Jumbo Floating Restaurant: દરિયામાં ડુબી ગઈ વિશ્વની સૌથી મોટી ‘જમ્બો ફ્લોટિંગ રેસ્ટોરન્ટ’

ફ્લોટિંગ રેસ્ટોરન્ટની શરૂઆત વર્ષ 1976માં સ્વ. તે કેસિનો ઉદ્યોગપતિ સ્ટેનલી હો દ્વારા કરવામાં આવી હતી. માહિતી અનુસાર તેને બનાવવામાં 30 મિલિયન હોંગકોંગ ડોલર અથવા 3.8 મિલિયન યુએસ ડોલરનો ખર્ચ થયો હતો.

Jumbo Floating Restaurant: દરિયામાં ડુબી ગઈ વિશ્વની સૌથી મોટી 'જમ્બો ફ્લોટિંગ રેસ્ટોરન્ટ'
Hong Kong Jumbo Floating Restaurant Sinks into seaImage Credit source: AFP
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 21, 2022 | 5:41 PM

હોંગકોંગમાં પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર અને વિશ્વની સૌથી મોટી ‘જમ્બો ફ્લોટિંગ રેસ્ટોરન્ટ’ દક્ષિણ ચીન સમુદ્રમાં ડૂબી ગઈ છે. આ માહિતી રેસ્ટોરન્ટની પેરેન્ટ કંપની એબરડીન રેસ્ટોરન્ટ એન્ટરપ્રાઈઝ લિમિટેડે (Aberdeen Restaurant Enterprises) આપી છે. કંપનીના જણાવ્યા અનુસાર રવિવારે પાર્સલ ટાપુ (Paracel Islands) પાસે ખરાબ હવામાનને કારણે રેસ્ટોરન્ટ ઊંધી પડી ગઈ હતી, જેમાં પાણી ભરાઈ ગયું હતું અને સંપૂર્ણપણે ડૂબી ગઈ હતી. કંપનીએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે સ્થળ પર પાણીની ઊંડાઈ 1000 મીટર અથવા 3,280 ફૂટથી વધુ હતી. આવી સ્થિતિમાં બચાવ કાર્યમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને પ્રયત્નો છતાં પણ રેસ્ટોરન્ટને ડૂબતા બચાવી શકાઈ ન હતી.

કંપનીનું કહેવું છે કે આ ઘટના ‘ખૂબ જ દુઃખદ’ છે અને અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી. કંપનીના નિવેદન અનુસાર તરતી રેસ્ટોરન્ટનું નિરીક્ષણ કરવા માટે મરીન એન્જિનિયરને રાખવામાં આવ્યો છે, જે અકસ્માતની તપાસ કરશે, જેના માટે તમામ મંજૂરીઓ લેવામાં આવી છે.

2013થી જમ્બો બિઝનેસ ખોટમાં!

વર્ષ 2020માં કોરોના રોગચાળા દરમિયાન રેસ્ટોરન્ટ બંધ કરવામાં આવી હતી અને કામ અટકી જવાને કારણે કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા હતા. રેસ્ટોરન્ટ ઓપરેટર મેલ્કો ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટે (Melco International Development) ગયા મહિને અહેવાલ આપ્યો હતો કે બિઝનેસ 2013થી ખોટ સહન કરી રહ્યો છે અને કંપનીની ખોટ US$12.7 મિલિયન સુધી પહોંચી છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

આ દરમિયાન 80-મીટર લાંબી અને ત્રણ માળની ફ્લોટિંગ રેસ્ટોરન્ટની જાળવણી માટે દર વર્ષે લાખો ડોલરનો ખર્ચ કરવામાં આવે છે અને ડઝનેક કંપનીઓ અને સંસ્થાઓએ ફ્લોટિંગ રેસ્ટોરન્ટનું સંચાલન કરવાનો ઈનકાર કર્યો છે. ઓપરેટર કંપનીએ કહ્યું કે જૂનમાં લાઈસન્સ સમાપ્ત થયા પછી જમ્બો હોંગકોંગ છોડશે અને કોઈ અપ્રકાશિત જગ્યાએથી કામ કરશે.

જમ્બો ફ્લોટિંગ રેસ્ટોરન્ટ 1976માં બનાવવામાં આવી હતી!

ઉલ્લેખનીય છે કે પ્રખ્યાત ફ્લોટિંગ રેસ્ટોરન્ટની શરૂઆત વર્ષ 1976માં સ્વ. તે કેસિનો ઉદ્યોગપતિ સ્ટેનલી હો દ્વારા કરવામાં આવી હતી. માહિતી અનુસાર તેને બનાવવામાં 30 મિલિયન હોંગકોંગ ડોલર અથવા 3.8 મિલિયન યુએસ ડોલરનો ખર્ચ થયો હતો.

VVIP લોકો લઈ ચૂક્યા છે રેસ્ટોરન્ટની મુલાકાત

બ્રિટનની રાણી એલિઝાબેથ દ્વિતીય, 39માં યુએસ પ્રમુખ જિમી કાર્ટર અને હોલીવુડ અભિનેતા ટોમ ક્રૂઝ સહિત આ ફ્લોટિંગ રેસ્ટોરન્ટની મુલાકાત લીધી છે. 30 લાખથી વધુ લોકોએ આ રેસ્ટોરન્ટની મુલાકાત લીધી છે.

જમ્બો રેસ્ટોરન્ટમાં ‘ઈન્ટર ધ ડ્રેગન’, ‘સ્પાઈડર-મેન: ધ ડ્રેગન ચેલેન્જ’ અને કોમેડી ‘ગોડ ઓફ કૂકરી’ અને ધ મેન વિથ ધ ગોલ્ડન ગન સહિત અનેક સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફિલ્મોનું શૂટિંગ પણ થયું છે.

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">