પત્નીનો બર્થ ડે ભૂલી ગયા તો જવું પડશે જેલ! અહીંના અજીબો ગરીબ કાયદાઓ બન્યા ચર્ચાનો વિષય

સમોઆમાં એવો કાયદો છે કે જો કોઈ પતિ તેની પત્નીનો જન્મદિવસ ભૂલી જાય તો તે ગુનો ગણવામાં આવશે અને જો તેની પત્ની ઈચ્છે તો પતિ વિરુદ્ધ ફરિયાદ પણ કરી શકે છે.

પત્નીનો બર્થ ડે ભૂલી ગયા તો જવું પડશે જેલ! અહીંના અજીબો ગરીબ કાયદાઓ બન્યા ચર્ચાનો વિષય

દુનિયાના અલગ અલગ દેશોમાં અલગ અલગ કાયદાઓ (Law) હોય છે. આ કાયદાઓને સમાજના કલ્યાણ અને હિત માટે બનાવવામાં આવે છે. આ કાયદાઓનું પાલન કરાવવા માટે પણ એક અલગ માળખુ બનાવવામાં આવે છે. પરંતુ દુનિયાના કેટલાક ખૂણામાં એવા અજીબો ગરીબ કાયદાઓ (Weird Laws in World) પણ છે, જેના વિશે સાંભળીને તમે ચોંકી જશો. આજે અમે એક એવા જ કાયદા વિશે તમને જણાવવા જઇ રહ્યા છીએ.

આ કાયદા હેઠળ જો પતિ પોતાની પત્નીનો બર્થ ડે ભૂલી જાય તો તેને જેલમાં પણ જવું પડી શકે છે. પ્રશાંત મહાસાગરના પોલિનેશિયન પ્રદેશમાં એક નાનકડો દેશ છે, જેનું નામ છે સમોઆ (Samoa Weird law). આ એક ટાપુ દેશ છે જે તેની સુંદરતા માટે પ્રખ્યાત છે.

પરંતુ અહીં એક વિચિત્ર કાયદો છે, જેના કારણે તે પણ ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા (Social Media) પર દેશના કાયદાને લઈને પણ ઘણી ચર્ચા થઈ રહી છે. જો કે ઘણી વેબસાઈટ આવા કાયદા હોવાને લગતા સમાચારોની વિશ્વસનીયતા પર પણ સવાલ ઉઠાવે છે. ચાલો તમને જણાવીએ કે સમોઆનો કાયદો કેવી રીતે પતિઓને જેલમાં મોકલે છે.

વાસ્તવમાં સમોઆમાં એક એવો કાયદો છે કે જો કોઈ પતિ તેની પત્નીનો જન્મદિવસ ભૂલી જાય તો તે ગુનો ગણવામાં આવશે અને જો તેની પત્ની ઈચ્છે તો પતિ વિરુદ્ધ ફરિયાદ પણ કરી શકે છે. ત્યારે પતિને જેલમાં જવું પડી શકે છે. મોટી વાત એ છે કે આ કાયદાને લઈને અનેક સવાલો ઉભા થયા છે. સમોઆ ઓબ્ઝર્વર નામની વેબસાઈટે આ કથિત કાયદા વિશે સત્ય જણાવ્યું છે.

આ પણ વાંચો – Nykaa IPO listing: શેરબજારમાં Nykaa ની ધમાકેદાર એન્ટ્રી, રોકાણકારો થયા માલામાલ, જાણો ક્યા ભાવે થયું લિસ્ટિંગ

આ પણ વાંચો – TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: 2 વર્ષ વીતી ગયા, ના એણે ક્યારે પાછળ ફરીને જોયુ ના મેં તેની રાહ જોઇ…

આ પણ વાંચો – ‘Climate Change’ થી પીડિત દુનિયાની પહેલી મહિલા, ડૉક્ટરે બિમાર પડવાનું કારણ લખ્યું ‘હવામાન પરિવર્તન’

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati