લોકોના પલંગની બાજુમાં વાઘ આખી રાત ફરતા જોવા મળશે, નકલી નહીં પણ અસલી વાઘ છે.

મિરરના રિપોર્ટ અનુસાર, હોટલનો તે ચોક્કસ રૂમ સફેદ વાઘની ગુફાની બાજુમાં છે. જો કે હોટલ સ્ટાફનું કહેવું છે કે આ રૂમમાં રહેવાને લઈને ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે તેને સંપૂર્ણ રીતે સુરક્ષાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. રૂમમાં એક પારદર્શક દિવાલ છે, પરંતુ તે બુલેટપ્રૂફ કાચની બનેલી છે, જે બ્લાસ્ટને પણ સહી શકવાની શક્તિ ધરાવે છે. આવી સ્થિતિમાં જો વાઘ કાચ તોડવા માંગે તો પણ તે તેને તોડી શકતા નથી એટલે કે અહીં રહેતા લોકો એકદમ સુરક્ષિત રહેશે.

જો કે હજુ સુધી હોટલનો આ સ્પેશિયલ રૂમ પ્રવાસીઓ માટે ખોલવામાં આવ્યો નથી. તેને 1 ફેબ્રુઆરીએ ખોલવાનું વિચારવામાં આવી રહ્યું છે, કારણ કે ચીનમાં આ દિવસથી ચીની Zodiac પ્રમાણે ‘વાઘનું વર્ષ’ શરૂ થઈ રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સ્પેશિયલ રૂમમાં રહેવાનો અનુભવ ખૂબ જ ખાસ હશે.

બીજી તરફ આ હોટલ સામે ઘણા લોકો દ્વારા સરકારને ફરિયાદ કરવામાં આવી છે. તેમનું માનવું છે કે હોટલના અતિથિઓને સુરક્ષિત રાખવાની પૂરતી વ્યવસ્થા છે પરંતુ રૂમ્સની ડિઝાઇનમાં વાઘ અંગે વિચારવામાં જ નથી આવ્યું. માણસોને જોઈને વાઘ સહેલાઈથી ઉશ્કેરાઈ શકે છે. આ ફરિયાદોને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર હોટલને બંદ કરવાનો આદેશ પણ આપી શકે છે.

આ પણ વાંચો:

On This Day: 2001માં ગુજરાતના ભુજમાં ધરા ધ્રુજી હતી, હજારો લોકોના થયા હતા મૃત્યુ, જાણો 26 જાન્યુઆરીનો ઈતિહાસ

આ પણ વાંચો:

Republic Day 2022: 50ના દાયકાથી અત્યાર સુધી દેશભક્તિની ફિલ્મો બનાવવાનો છે સિલસિલો, શું તમે આ ફિલ્મ જોઈ છે?

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati