ભારતની આ દિગ્ગજ કંપની નહીં કરે ડ્રેગન સાથે વેપાર, ચીની કંપનીઓને થશે 900 કરોડનું નુકસાન

ગલવાન ઘાટીની ઘટના બાદ ભારતમાં ચીની પ્રોડક્ટનો ભારે વિરોધ થઈ રહ્યો છે. દેશમાં સરકાર પણ ભારતીય બનાવટની જ વસ્તુઓનો ઉપયોગ કરવા માટે અપીલ કરી રહી છે. સરકારે ચીની એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવી દીધો છે અને તેના લીધે 59 એપ્સ ભારતમાં ચીની કંપનીઓએ બંધ કરવાની ફરજ પડી છે. આ બાજુ હવે હીરો સાઈકલએ પણ ચીનને ઝટકો […]

ભારતની આ દિગ્ગજ કંપની નહીં કરે ડ્રેગન સાથે વેપાર, ચીની કંપનીઓને થશે 900 કરોડનું નુકસાન
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 25, 2020 | 6:49 PM

ગલવાન ઘાટીની ઘટના બાદ ભારતમાં ચીની પ્રોડક્ટનો ભારે વિરોધ થઈ રહ્યો છે. દેશમાં સરકાર પણ ભારતીય બનાવટની જ વસ્તુઓનો ઉપયોગ કરવા માટે અપીલ કરી રહી છે. સરકારે ચીની એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવી દીધો છે અને તેના લીધે 59 એપ્સ ભારતમાં ચીની કંપનીઓએ બંધ કરવાની ફરજ પડી છે. આ બાજુ હવે હીરો સાઈકલએ પણ ચીનને ઝટકો આપ્યો છે. હીરો સાઈકલે ચીનના સાથેના વેપાર અંગે મોટો નિર્ણય લીધો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

hero-cycles-shelves-business-plan-worth-rs-900-crore-to-china

આ પણ વાંચો :  જાણો કેમ 30 હજારથી વધારે લોકો જીવના જોખમે કોરોના સંક્રમિત થવા માટે તૈયાર છે?

હીરો સાઈકલે જે નિર્ણય લીધો તેના લીધે ચીનને કરોડો રુપિયાનું નુકસાન થશે. હીરો કંપનીએ શુક્રવારના રોજ એક નિવેદનમાં કહ્યું કે આગામી 3 મહિનામાં ચીન સાથે જે વેપારની ડીલ થઈ હતી તેને કેન્સલ કરવામાં આવી છે. હીરોએ ઉમેર્યું કે આગામી 3 મહિનામાં કંપનીએ 900 કરોડ રુપિયાનો બિઝનેસ ચીની કંપનીઓ સાથે કરવાનું નક્કી કર્યું હતું તે પ્લાનને રદ કરવામાં આવ્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઉલ્લેખનીય છે કે ચીનમાં સસ્તા ભાવે વસ્તુઓ મળી રહી છે. આથી ભારતીય કંપનીઓ ત્યાંથી પાર્ટસ આયાત કરે છે. હીરો સાઈકલ કંપની પણ ચીનથી જ સાઈકલના પાર્ટસ આયાત કરી રહી હતી. મુખ્યત્વે હાઈ એન્ડ બાઈસિકલ માટે પાર્ટસ આયાત કરવામાં આવતા હતા. આ સાઈકલનો ઉપયોગ પ્રોફેશનલ લોકો કરે છે અને તેની કિંમત 15 હજારથી લઈને 7 લાખ સુધી હોય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

hero-cycles-shelves-business-plan-worth-rs-900-crore-to-china

ચીનને ટક્કર આપવા માટે હીરો સાઈકલે તેમનો નવો પ્લાન્ટ જર્મનીમાં સ્થાપવાની તૈયારી કરી છે. આ સિવાય કંપનીએ અપીલ પણ કરી છે નાની નાની કંપનીઓ આગળ આવે અને હાઈ એન્ડ સાઈકલના પાર્ટસ બનાવે જેના લીધે કંપનીને ભારતમાંથી જ સામગ્રી મળી રહે. આમ ભારતીય સાઈકલ કંપનીએ જે ઝટકો આપ્યો છે તેના લીધે ચીની કંપનીઓને કરોડો રુપિયાનું નુકસાન સહન કરવાના વારો આવશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">