Havana Blast : ક્યુબાની રાષ્ટ્રીય રાજધાની હવાનામાં ભયાનક વિસ્ફોટમાં 22ના મોત, 74 ઘાયલ

ક્યુબાની (Cuba) રાજધાની હવાનામાં એક આલીશાન હોટલમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. જેમાં 1 બાળક સહિત 22 લોકોના મોત થયા છે. જ્યારે 74 લોકો ઘાયલ થયા છે.

Havana Blast : ક્યુબાની રાષ્ટ્રીય રાજધાની હવાનામાં ભયાનક વિસ્ફોટમાં 22ના મોત, 74 ઘાયલ
Havana Hotel Blast (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 07, 2022 | 1:37 PM

ક્યુબાની (Cuba) રાજધાની હવાનામાં (Havana) એક વૈભવી હોટલમાં કુદરતી ગેસ લીક ​​(Natural Gas) થવાથી સર્જાયેલા શક્તિશાળી વિસ્ફોટમાં 1 બાળક સહિત ઓછામાં ઓછા 22 લોકો માર્યા ગયા છે અને ડઝનેક લોકો ઘાયલ થયા. હવાનાના ગવર્નર રેનાલ્ડો ગાર્સિયા ઝપાટાએ કમ્યુનિસ્ટ પાર્ટીના અખબાર ગ્રાનમાને જણાવ્યું હતું કે, આ વિસ્ફોટ સમયે 96 રૂમની સારાટોગા હોટેલમાં કોઈ પ્રવાસીઓ હાજર ન હતા, કારણ કે હોટેલનું રીનોવેશન ચાલી રહ્યું હતું. આ દુર્ઘટનાસ્થળની મુલાકાત લેનારા પ્રમુખ મિગુએલ ડિયાઝ-કેનેલે ટ્વીટ કર્યું છે કે, “આ કોઈ બોમ્બ વિસ્ફોટ કે આતંકવાદી હુમલો નથી. આ એક દુઃખદ અકસ્માત છે.”

રાષ્ટ્રીય આરોગ્ય મંત્રાલયના હોસ્પિટલ સેવાના વડા ડૉ. જુલિયો ગુએરા ઇઝક્વીર્ડોએ પત્રકારોને જણાવ્યું હતું કે, શુક્રવારના અકસ્માતમાં ઓછામાં ઓછા 74 લોકો ઘાયલ થયા છે. રાષ્ટ્રપતિ કાર્યાલયના ટ્વિટ અનુસાર, આ ઘાયલોમાં 14 બાળકોનો સમાવેશ પણ થાય છે. ડિયાઝ-કેનેલે જણાવ્યું હતું કે, વિસ્ફોટથી પ્રભાવિત આ હોટલની નજીકની ઇમારતોમાં રહેતા પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

ક્યુબાની સરકારી ટીવી ચેનલના અહેવાલ અનુસાર, આ વિસ્ફોટ એક ટ્રકને કારણે થયો હતો, જે આ હોટલને કુદરતી ગેસ સપ્લાય કરી રહી હતી.

હોટલની આસપાસ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા

અકસ્માત સાથે જોડાયેલા વાયરલ વીડિયોમાં, ફાયર ફાઇટર સફેદ ટેન્કર ટ્રક પર પાણીનો છંટકાવ કરીને તેને સ્થળ પરથી હટાવતા જોઈ શકાય છે. આ વિડિયોમાં જોવા મળે છે કે શક્તિશાળી વિસ્ફોટને કારણે હોટલમાં ચારે તરફ ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા હતા. ગભરાયેલા લોકો રસ્તા પર દોડતા જોવા મળે છે. આ અકસ્માત એવા સમયે થયો છે જ્યારે ક્યુબા કોરોના વાયરસ રોગચાળાથી બરબાદ થયેલા તેના પ્રવાસન ક્ષેત્રને પુનર્જીવિત કરવા માટે સંઘર્ષ કરી રહ્યું છે.

ક્યુબાના આરોગ્ય પ્રધાન જોસ એનજેલ પોર્ટલે એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે, જૂના હવાનામાં 19મી સદીની આ હોટલના કાટમાળ હેઠળ ફસાયેલા લોકોની શોધ ચાલુ હોવાથી ઘાયલોની સંખ્યા વધી શકે છે.

5 વિદ્યાર્થીઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી

ફાયર વિભાગના લેફ્ટનન્ટ કર્નલ નોએલ સિલ્વાએ જણાવ્યું હતું કે, “અમે હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા લોકોને શોધી રહ્યા છીએ. આ હોટલની બાજુમાં આવેલી 300 વિદ્યાર્થીઓ સાથેની શાળાને ખાલી કરાવવામાં આવી હતી.” ગાર્સિયાએ આગળ જણાવ્યું હતું કે, ”આ દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતમાં 5 વિદ્યાર્થીઓને સામાન્ય ઈજાઓ થઈ હતી. પોલીસે આ વિસ્તારને કોર્ડન કરી લીધો છે.”

2005માં ક્યુબન સરકારના જૂના હવાના પુનઃસજીવન કાર્યક્રમના ભાગરૂપે આ હોટેલનું સૌપ્રથમ વખત રિનોવેશન કરવામાં આવ્યું હતું. તેની માલિકી ગ્રૂપો ડી તુરિસ્મો ગેવિઓટા એસએની છે, જે ક્યુબાની સૈન્યની ટુરિઝમ બિઝનેસ શાખા છે. કંપનીએ કહ્યું હતું કે, તે બ્લાસ્ટના કારણની તપાસ કરી રહી છે.

રાજકીય વ્યક્તિઓ દ્વારા હોટેલ સર્વિસ ઉપયોગમાં લેવાય છે

સારાટોગા હોટેલનો ઉપયોગ ઘણી વખત VIP અને રાજકીય વ્યક્તિઓ દ્વારા કરવામાં આવે છે, જેમાં યુએસ સરકારના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળનો સમાવેશ થાય છે. ગાયકો બેયોન્સ અને જય-ઝેડ તેમની 2013 ક્યુબાની સફર દરમિયાન ત્યાં રોકાયા હતા. ફોટોગ્રાફર માઈકલ ફિગ્યુરોના જણાવ્યા અનુસાર, જ્યારે વિસ્ફોટ થયો ત્યારે તે હોટલ પાસેથી પસાર થઈ રહ્યો હતો. વિસ્ફોટથી હું જમીન પર પટકાયો અને મારું માથું હજુ પણ દુખે છે, બધું ખૂબ જ ઝડપી હતું. બપોરે, હોટલમાં કામ કરતા લોકોના ચિંતિત સંબંધીઓ તેમને શોધવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા.

વિસ્ફોટના કારણે આખી ઈમારત ધ્રૂજી ગઈ હતી

હોટલની નજીક રહેતા સ્થાનિક યેઝિરા ડે લા કેરિદાદે જણાવ્યું કે, વિસ્ફોટથી આખી ઈમારત હચમચી ગઈ છે. મને લાગ્યું હતું કે તે ધરતીકંપ છે. આ દરમિયાન, મેક્સીકન રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર શનિવારે એટલે કે આજે મોડી રાત્રે હવાના પહોંચવાના છે. મેક્સીકન વિદેશ પ્રધાન માર્સેલો એબ્રાર્ડે સ્પષ્ટતા કરી હતી કે ઓબ્રાડોરના પ્રવાસ કાર્યક્રમમાં કોઈ ફેરફાર થયો નથી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">